android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: વડોદ ગામ પાસે નકલી ખાતરનું કારખાનું ઝડપાયું, SOG અને કૃષિ વિભાગની સંયુક્ત કાર્યવાહી
calendar_today May 22, 2026

Anand: વડોદ ગામ પાસે નકલી ખાતરનું કારખાનું ઝડપાયું, SOG અને કૃષિ વિભાગની સંયુક્ત કાર્યવાહી

ગુજરાતના ખેડૂતોને ખેતીના મુખ્ય ઘટક એવા ખાતરમાં સસ્તા ભાવની લાલચ આપીને નકલી અને ભેળસેળયુક્ત ખાતર પધરાવી દેવાનું એક ખૂબ જ ગંભીર કૌભાંડ આણંદ જિલ્લામાંથી ઝડપાયું છે. આણંદ એસઓજી પોલીસની ટીમે વડોદ ગામની સીમમાં સચોટ બાતમીના આધારે દરોડા પાડીને ફેક્ટરી અને ગોડાઉનમાંથી નકલી ખાતર બનાવવાનું આખું નેટવર્ક પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.કૃષિ વિભાગના પરીક્ષણમાં પોલ ખુલીઘટનાની વિગત એવી છે કે, વડોદ ગામ પાસે શંકાસ્પદ રીતે ખાતરનું રી-પેકિંગ અને કેમિકલ ભેળવવાનું કામ ચાલતું હોવાની બાતમી એસઓજીને મળી હતી. પોલીસે રેડ પાડીને ઘટનાસ્થળેથી મોટા જથ્થામાં ખાતર ભરેલી ગુણો મેળવી હતી. આ અંગે તાત્કાલિક આણંદ જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કૃષિ વિભાગની ટીમે સ્થળ પર આવીને ખાતરના નમૂના (સેમ્પલ) લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલ્યા હતા. આ પરીક્ષણના રિપોર્ટમાં આંચકો આપનારો ખુલાસો થયો હતો કે, સ્થળ પરથી મળી આવેલું ખાતર તદ્દન બનાવટી, નકલી અને પાકને નુકસાન કરે તેવું ભેળસેળયુક્ત છે.ભાવનગરનો શખ્સ ઝડપાયોરિપોર્ટ પોઝિટિવ આવતા જ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગોડાઉનમાંથી નકલી ખાતરની કુલ 3,454 બેગ, ખાતર મિક્સ કરવાનું મશીન, સિલાઈ મશીન અને નકલી ખાતરના પરિવહન માટે રાખવામાં આવેલી ટ્રક સહિત કુલ 18 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરીપોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભાવનગરના રઘુવીર મનસુખ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ટોળકી નિર્દોષ ખેડૂતોને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ખાતર આપીને છેતરતી હતી. આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ નકલી ખાતર કયા કયા ડેપો કે ગામોમાં સપ્લાય કરવામાં આવ્યું છે, તેની તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Ahmedabad: ઇન્ડિયન એરફોર્સમાં AFCAT અંતર્ગત 200થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર, 19 જૂન સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

Read Full Story arrow_forward
Gujarat Weather : આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, ગરમીમાં કોઈ રાહત નહીં
calendar_today May 22, 2026

Gujarat Weather : આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, ગરમીમાં કોઈ રાહત નહીં

ગુજરાતમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે. આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 23 મેએ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે.પ્રિ મોન્સૂન એક્ટિવિટ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે 23 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડી શકે છે. 22થી 28મી મે સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 42 અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસ હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના મોટાભાગના પ્રમુખ શહેરોમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર નોંધાઈ રહ્યું છે.જેમાં અમદાવાદ અને રાજકોટ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ કેન્દ્રો સાબિત થયા છે.આ ઉપરાંત કંડલા,અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ પારો 42 ડિગ્રીથી વધુ રહેતા બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.ગાંધીનગર,વડોદરા અને ભાવનગર સહિતના અન્ય શહેરોમાં પણ અસહ્ય ઉકળાટ અને લૂના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ પણ વાંચોઃ Ahmedabad Weather: શહેરમાં આગામી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ, 51 સ્થળો હોટસ્પોટ જાહેર કરાયા

Read Full Story arrow_forward
Surat: યસ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી 4.81 કરોડમાંથી 2.95 કરોડ પડાવનારો અઝમતસાહીદ શેખ ઝડપાયો
calendar_today May 22, 2026

Surat: યસ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી 4.81 કરોડમાંથી 2.95 કરોડ પડાવનારો અઝમતસાહીદ શેખ ઝડપાયો

સુરત શહેરમાં આર્થિક ગુના આચરતી ટોળકીઓ હવે બેંકિંગ ક્ષેત્રની ખામીઓનો લાભ લઈને નવા-નવા કીમિયા અજમાવી રહી છે. સુરત શહેર ઇકો સેલ પોલીસે એક એવી જ શાતિર ગેંગના મુખ્ય સાગરીતને દબોચી લીધો છે, જેણે બોગસ NRI એકાઉન્ટ્સ ઉભા કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી લીધી હતી. પોલીસે આ મામલે સઘન તપાસ કરીને અઝમતસાહીદ ઇમ્તિયાઝ શેખ નામના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.શું છે સમગ્ર મ્યુલ એકાઉન્ટ કૌભાંડ?પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર કૌભાંડ મ્યુલ એકાઉન્ટ (Mule Account - અન્ય વ્યક્તિના નામે ખોલાવેલું ગેરકાયદેસર ખાતું) ના આધારે આચરવામાં આવ્યું હતું. આરોપી અઝમતસાહીદ શેખે સુરત અને આસપાસના વિસ્તારના નિર્દોષ જમીન માલિકોને વિશ્વાસમાં લઈને અથવા તેમના ઓળખપત્રો મેળવીને યસ બેંકની અંકલેશ્વર શાખામાં બોગસ NRI એકાઉન્ટ્સ ખોલાવી દીધા હતા. આ ખાતાઓનો ઉપયોગ કાળું નાણું ફેરવવા અને છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો.4.81 કરોડના ચેકમાંથી2.95 કરોડ બારોબાર સેરવી લીધાઆ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ફરિયાદીના નામે ઇસ્યુ થયેલા ₹4.81 કરોડથી વધુની રકમના ચેક આ બોગસ ખાતાઓમાં જમા કરાવી દેવામાં આવ્યા હતા. આરોપી અઝમતસાહીદ અને તેની ટોળકીએ આ કુલ રકમમાંથી ₹2.95 કરોડ જેટલી માતબર રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન અને ઉપાડ દ્વારા બારોબાર સેરવી લીધી હતી અને ફરિયાદી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી.દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ફરિયાદ મળતા જ સુરત ઇકો પોલીસે બેંક સ્ટેટમેન્ટ્સ અને કેવાયસી (KYC) દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં તમામ કડીઓ અઝમતસાહીદ શેખ તરફ જતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ફ્રોડમાં બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ, તેમજ આ રીતે બીજા કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Anand: વડોદ ગામ પાસે નકલી ખાતરનું કારખાનું ઝડપાયું, SOG અને કૃષિ વિભાગની સંયુક્ત કાર્યવાહી

Read Full Story arrow_forward