android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં AMCની દબાણ હટાવો ઝુંબેશ યથાવત, દબાણો સામે કડક કાર્યવાહી
calendar_today May 21, 2026

Ahmedabadમાં AMCની દબાણ હટાવો ઝુંબેશ યથાવત, દબાણો સામે કડક કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ચાલી રહેલી “દબાણ હટાવો” ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. વિવિધ ઝોનમાં ટીમો દ્વારા રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જાહેર માર્ગો પર ઉભી કરાયેલી લારીઓ અને અસ્થાયી દુકાનોને હટાવી લેવાઈ હતી, જેના કારણે રસ્તાઓ ફરીથી ખુલ્લા થયા હતા.ટ્રાફિક અડચણ દૂર કરવા તંત્રની કાર્યવાહી AMCની ટીમોએ ટ્રાફિકમાં અડચણરૂપ બનતા દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને ચોરાહાઓ આસપાસ થયેલા અતિક્રમણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના કારણે વાહનચાલકોને થતી મુશ્કેલીઓમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિયમિત ઝુંબેશથી શહેરને સુવ્યવસ્થિત બનાવવા પ્રયાસ AMC દ્વારા શહેરને વધુ સુવ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે નિયમિત રીતે આવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો સહન કરવામાં આવશે નહીં. આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે જેથી નાગરિકોને સરળ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા મળી શકે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gondalમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, રાજકોટમાં સારવાર દરમિયાન એકનું મોત
calendar_today May 21, 2026

Gondalમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, રાજકોટમાં સારવાર દરમિયાન એકનું મોત

ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં મોડી રાત્રે બનેલો મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. કોળી વાસ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કાકા અને ભત્રીજી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા ઘાયલ બંનેને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ ગંભીર હાલતને કારણે નિલેશભાઈ શેખ (ઉંમર 45)ને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અન્ય ઇજાગ્રસ્તની સારવાર હાલ ચાલુ છે. હુમલાખોરો બાઈક મૂકી ફરાર, પોલીસ તપાસ શરૂ હુમલો કર્યા બાદ આરોપીઓ પોતાનું એક્ટિવા બાઈક ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ગોંડલ સિટી પોલીસ અને LCBની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અજાણ્યા હુમલાખોરોની ઓળખ અને ઘટનાના પાછળના કારણો જાણવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અંગત અદાવત કે અન્ય કારણો અંગે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: સાવલીમાં મળેલા મહિલાના કંકાલ કેસનો દોઢ મહિને ભેદ ઉકેલાયો, જાણો રહસ્ય
calendar_today May 21, 2026

Vadodara News: સાવલીમાં મળેલા મહિલાના કંકાલ કેસનો દોઢ મહિને ભેદ ઉકેલાયો, જાણો રહસ્ય

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાંથી દોઢ મહિના અગાઉ મળી આવેલા અજાણી મહિલાના કંકાલ કેસનો સાવલી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ચકચારી ઘટના પાછળ એક ચોંકાવનારું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવીને હત્યારા પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.11 એપ્રિલે મળ્યો હતો કોહવાયેલો મૃતદેહ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 11મી એપ્રિલના રોજ મુવાલ ગામની સીમમાં કેનાલ પાસે નિલગીરીના ખેતરમાંથી એક અજાણી મહિલાનો સંપૂર્ણ કોહવાયેલી (ડીકમ્પોઝ) હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી મહિલાના કપડાં, ચંપલ અને ચાવી મળી આવ્યા હતા, પરંતુ તેનો મોબાઇલ અને ચાંદીના છડા ગાયબ હતા. સાવલી પીઆઈ કે. જે. ચૌહાણે પ્રાથમિક તબક્કે જ આ હત્યાનો કેસ હોવાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટો જોઈ ભાઈએ ઓળખ કરી પોલીસે મૃતકના કપડાં અને વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સાબરકાંઠાના તલોદ તાલુકાના અંત્રુલીવાસ દોલજી ગામે રહેતા અર્જુનસિંહ પરમારે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે કપડાં અને ચીજવસ્તુઓ જોઈને આ મૃતદેહ તેમની બહેન ભાવનાબેન રાઠોડનો હોવાની ઓળખ કરી હતી. ભાવનાબેન અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે ભાઈ ગોપાલભાઈના ઘરે રહેતા હતા અને કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી અવારનવાર બહાર રહેતા હતા. તેઓ ઘરેથી પાવાગઢ દર્શનનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હતા. હત્યાનું કારણ: "ઘરે આવીને પત્નીને કહી દઈશ" ની ધમકી નડી પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનું કન્ફર્મ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બનાવના દિવસે ભાવનાબેન સાથે સાબરકાંઠાના તલોદના રોજડ ગામનો 30 વર્ષનો સાગર દીપસિંહ મકવાણા જોવા મળ્યો હતો. પોલીસે સાગરની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. પ્રેમ સંબંધનો કરૂણ અંજામ પૂછપરછમાં ખુલાસો થયો કે, 30 વર્ષના સાગર મકવાણા અને 50 વર્ષના ભાવનાબેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. ભાવનાબેન સાગરને વારંવાર મળવા માટે દબાણ કરતા હતા. તેમણે સાગરને ધમકી આપી હતી કે, તું મને મળવા કેમ નથી આવતો? જો હું બોલાવું ત્યારે તું મળવા નહીં આવે તો હું તારા ઘરે આવીને તારી પત્ની અને બાળકોને આપણા પ્રેમ સંબંધની જાણ કરી દઈશ. આ ધમકીથી ઉશ્કેરાઈને અને પોતાની બદનામીના ડરથી સાગરે ભાવનાબેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા અને પુરાવાનો નાશ કરવા તેમનો ફોન અને ચાંદીના છડા લઈને મૃતદેહ અવાવરૂ સીમમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. સાવલી પોલીસે સાગર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Vadodara : સાવલીના ખોખર ગામે ગૌશાળામાં તોડફોડની ઘટના બાદ લોકોમાં ભારે નારાજગી

Read Full Story arrow_forward