android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
જામનગર આસપાસ સુરક્ષા સઘન કરવા સખત પેટ્રોલિંગ
calendar_today May 21, 2026

જામનગર આસપાસ સુરક્ષા સઘન કરવા સખત પેટ્રોલિંગ

ખાડી દેશમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાને લઇને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સંવેદનશીલ જામનગર જિલ્લાની દરિયાઈ પટ્ટી પર મરીન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવવા જામનગર જિલ્લાના ખારા બેરાજા, માધાપર ભૂંગા, રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર દરિયાઈ વિસ્તારના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં મરીન કમાન્ડો તથા બેડી મરીન પોલીસ દ્વારા સંયુક્ત ફૂટ અને બોટ પેટ્રોલિંગ કરાયું હતું. સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ બોટ, લેન્ડિંગ પોઇન્ટ તપાસવામાં આવ્યા હતા. સાથે ફિશિંગ સેન્ટર, વાઈટલ એરિયા અને દરિયા કાંઠાની અવવારૂ જગ્યાઓએ બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. જો કે, આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લાના બાલાચડી, સિક્કા, બેડ, જોડીયા, સચાણા સહિતના દરિયાઈ પટ્ટીના ગામો અને તેને લગત વિસ્તારો, જિલ્લામાં આવેલા ટાપુઓ ઉપર અને અન્ય દરિયા નજીકના સ્થળોએ મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વસતિ ગણતરીના નામે સાયબર ગઠિયા સક્રિય, અજાણી લિંક પર ક્લીક કરતા જ બેંક ખાતા ખાલી થઈ જશે
calendar_today May 21, 2026

વસતિ ગણતરીના નામે સાયબર ગઠિયા સક્રિય, અજાણી લિંક પર ક્લીક કરતા જ બેંક ખાતા ખાલી થઈ જશે

ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે હવે ભેજાબાજ સાયબર ગઠિયાઓએ સામાન્ય જનતાને છેતરવા માટે એક નવો કીમિયો અપનાવ્યો છે. 'સરકાર દ્વારા વસતિ ગણતરી ચાલી રહી છે' તેવું કહીને લોકોના બેંક ખાતા સાફ્ કરવામાં આવી રહ્યા છે. આ નવા પ્રકારના સાયબર ફ્રોડને લઈને ગુજરાત પોલીસે રાજ્યના તમામ નાગરિકો માટે એક જાહેર એડવાઈઝરી બહાર પાડીને સાવચેત રહેવા અપીલ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, નાગરિકોને અજાણ્યા નંબર પરથી ફેન કોલ, સામાન્ય મેસેજ કે વ્હોટ્સએપ પર મેસેજ આવે છે. જેમાં ઠગબાજો એવો દાવો કરે છે કે, સરકાર દ્વારા વસતિ ગણતરી થઈ રહી છે, તેથી તમારી વિગતો તાત્કાલિક અપડેટ કરો. વિગતો અપડેટ કરવાના બહાને નાગરિકોને એક નકલી લિંક મોકલવામાં આવે છે અથવા તો કોઈ અજાણી એપ્લિકેશન (APKFile) ડાઉનલોડ કરવા માટે દબાણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ અજાણતા આ લિંક ખોલે છે કે એપ ડાઉનલોડ કરે છે, તો તરત જ તેનો મોબાઈલ ફેન હેક થઈ શકે છે અને ગણતરીની મિનિટોમાં જ તેનું બેંક ખાતું સાફ્ થઈ જાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રાણીપ ડી-માર્ટ પાસે BRTS બસે બાઈકને અડફેટે લેતા બે શ્રામિક યુવકોને ગંભીર ઇજા
calendar_today May 21, 2026

રાણીપ ડી-માર્ટ પાસે BRTS બસે બાઈકને અડફેટે લેતા બે શ્રામિક યુવકોને ગંભીર ઇજા

શહેરીજનોમાટે હવે યમરાજની સવારી સમાન સાબિત થઈ રહેલી વધુ એક બીઆરટીએસ બસે રાણીપ પાસે અકસ્માત સર્જ્યો છે. ડી-માર્ટની સામેના બીઆરટીએસ કોરિડોરના કટમાંથી પસાર થઈ રહેલા એક બાઈકને પુરઝડપે આવેલી બસે જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતાં તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ્, અકસ્માત સર્જીને નાસી છૂટેલો બસચાલક સીધો ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. घटनाની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અમદાવાદમાં રહીને મજૂરી કામ કરતા થાનસિંગ ઉફે અર્જુન ચૌહાણ બપોરના સમયે તેમના મિત્ર પ્રકાશ અજનાર સાથે બાઈક લઈને રાણીપ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પોતાનું કામ પતાવીને બાઈક પર કીટલી સર્કલ તરફ્ જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રાણીપ ડી-માર્ટની સામે આવેલા બીઆરટીએસ કોરિડોર પાસેના કટમાંથી રોડ ક્રોસ કરી સામેની સાઈડ જઈ રહ્યા હતા, તે જ સમયે આરટીઓ સર્ક્યુલર રૂટની પુરઝડપે ધસી આવેલી બીઆરટીએસ બસે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક બસની નીચે ઘૂસીને ફ્સાઈ ગયું હતું અને બંને મિત્રો રોડ પર ફ્ંગોળાયા હતા. અકસ્માત સર્જાતા જ મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ જતા બસચાલક વાહન મૂકીને ત્યાંથી ભાગીને ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન જઈને સરન્ડર થઈ ગયો હતો. ટ્રાફ્કિ પોલીસે બસચાલક શૈલેષ ડામોર સામે ગુનો નોંધી તેની કાયદેસર અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં ચાલકે બચાવ કર્યો હતો કે બાઈક ચાલક અચાનક જ કટમાંથી બસની સામે આવી ગયો હોવાથી બ્રેક મારવા છતાં અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે અગાઉ પણ અકસ્માતો થતા હોવાથી ટ્રાફ્કિ પોલીસે આ જોખમી કટ કાયમી ધોરણે બંધ કરાવ્યો હતો, પરંતુ તે ફ્રી ખુલી જતાં આજે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward