android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jhalmuri Seller Threat Call: સલામ વાલેકુમ..બોમ્બથી ઉડાવી દઇશું, ઝાલમુરી વિક્રેતાને મળી ધમકી
calendar_today May 22, 2026

Jhalmuri Seller Threat Call: સલામ વાલેકુમ..બોમ્બથી ઉડાવી દઇશું, ઝાલમુરી વિક્રેતાને મળી ધમકી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દુકાનેથી ઉત્સાહભેર 'ઝલમુરી' ખરીદીને ખાધી હતી, તે દુકાનના માલિકને હવે સરહદ પારથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.ઝાલમુરી વિક્રેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી  ઝારગ્રામના સ્થાનિક ઝલમુરી વિક્રેતા વિક્રમ સાઓએ ન્યૂઝ એજન્સી IANS ને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક અજ્ઞાત નંબરો પરથી ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા છે. વિક્રમ સાઓએ આ મામલે સ્થાનિક પોલીસ પ્રશાસનને લેખિત ફરિયાદ આપી જાણ કરી છે, ત્યારબાદ તેમની સુરક્ષા માટે દુકાન પર બે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.હથિયારો બતાવીને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકીપીડિત દુકાનદારે જણાવ્યું કે, તેમને પાકિસ્તાનથી એક શંકાસ્પદ વીડિયો કોલ આવ્યો હતો. આ કોલમાં સામે રહેલા એક જૂથે તેમને ઘાતક હથિયારો બતાવ્યા હતા અને તેમની દુકાનને બોમ્બથી ઉડાવી દેવાની સીધી ધમકી આપી હતી. આ દ્રશ્ય જોઈને તેઓ અત્યંત ડરી ગયા હતા અને તેમણે તાત્કાલિક ફોન કાપી નાખ્યો હતો.વોટ્સએપ પર આવ્યો સંદેશ: "તમારી દુકાન અમારા ટાર્ગેટ પર છે, અમે તેને ગમે ત્યારે બોમ્બથી ઉડાવી દઈશું."બાંગ્લાદેશથી પણ આવ્યો શંકાસ્પદ કોલવિક્રમ સાઓએ વધુમાં ઉમેર્યું કે, આ સિવાય તેમને બાંગ્લાદેશથી પણ એક ફોન આવ્યો હતો. ફોન કરનારે શરૂઆતમાં "સલામ અલૈકુમ" કહીને વાત શરૂ કરી હતી અને ત્યારબાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આંતરરાષ્ટ્રીય ધમકીભર્યા કોલ્સ અને મેસેજ બાદ વિક્રેતા સાઓ અને તેમનો પરિવાર ભારે દહેશતમાં છે. હાલમાં પોલીસ આ મામલે કયા નંબરો પરથી કોલ આવ્યા હતા તેની ટેકનિકલ તપાસ ચલાવી રહી છે.

Read Full Story arrow_forward
Cockroach history : 20 કરોડ વર્ષથી ધરતી પર, 4000 થી વધુ પ્રજાતિઓ... જાણો કોકરોચનો ઈતિહાસ!
calendar_today May 22, 2026

Cockroach history : 20 કરોડ વર્ષથી ધરતી પર, 4000 થી વધુ પ્રજાતિઓ... જાણો કોકરોચનો ઈતિહાસ!

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી નામે બનેલા એક પેજે અચાનક કોકરોચને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. એક્સ (X) થી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક જગ્યાએ માત્ર કોકરોચની જ ચર્ચા થઈ રહી છે. પરંતુ વિવાદથી અલગ, અમે તમને આ જીવનો રસપ્રદ ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ. કોકરોચની ઉત્પત્તિ ક્યારે થઈ? કોકરોચની ઉત્પત્તિ ક્યારે થઈ, તેનો કોઈ એક ચોક્કસ જવાબ નથી. અલગ-અલગ વૈજ્ઞાનિકો આના પર પોતાના અલગ-અલગ દાવા કરે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મતે પૃથ્વી પર કોકરોચ 32 કરોડ વર્ષથી હાજર છે, એટલે કે તેઓ કાર્બોનિફેરસ કાળ (જ્યારે પૃથ્વી પર વિશાળ જંગલો હતા અને જીવજંતુઓ ઝડપથી વધી રહ્યા હતા) થી પૃથ્વી પર છે. એક રિસર્ચ પેપર અનુસાર, કેટલાક વૈજ્ઞાનિકો કોકરોચઓને 30 કરોડ વર્ષ જૂના 'પેલેઓઝોઇક કાળ' સાથે જોડે છે, તો કેટલાક તેને 40 કરોડ વર્ષ જૂના સિલુરિયન કાળના માને છે.ચાર મુખ્ય પ્રકારના કોકરોચ દુનિયામાં કોકરોચની 3000 થી 4000 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી મુખ્યત્વે આ ચાર સૌથી વધુ ચર્ચામાં રહે છે: જર્મન કોકરોચ: દુનિયામાં સૌથી વધુ આ જ કોકરોચ જોવા મળે છે. ઘરો, હોટલો અને રેસ્ટોરન્ટમાં જોવા મળતા આ કોકરોચની ઉત્પત્તિ ભારત-મ્યાનમાર સાથે જોડાયેલી છે. અમેરિકન કોકરોચ: આ પ્રજાતિ કદમાં ઘણી મોટી હોય છે અને તે સીવર તથા ગટરોમાં સૌથી વધુ જોવા મળે છે. આ કોકરોચ ઉડી પણ શકે છે. ઓરિએન્ટલ કોકરોચ: આ કોકરોચ ઠંડી અને ભેજવાળી જગ્યાઓ પર વધારે જોવા મળે છે. તે ઘેરા ભૂરા રંગના અને મોટા હોય છે. તેમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે અને તે નુકસાનકારક બેક્ટેરિયા ફેલાવે છે. એશિયન કોકરોચ: આ જર્મન કોકરોચ જેવા જ દેખાય છે, પરંતુ આના પાંખ મોટા હોય છે અને તે સરળતાથી ઉડી શકે છે. તેઓ લાઈટ (પ્રકાશ) તરફ વધુ આકર્ષિત થાય છે. કોકરોચ નામ ક્યાંથી આવ્યું? એક રિસર્ચ અનુસાર, વર્ષ 1624માં અંગ્રેજીમાં પહેલીવાર કોકરોચ શબ્દનો ઉપયોગ થયો હતો. જોન સ્મિથ નામના અમેરિકન કેપ્ટને સૌથી પહેલા આ શબ્દ વાપર્યો હતો. 1756 થી 1763 વચ્ચે યુરોપમાં ચાલેલા સેવન યર વોર (સાત વર્ષના યુદ્ધ) દરમિયાન જ્યાં સૈન્યનું ખાવાનું રાખવામાં આવતું, ત્યાં આ કોકરોચ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. આ કોકરોચ ઘૃણાસ્પદ દેખાતા હોવાથી બંને દેશોની સેનાઓ પોતાના દુશ્મનોના નામ પરથી આ કોકરોચને બોલાવતી હતી. રશિયા સમર્થકો તેને પ્રશિયન કોકરોચ કહેતા, જ્યારે પ્રશિયાના સૈનિકો તેને રશિયન કોકરોચ કહેતા હતા. કોકરોચનો ભારત કનેક્શન? રિપોર્ટ અનુસાર, જેને દુનિયા જર્મન કોકરોચ કહે છે, તેનો અસલી સંબંધ જર્મની કરતાં ભારત સાથે વધુ છે. ડીએનએ એનાલિસિસ (DNA Analysis) માં જાણવા મળ્યું છે કે 2100 વર્ષ પહેલાં કોકરોચની એક પ્રજાતિ ભારત-મ્યાનમારમાં જોવા મળતી હતી, જે આગળ જતાં વધુ વિકસિત થઈ. કોકરોચ આખી દુનિયામાં કેવી રીતે ફેલાયા? કોકરોચને અંધારામાં છુપાવાની આદત હોય છે અને તેમની આ જ આદત તેમને આખી દુનિયામાં લઈ ગઈ. 1200 વર્ષ પહેલાં જ્યારે ઇસ્લામિક શાસકો ભારત આવ્યા, ત્યારે તેમની સેના અને ખાવા-પીવાના સામાન સાથે આ કોકરોચ પણ અહીં-તહીં ફેલાયા. બીજો રસ્તો ત્યારે ખૂલ્યો જ્યારે યુરોપિયન કંપનીઓ (ડચ અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની) ભારતમાં આવી. તેમના મોટા જહાજોમાં છુપાઈને આ કોકરોચ એશિયાની બહાર પહોંચી ગયા. યુરોપમાં માત્ર 270 વર્ષ પહેલાં જ કોકરોચ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પાઇપલાઇન અને હીટિંગની સુવિધા વધતાં તેમને રહેવા માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું. યુરોપ પછી 18 chain વર્ષમાં ન્યૂયોર્કમાં એક નહેરના નિર્માણ દરમિયાન આ કોકરોચ અમેરિકા પહોંચ્યા. આજે અન્ટાર્કટિકા સિવાય દુનિયાના તમામ મહાદ્વીપો પર કોકરોચ જોવા મળે છે.કોકરોચ વિશે 6 રસપ્રદ તથ્યો: કોકરોચનું માથું કપાઈ જાય, તો પણ તે એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. તે 40 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. તે 3 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કોકરોચનું બચ્ચું જન્મના બીજા જ દિવસથી પોતાના માતા-પિતા જેટલી ઝડપે દોડી શકે છે. તે ખાધા વગર એક મહિના સુધી જીવતો રહી શકે છે. તે પરમાણુ હુમલાનું રેડિયેશન (વિકિરણો) સહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ પણ વાંચો- GT vs CSK : હોઠ પર આંગળી, શાંત રહેવાનો ઇશારો... શુભમન ગિલે કેમ કર્યું આવું?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદમાં SG હાઈવે પર સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી, હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવ કામગીરી શરૂ
calendar_today May 22, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં SG હાઈવે પર સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી, હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવ કામગીરી શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward