android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઇન્ડિયન એરફોર્સમાં AFCAT અંતર્ગત 200થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર, 19 જૂન સુધી કરી શકાશે ઓનલાઇન અરજી
calendar_today May 22, 2026

Ahmedabad: ઇન્ડિયન એરફોર્સમાં AFCAT અંતર્ગત 200થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર, 19 જૂન સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

જો તમે પણ દેશના આકાશની રક્ષા કરવા માંગો છો અને ગૌરવવંતી લાઈફસ્ટાઈલ જીવવાના શોખીન છો, તો ભારતીય વાયુસેના (IAF) તમારા માટે શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. એરફોર્સ દ્વારા AFCAT કોર્સ માટેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ પસંદ પામેલા ઉમેદવારોને વાયુસેનામાં સીધો ક્લાસ-1 ગેઝેટેડ ઓફિસર (Class-1 Gazetted Officer) નો પ્રતિષ્ઠિત દરજ્જો એનાયત કરવામાં આવશે.લાયકાત અને વયમર્યાદાની શરતોવાયુસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ ૧૨ માં ફિઝિક્સ (ભૌતિકવિજ્ઞાન) અને મેથ્સ (ગણિત) વિષયો સાથે પાસ કરેલું હોવું જોઈએ, તેમજ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (સ્નાતક) ની પદવી મેળવેલી હોવી ફરજિયાત છે. આ ઉપરાંત BE અથવા B.Tech (એન્જિનિયરિંગ) નો અભ્યાસ કરનારા ઉમેદવારો પણ આ ભરતી માટે પાત્ર ગણાશે.કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો અનામતવયમર્યાદાની વાત કરીએ તો, ફ્લાઇંગ બ્રાન્ચ માટે ઉમેદવારની ઉંમર 20 થી 24 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) માટે વયમર્યાદા 20 થી 26 વર્ષ રાખવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે, આ ભરતીમાં માત્ર અપરિણીત (Unmarried) ઉમેદવારો જ અરજી કરી શકશે. જ્યારે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો માટે કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે.પરીક્ષા પદ્ધતિ અને આકર્ષક લાભોયોગ્યતા ધરાવતા ઉમેદવારો આગામી 19 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે, જેના માટે સામાન્ય અરજી ફી 550 + GST નક્કી કરાઈ છે. અરજી કર્યા બાદ ઉમેદવારોની 8 ઓગસ્ટના રોજ ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) યોજાશે, જે કુલ 300 ગુણની રહેશે. આ લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ ત્યારબાદ AFSB (Air Force Selection Board) નો ઇન્ટરવ્યુ અને શારીરિક-માનસિક ટેસ્ટ પાસ કરવાનો રહેશે.વાયુસેના તરફથી આકર્ષક સેલેરી પેકેજપસંદગી પામનાર ઓફિસર્સને વાયુસેના તરફથી આકર્ષક સેલેરી પેકેજ, સરકારી નિયમ મુજબ મફત આવાસ (સુવિધાસભર ઘર), પરિવાર અને પોતાના માટે સંપૂર્ણ મફત તબીબી (મેડિકલ) સુવિધાઓ તેમજ ડ્યુટી દરમિયાન સુરક્ષા માટે 1.25 કરોડનું મજબૂત વીમા કવચ (Insurance Cover) જેવા શાનદાર લાભો મળવાપાત્ર રહેશે.આ પણ વાંચો: Rajkot: હોસ્પિટલમાં યોગ્ય સમયે સારવાર ન મળતા 42 વર્ષીય યુવકનું મોત, પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward
Patan News: હારીજમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ દારૂબંધીના ધજાગરા ઉડાવતો કથિત વીડિયો વાયરલ
calendar_today May 22, 2026

Patan News: હારીજમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ દારૂબંધીના ધજાગરા ઉડાવતો કથિત વીડિયો વાયરલ

ગુજરાતમાં દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા દારૂના જથ્થાને લઈને કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં અમલી દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પાટણના હારીજમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કથિત વીડિયો વાયરલ થતાં જ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો કથિત વીડિયો પાટણના હારીજમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો કથિત વીડિયો સામે આવ્યો છે.જેમાં બસ સ્ટેન્ડ સામે હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે,આ દારૂનું સ્ટેન્ડ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું છે.પોલીસની રહેમ નજર હેઠળ આ ધંધો ચાલી રહ્યો હોવાનું આ કથિત રીતે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.યુવાધન દારૂના રવાડે ચડી રહ્યું હોવાના આક્ષેપ સાથે લોકહિતમાં દારૂના વેચાણ પર રોક લગાવવાની માંગ ઉઠી છે. આ પણ વાંચોઃ Ahmedabad Weather: શહેરમાં આગામી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ, 51 સ્થળો હોટસ્પોટ જાહેર કરાયા

Read Full Story arrow_forward
West Bengal: મમતા બેનર્જીનો ગઢ ધરાશાયી! ભત્રીજા અભિષેકના મતક્ષેત્રમાં TMCની શરમજનક પીછેહઠ
calendar_today May 22, 2026

West Bengal: મમતા બેનર્જીનો ગઢ ધરાશાયી! ભત્રીજા અભિષેકના મતક્ષેત્રમાં TMCની શરમજનક પીછેહઠ

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક, જેને તૃણમૂલ કોંગ્રેસ (TMC)નો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, તે હવે ટીએમસીના હાથમાંથી સરકતી દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસનો મજબૂત ગઢ રહી છે. આ વિસ્તાર ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાંથી ટીએમસીના સાંસદ અને પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાંસદ છે. આ બેઠક પર ટીએમસીની મજબૂત પકડ પાછળ બાહુબલી છબી ધરાવતા નેતા જહાંગીર ખાનનો પ્રભાવ મુખ્ય કારણ માનવામાં આવતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જહાંગીર ખાને ચૂંટણી મેદાન છોડી દીધું છે અને હવે ટીએમસી આ બેઠક પર પોતાની પકડ ગુમાવતી જોવા મળી રહી છે.ગણતરીના દિવસોમાં જ બદલાઈ ગયો આખો માહોલ29 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન થયું હતું, જેમાં ફાલ્ટા બેઠકનો પણ સમાવેશ થતો હતો. તે સમયે સમગ્ર વિસ્તારમાં ટીએમસીના ઝંડા અને પાર્ટી કાર્યકરોની સક્રિયતા સ્પષ્ટપણે દેખાતી હતી. પરંતુ થોડા જ દિવસોમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે વિસ્તારમાં અન્ય રાજકીય પક્ષોના ઝંડા જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, સમગ્ર વિધાનસભા મતવિસ્તારમાં ટીએમસીનો એક પણ ઝંડો દેખાતો નહોતો. આનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે આ બેઠક પર પાર્ટીની પકડ નબળી પડી રહી છે.ચૂંટણીમાંથી હટ્યા બાદ જહાંગીર ખાન ગાયબફાલ્ટા બેઠક પર મોટો પ્રભાવ ધરાવતા જહાંગીર ખાન ચૂંટણીમાંથી હટી ગયા બાદ વિસ્તારમાંથી પણ ગુમ હોવાનું કહેવાય છે. જાણવા મળ્યું છે કે ગુરુવારે યોજાયેલા મતદાનમાં પણ તેઓ સામેલ થયા નહોતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તેમને છેલ્લીવાર મંગળવારે જોવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે તે જ દિવસે તેમણે ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય લીધો હતો.અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવે છે ખાનજહાંગીર ખાનને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીના અત્યંત નજીકના માનવામાં આવે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં ટીએમસીને 89 ટકાથી વધુ વોટ મળ્યા હતા. પરંતુ જેવો ખાને ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું, ટીએમસીએ તેમનાથી અંતર બનાવી લીધું અને તેને તેમનો અંગત નિર્ણય ગણાવ્યો હતો.પુનઃમતદાનમાં થયું બમ્પર વોટિંગગુરુવારે ફાલ્ટા બેઠક પર શાંતિપૂર્ણ રીતે પુનઃમતદાન (રી-પોલિંગ) કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 86 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોની ભારે તૈનાતી કરવામાં આવી હતી. વાસ્તવમાં, 29 એપ્રિલે થયેલા મતદાન દરમિયાન ઘણા મતદાન કેન્દ્રો પરથી ફરિયાદો સામે આવી હતી. આરોપ હતો કે ઈવીએમ (EVM) મશીનો પર અત્તર જેવો પદાર્થ અને ચીકણી ટેપ લગાવવામાં આવી હતી. વિવાદ વધ્યા બાદ ચૂંટણી પંચે પુનઃમતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો.ભાજપ અને લેફ્ટ વચ્ચે સીધી ટક્કરજહાંગીર ખાનના ચૂંટણીમાંથી હટ્યા બાદ ટીએમસીની સ્થિતિ નબળી પડી ગઈ છે. હવે આ બેઠક પર મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેબાંશુ પાંડા અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPIM)ના ઉમેદવાર શંભુનાથ કુર્મી વચ્ચે માનવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી અબ્દુર રઝાક મોલ્લા ચૂંટણી મેદાનમાં છે.ભવાનીપુર બેઠક પણ ગુમાવી ચૂક્યા છે મમતાઆ પહેલા 4 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 15 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ પહેલા 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી સામે હારી ચૂક્યા છે.આ પણ વાંચો:Canada: દુનિયાના નકશા પર દેખાશે નવો દેશ? કેનેડાથી અલગ થવા યોજાશે જનમત સંગ્રહ

Read Full Story arrow_forward