android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: રાજ્ય સરકારની 65 ટકા સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ
calendar_today May 22, 2026

Gandhinagar News: રાજ્ય સરકારની 65 ટકા સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ

રાજ્ય સરકારે રાજ્યની 65 ટકા સેવાઓને ડિજિલોકર સાથે જોડીને ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ, ઝડપી અને નાગરિક કેન્દ્રિત બનાવ્યું છે.જેના પરિણામે રાજ્યના 1.92 કરોડથી વધુ નાગરિકો સુધી ડિજિટલ સેવાઓ અત્યંત સરળતાથી પહોંચી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વિજ્ઞાન તથા પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે અસાધારણ પ્રગતિ કરી છે. ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું આ ઉપરાંત બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગની નવીનતા માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું છે.ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી- DST અનુસાર, રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજિલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિ:શુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. વડાપ્રધાન મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' અને 'વિશ્વસનીય ડિજિટલ ગવર્નન્સ'ના વિઝનને કેન્દ્રસ્થાને રાખીને દેશભરમાં નાગરિક સેવાઓને સીમલેસ બનાવવા માટે નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન -NeGD સતત કાર્યરત છે. ટેકનોલોજી મંત્રાલય-MeitYની એક પહેલ ડિજિલોકર એ વડાપ્રધાન મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય-MeitYની એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય નાગરિકોના ડિજિટલ દસ્તાવેજ વોલેટમાં મૂળ દસ્તાવેજોની પહોંચ આપીને તેમનું ડિજિટલ સશક્તીકરણ કરવાનો છે.ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિજિલોકર સુરક્ષિત, અધિકૃત દસ્તાવેજોનું કોઇ પણ સ્થાન અને સમયે ઉપલબ્ધતાના પેપરલેસ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે.આઇ.ટી નિયમ-૨૦૧૬ અંતર્ગત ડિજિલોકરમાં રાખવામાં આવેલા દરેક દસ્તાવેજ તેના મૂળ દસ્તાવેજ સમાન કાયદાકીય ખરાઇ ધરાવે છે. ડેટાની ત્વરિત અને સુરક્ષિત ચકાસણી ડિજિલોકર ડ્રાઇવીંગ લાયસન્સથી લઇને શૈક્ષણિક દસ્તાવેજો સુધીની વિશ્વસનીય ઉપલબ્ધતાને સુગમ રીતે સુનિશ્ચિત કરે છે. સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને અસલ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરાવવાની જરૂરિયાતો ઘટતા સામાન્ય લોકો માટે 'Ease of Living' માં નોંધપાત્ર સુધારો થયો છે.આ સિસ્ટમ પેપરલેસ ગવર્નન્સના ખ્યાલ પર કાર્ય કરે છે. ડિજિલોકર દ્વારા ઉપલબ્ધ દસ્તાવેજો ઇસ્યુઅર પાસેથી રીઅલ-ટાઇમમાં મળતા હોવાથી તે સંપૂર્ણપણે વિશ્વસનીય હોય છે. તે નાગરિકની સંમતિથી દસ્તાવેજ ઇસ્યુઅર અને તેની ચકાસણી કરનાર વચ્ચે પેમેન્ટ ગેટવેની જેમ એક સુરક્ષિત દસ્તાવેજ વિનિમય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે, જે રીઅલ-ટાઇમ વેરિફિકેશન મોડ્યુલ દ્વારા ડેટાની ત્વરિત અને સુરક્ષિત ચકાસણી સુનિશ્ચિત કરે છે. આ પણ વાંચોઃ Ahmedabad Weather: શહેરમાં આગામી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ, 51 સ્થળો હોટસ્પોટ જાહેર કરાયા

Read Full Story arrow_forward
Ahmedabad: વાડજમાં NRI ના ઘરમાં 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરઘાટી મહિલા જેલભેગી
calendar_today May 22, 2026

Ahmedabad: વાડજમાં NRI ના ઘરમાં 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરઘાટી મહિલા જેલભેગી

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા એક NRI દંપતીના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો વાડજ પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ ચોરી કોઈ બહારના રીઢા ગુનેગારે નહીં, પરંતુ દંપતીના ઘરમાં જ સાફ-સફાઈ અને કામકાજ કરતી મહિલા ઘરઘાટીએ આચરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં મહિલાને પકડી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રેમી સાથે મળીને ઘડ્યું ચોરીનું ષડયંત્રપોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, વાડજ વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ NRI દંપતીના મકાનમાં આ મહિલા ઘરઘાટી તરીકે કામ કરતી હતી. દંપતી ઘરની બહાર ગયું હોવાનો અથવા મોકો જોઈને મહિલાએ તિજોરીમાંથી 21 લાખની કિંમતના કિંમતી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. જ્યારે દંપતીને દાગીના ગાયબ હોવાની ખબર પડી ત્યારે તેમણે વાડજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.મહિલાએ ગુનો કબૂલ કરી લીધો પોલીસે જ્યારે ઘરના સભ્યો અને કામ કરતા સ્ટાફની પૂછપરછ શરૂ કરી ત્યારે આ મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં મહિલાએ ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે જણાવ્યું કે, પોતાના આર્થિક ફાયદા માટે અને પોતાના પ્રેમી સાથે મળીને તેણે આ આખી ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને દાગીના ચોરી લીધા હતા.17 લાખથી વધુના દાગીના રિકવરવાડજ પોલીસે મહિલા ચોરની સત્તાવાર ધરપકડ કરીને તેની તપાસના આધારે ચોરી કરાયેલા કુલ મુદ્દામાલમાંથી ₹૧૭ લાખથી વધુની કિંમતના ઘરેણાં સફળતાપૂર્વક રિકવર (પરત મેળવી) કરી લીધા છે. પોલીસ હવે આ ગુનામાં સંડોવાયેલા તેના પ્રેમીની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, ઘરમાં કોઈપણ અજાણ્યા ઘરઘાટી કે નોકરને રાખતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું અનિવાર્ય છે.આ પણ વાંચો: Surat: યસ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી 4.81 કરોડમાંથી 2.95 કરોડ પડાવનારો અઝમતસાહીદ શેખ ઝડપાયો

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની થશે સ્થાપના, ગ્રીડમાં વોલ્ટેજ વધઘટની સમસ્યા થશે દૂર
calendar_today May 22, 2026

Gandhinagar News: ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની થશે સ્થાપના, ગ્રીડમાં વોલ્ટેજ વધઘટની સમસ્યા થશે દૂર

એક સમયે વીજ અછત ધરાવતું ગુજરાત રાજ્ય આજે દેશમાં ઊર્જા ક્ષેત્રે અગ્રેસર અને આત્મનિર્ભર રાજ્ય બન્યું છે.વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા જેના પરિણામે રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત થયો.ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બને એ માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી.ગુજરાત સરકારે ગીર સોમનાથના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન STATCOM સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આવનારા સમયમાં રાજ્યના અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે પણ STATCOM સ્થાપિત કરવાની યોજના છે. ગીર સોમનાથ જિલ્લામાં છે ગુજરાતનું પ્રથમ STATCOM ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા અદ્યતન સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સ્થાપિત કરવામાં આવ્યું છે.સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે.5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે ±120 MVAR ક્ષમતા ધરાવતું STATCOM કાર્યરત થયું હતું.ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની ગઈ. STATCOMની જરૂરિયાત શા માટે ઊભી થઈ? ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધુ રહે છે, જેથી ગ્રીડમાં વોલ્ટેજની સ્થિરતા અને વીજળીની ગુણવત્તા જાળવવી પડકારજનક બની જાય છે. પરંપરાગત કેપેસિટર અને રિએક્ટર જેવી વ્યવસ્થાઓ સ્થિર સપોર્ટ આપે છે, પરંતુ માંગમાં થતા ઉતાર-ચઢાવ સામે એક વિશેષ સિસ્ટમની આવશ્યકતા હતી. ટીંબડી સબસ્ટેશનમાં સિંગલ-સર્કિટ લિંક અને નજીકમાં વીજ ઉત્પાદનના સ્ત્રોતના અભાવે વોલ્ટેજમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હતો.પીક સમયમાં વોલ્ટેજ 190–200 kV સુધી ઘટી જતો અને ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે માંગ ઓછી હોય, ત્યારે 235–245 kV સુધી વધી જતો. આ પરિસ્થિતિમાં વોલ્ટેજ સ્થિર રાખવા માટે એવી ડાયનેમિક સિસ્ટમ શરૂ કરવામાં આવી, જે વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે. સતત નજર રાખીને તાત્કાલિક પ્રતિસાદ આપે છે STATCOM ગ્રીડની સ્થિતિ પર સતત નજર રાખીને તાત્કાલિક પ્રતિસાદ આપે છે. તે જરૂરી મુજબ રિએક્ટિવ પાવર આપીને અથવા શોષીને વોલ્ટેજ સ્થિર રાખે છે. રિયલ-ટાઇમમાં કાર્ય કરતી આ સિસ્ટમ અલગ-અલગ લોડ પર પણ ગ્રીડને સંતુલિત રાખે છે, પાવર ફેક્ટર નિયંત્રિત કરે છે, ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે.ટીંબડી ખાતે મળેલી સફળતા બાદ ગુજરાત સરકારે અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ STATCOM સ્થાપિત કરવાની યોજના બનાવી છે. આ હેઠળ હાલના છ 220 kV સબસ્ટેશન—થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા અને ધ્રાંગધ્રા—અને આવનારા 400 kV ધોલેરા-2 સબસ્ટેશન ખાતે 125 MVAR ક્ષમતાવાળા STATCOM સ્થાપવાનો પ્રસ્તાવ છે. આ પણ વાંચોઃAhmedabad Weather: શહેરમાં આગામી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ, 51 સ્થળો હોટસ્પોટ જાહેર કરાયા

Read Full Story arrow_forward