Kutch News: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ભરત જાડેજાને 20 વર્ષની સખત કેદની સજા!
કચ્છ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરવાના સંવેદનશીલ કેસમાં ભુજની વિશેષ અદાલતે સમાજમાં દાખલો બેસે તેવો ધાક બેસાડતો મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી તેના પર અત્યાચાર ગુજારનાર નરાધમ આરોપી ભરત જાડેજાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.પ્રાગપર પોલીસ મથકે નોંધાયો હતો ગુનો આ ચકચારી ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો, ભોગ બનનાર સગીરાના પરિવારે આ મામલે કચ્છના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત જાડેજા વિરૂદ્ધ આકરા કાયદા પોક્સો (POCSO - પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ગણતરીના દિવસોમાં પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 30 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષીઓ નડ્યા કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. ન્યાયિક પ્રક્રિયા દરમિયાન કોર્ટ સમક્ષ કુલ 11 મહત્વના સાક્ષીઓની ઝીણવટભરી તપાસ અને જુબાની લેવામાં આવી હતી. આરોપીના ગુનાને સાબિત કરતા 30 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. ગુનાઓ નિઃશંકપણે સાબિત થયા કોર્ટે તમામ સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક-દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખતા ઠરાવ્યું હતું કે, આરોપી સામેના તમામ ગુનાઓ નિઃશંકપણે સાબિત થાય છે. આવા નરાધમો સામે નરમ વલણ ન અપનાવી શકાય, તેમ કહીને ન્યાયાધીશે આરોપી ભરત જાડેજાને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટના આ કડક વલણને પગલે કાયદાનો ડર કાયમ રહેશે, તેવો મેસેજ સમાજમાં ગયો છે. આ પણ વાંચો - NEET Re-exam : 21 જૂને પરીક્ષા, 14 સુધી એડમિટ કાર્ડ, શિક્ષણ મંત્રીએ આપ્યા તમામ સવાલોના જવાબ
Read Full Story arrow_forward