android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi: બકરી ઇદને લઇને એક્શનમાં દિલ્હી સરકાર, જાહેર કર્યા કડક નિયમો
calendar_today May 22, 2026

Delhi: બકરી ઇદને લઇને એક્શનમાં દિલ્હી સરકાર, જાહેર કર્યા કડક નિયમો

બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પશુઓની કુરબાની અંગે એક વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી છે. વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તમામ ધાર્મિક પરંપરાઓનું પાલન પ્રવર્તમાન કાયદાના દાયરામાં રહીને જ કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાનૂની પગલાં ભરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.કપિલ મિશ્રાએ જાહેર કર્યો વીડિયો દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ સંદર્ભે એક વીડિયો સંદેશ જાહેર કરીને સરકારની માર્ગદર્શિકા વિશે વિગતવાર માહિતી આપી હતી. વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ગાય, વાછરડા, ઊંટ તેમજ અન્ય તમામ પ્રતિબંધિત પશુઓની કુરબાની પર સંપૂર્ણ કાનૂની પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ આવા કૃત્યોમાં સંડોવાયેલી જણાશે, તો તેની સામે ફોજદારી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જાહેર સ્થળો પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક નિયમોમાર્ગદર્શિકા અનુસાર, દિલ્હીમાં ગલીઓ, મુખ્ય રસ્તાઓ, ફૂટપાથ કે કોઈપણ ખુલ્લા જાહેર સ્થળો પર કુરબાની આપવાની મંજૂરી મળશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું કે, "જાહેર રસ્તાઓ પર સ્ટોલ લગાવીને પશુઓનું વેચાણ કરવું કે બજારોમાં પ્રાણીઓનો ગેરકાયદેસર વેપાર કરવો એ સંપૂર્ણપણે કાયદાની વિરુદ્ધ છે." પશુઓની ખરીદી અને વેચાણ માત્ર વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા અધિકૃત સ્થળોએ જ કરી શકાશે.સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. કુરબાની બાદ નીકળતા લોહી કે અન્ય કચરાને જાહેરમાં, ગટરોમાં કે ખુલ્લી જગ્યાઓમાં ફેંકવા પર સખત પ્રતિબંધ છે. આ ધાર્મિક વિધિ માત્ર એવા નિયુક્ત સ્થળોએ જ કરવાની રહેશે જ્યાં વેસ્ટ મેનેજમેન્ટ અને સફાઈની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ હોય.સરકારે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને જો ક્યાંય પણ ઉલ્લંઘન થતું જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા વિકાસ વિભાગને જાણ કરે. આ કડક વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો અને જાહેર સુખાકારી તેમજ સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે.આ વર્ષે બકરી ઈદ ક્યારે ઉજવાશે?ઇસ્લામિક કેલેન્ડર (હિજરી સન) મુજબ, દર વર્ષે 'ઝુ અલ-હજ્જ' (12મા મહિના)ના 10મા દિવસે ઈદ-ઉલ-અઝહાનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવારમાં પશુની કુરબાની આપ્યા બાદ તેના માંસના ત્રણ સરખા ભાગ કરવામાં આવે છે, જેમાંથી એક ભાગ પોતાના પરિવાર માટે, બીજો ભાગ સંબંધીઓ-મિત્રો માટે અને ત્રીજો ભાગ ગરીબો તથા જરૂરિયાતમંદોમાં વહેંચવાનો નિયમ છે. આ વર્ષે ચંદ્ર દર્શનના આધારે બકરી ઈદ 27 મે અથવા 28 મે ના રોજ મનાવવામાં આવી શકે છે.

Read Full Story arrow_forward
Umar Khalidને ત્રણ દિવસના શરતી જામીન, માત્ર એક મોબાઈલ રાખવાની મંજૂરી
calendar_today May 22, 2026

Umar Khalidને ત્રણ દિવસના શરતી જામીન, માત્ર એક મોબાઈલ રાખવાની મંજૂરી

દિલ્હી હાઇકોર્ટે જણાવ્યુ છે કે, કેસના સંજોગો અને માનવતાવાદી પાસાઓને ધ્યાનમાં રાખી જામીન અપાયા છે. માતાની સર્જરી હોવાથી જામીન દિલ્હી હાઈકોર્ટે 2020ના દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને 3 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. આ રાહત તેની માતાની સર્જરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. કેસમાં મોટા કાવતરાના આરોપો વચ્ચે કોર્ટે આ કામચલાઉ જામીન આપ્યા હતા. કોર્ટે તેની માતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. ઉમર ખાલિદ UAPA હેઠળ લાંબા સમયથી જેલમાં છે. દિલ્હી પોલીસની દલીલ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે, ખાલિદની માતાની સર્જરી નાની હતી અને તેની બહેનો તેની સંભાળ રાખવા માટે હાજર હતી. તેમણે એવું પણ સૂચન કર્યું કે, જો જરૂરી હોય તો, ખાલિદને પોલીસ એસ્કોર્ટ સાથે એક દિવસ માટે તેણીને મળવાની મંજૂરી આપી શકાય. આ માટે લાંબા વચગાળાના જામીનની જરૂર નહોતી. બંને પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે, આ બાબત પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને, વચગાળાના જામીન આપવાનો નિર્ણય લીધો હતો. કોર્ટની મુખ્ય શરતો 1. મોબાઇલ ફોન પર કડક દેખરેખ: કોર્ટે સ્પષ્ટ કર્યું કે વચગાળાના જામીન સમયગાળા દરમિયાન, ઉમર ખાલિદ પાસે ફક્ત એક જ મોબાઇલ ફોન હશે. તે ફક્ત આ ફોન દ્વારા સંપર્કમાં રહેશે. તેને એકથી વધુ મોબાઇલ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 2. તપાસ અધિકારી સાથે સતત સંપર્કઃ ઉમર ખાલિદે ત્રણ દિવસના સમયગાળા દરમિયાન તપાસ અધિકારી સાથે સતત સંપર્કમાં રહેવું પડશે. તેણે IOના કોઈપણ કોલ, સંદેશા અથવા સૂચનાઓનું તાત્કાલિક પાલન કરવું પડશે. 3. ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવું: કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વચગાળાના જામીન સમયગાળા દરમિયાન ઉમર ખાલિદ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થશે નહીં. જો તેની સામે કોઈ ગુનાહિત પ્રવૃત્તિનો આરોપ છે, તો તે જામીન રદ કરવા માટેનું કારણ બની શકે છે. 4. મર્યાદિત મુદતના જામીન: કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ વચગાળાના જામીન ફક્ત ત્રણ દિવસ માટે છે. 1 જૂનથી 3 જૂન સુધી. આ સામાન્ય કે નિયમિત જામીન નથી. પરંતુ તેની માતાની સર્જરી અને કૌટુંબિક સમારોહને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી મર્યાદિત રાહત છે. 5. અંતિમ આદેશમાં વિગતવાર શરતો: કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, અંતિમ લેખિત આદેશમાં વિગતવાર શરતો નોંધવામાં આવશે. આનો અર્થ એ છે કે શક્ય છે કે વધુ શરતો લાદવામાં આવી શકે છે. જેમ કે સ્થાનની માહિતી જાહેર કરવી, કોઈ ચોક્કસ સ્થળ ન છોડવું, અથવા કોર્ટની પરવાનગી વિના શહેર છોડવું નહી. કોર્ટે સંકેત આપ્યો છે કે, આદેશમાં વધુ શરતો ઉમેરવામાં આવશે. આ પણ વાંચોઃ Pathankotમાં Pakistan માટે જાસૂસીનો મામલો આવ્યો સામે, લાઈવ ફૂટેજ મોકલતા પંજાબ પોલીસે કરી કાર્યવાહી

Read Full Story arrow_forward
Amit Shah: "એક-એક ઘૂસણખોરને દેશની બહાર હાંકી કાઢીશું, ડેમોગ્રાફી બદલાવા નહીં દઈએ"કેન્દ્રીય ગૃહમંત્રીની મોટી જાહેરાત
calendar_today May 22, 2026

Amit Shah: "એક-એક ઘૂસણખોરને દેશની બહાર હાંકી કાઢીશું, ડેમોગ્રાફી બદલાવા નહીં દઈએ"કેન્દ્રીય ગૃહમંત્રીની મોટી જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (22 મે, 2026) સરહદ સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે દેશના સાર્વભૌમત્વને લઈને એક મોટું અને કડક નિવેદન આપ્યું છે. રુસ્તમજી મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરતી વખતે ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર માત્ર સરહદો પરથી થતી ઘૂસણખોરીને અટકાવશે એટલું જ નહીં, પરંતુ દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા એક-એક ઘૂસણખોરને શોધીને દેશની બહાર (ડિપોર્ટ) પણ કરશે.વસ્તી વિષયક ફેરફારો સાંખી લેવાશે નહીંસંબોધનમાં અમિત શાહે દેશની વસ્તી વિષયક સ્થિતિ (ડેમોગ્રાફી) પર ભાર મૂકતા કહ્યું, "અમે દેશમાં કોઈ પણ પ્રકારના વસ્તી વિષયક ફેરફારોને મંજૂરી આપીશું નહીં. દેશની ડેમોગ્રાફી બદલવાનું આ એક મોટું કાવતરું છે અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આ કાવતરાને કોઈપણ ભોગે અટકાવવું પડશે." તેમણે ઉમેર્યું કે સરકાર ટૂંક સમયમાં જ એક 'હાઈ-પાવર્ડ ડેમોગ્રાફી મિશન' (ઉચ્ચ સ્તરીય વસ્તી વિષયક મિશન) ની જાહેરાત કરવા જઈ રહી છે, જે અંતર્ગત તમામ સંવેદનશીલ અને જોખમી લોકેશનની માહિતી BSFને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તુરંત કાર્યવાહી કરી શકાય.પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર બનશે અભેદ્યગૃહ મંત્રાલય (MHA) દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા અમિત શાહે જણાવ્યું કે, મંત્રાલયે સરહદ સુરક્ષાના તમામ પાસાઓ પર ગહન વિચાર-વિમર્શ કર્યો છે અને અમે ખૂબ જ ટૂંક સમયમાં 'બોર્ડર પ્રોટેક્શન ગ્રીડ'ને આખરી ઓપ આપવાની નજીક પહોંચી ગયા છીએ.દેશની સુરક્ષા વ્યવસ્થાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે ટૂંક સમયમાં જ 'સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ' લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદો સંપૂર્ણપણે અભેદ્ય બની જશે, જેનાથી દેશની સુરક્ષા અભૂતપૂર્વ રીતે મજબૂત થશે.આ પણ વાંચો:Crude Oil: દુનિયાનું ટેન્શન ખતમ! આ દેશ પાસે છે 303 અબજ બેરલ તેલનો ખજાનો

Read Full Story arrow_forward