android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsadના ચિચાઈ ગામમાં અનાજ વિતરણ દરમિયાન મારામારી, વીડિયો થયો વાયરલ
calendar_today May 22, 2026

Valsadના ચિચાઈ ગામમાં અનાજ વિતરણ દરમિયાન મારામારી, વીડિયો થયો વાયરલ

વલસાડ જિલ્લાના ચિચાઈ ગામમાં સરકારી અનાજ વિતરણ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. સરપંચ પતિ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સરકારી અનાજ લેવા આવેલા એક ગ્રાહક સાથે રાશન કુપન બાબતે વિવાદ સર્જાતા સ્થિતિ ઉગ્ર બની હતી.ગ્રાહકને માર માર્યાનો આક્ષેપ, વીડિયો થયો વાયરલ માહિતી મુજબ ગ્રાહકે પોતાના રાશન કાર્ડ મુજબ કેટલું અનાજ મળે છે તે અંગે કુપન માંગતા વિવાદ વધ્યો હતો. આ દરમિયાન સરપંચ પતિએ ગ્રાહકને માર માર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ગ્રાહકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. સરકારી અનાજ વિતરણ જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં થયેલી આ ઘટના અંગે સ્થાનિકોમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી કરોડોનો 20 કિલો ગાંજો ઝડપાયો
calendar_today May 22, 2026

Ahmedabad એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી કરોડોનો 20 કિલો ગાંજો ઝડપાયો

ગુજરાતમાં નશાના કારોબારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને બેંગકોકથી લાવવામાં આવી રહેલો 20 કિલોથી વધુનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંકાઈ રહ્યું છે.થાઈ એરવેઝની ફ્લાઈટ અને વેક્યૂમ સીલ પેકેટ મળતી માહિતી મુજબ, ગુપ્ત બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સના અધિકારીઓ એરપોર્ટ પર વોચ ગોઠવીને બેઠા હતા. આ દરમિયાન બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG-343 એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. શંકાસ્પદ મુસાફરોના સામાનનું સ્કેનિંગ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા, એક ટ્રોલી બેગમાંથી અધિકારીઓને વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. બેગ ખોલીને તપાસ કરતા તેમાંથી ખાસ પ્રકારના વેક્યૂમ સીલ પેકેટ મળી આવ્યા હતા, જેની અંદર પ્રતિબંધિત ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. યુપીના પેડલરની ધરપકડ, DRI દ્વારા તપાસ તેજ અધિકારીઓએ આ ટ્રોલી બેગમાંથી કુલ 20336 કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ ઉત્તર પ્રદેશના સહારનપુરના એક ભારતીય નાગરિક (કેરિયર)ની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તેની ઊંડાણપૂર્વકની તપાસ હવે DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ને સોંપવામાં આવી છે.  આ પણ વાંચો----     Gujarat Policeનું ઓપરેશન મિલાપ, માત્ર 15 દિવસમાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા

Read Full Story arrow_forward
Somnathના સમુદ્રમાં ત્રણ યાત્રિકો ડૂબ્યા: બેને બચાવાયા, એકની શોધખોળ ચાલુ
calendar_today May 22, 2026

Somnathના સમુદ્રમાં ત્રણ યાત્રિકો ડૂબ્યા: બેને બચાવાયા, એકની શોધખોળ ચાલુ

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ યાત્રિકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા. દર્શન બાદ તેઓ સમુદ્ર કિનારે મોજાંની મજા માણવા માટે ગયા હતા, દરમિયાન અચાનક દરિયાની ઊંચી લહેરોની ઝપટમાં આવી જતા ત્રણેય સમુદ્રમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.સ્થાનિક લોકો અને પોલીસની બચાવ કામગીરી ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન બે યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે એક યાત્રિક હજુ લાપત્તા હોવાનું સામે આવ્યું છે. સમુદ્ર કિનારે હાજર લોકોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. લાપત્તા યાત્રિકની શોધખોળ ચાલુ પોલીસ અને સ્થાનિક બચાવ ટીમ દ્વારા લાપત્તા યાત્રિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સોમનાથ વિસ્તારમાં દરિયા કિનારે સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે, કારણ કે અનેક વખત પ્રવાસીઓ અને યાત્રિકોને ઊંચી લહેરો અંગે ચેતવણી આપવામાં આવતી હોવા છતાં લોકો જોખમ લેતા જોવા મળે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward