Godhra: ગોધરા પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો
ગોધરા : ગોધરા નગર પાલિકાના ગઈકાલે નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા દંડક સહિતના હોદ્દેદારોએ આજે ધારાસભ્ય સી.કે. રાઉલજીના કાર્યાલય ખાતે ભેગા થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવવાના નિવેદનને પગલે તમામ સભ્યો અને પદાધિકારીઓ ત્યાંથી ચાલતાં પાલિકા કચેરીએ પહોંચી વિજય મુહૂર્તમાં વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો.ગોધરા નગર પાલિકા માટેની ચૂંટણીઓ બાદ ગઈકાલે બુધવારે પ્રમુખ તરીકે જશોદાબેન બાબુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે ઈશાન સલિલકુમાર સોની, કારોબારી અધ્યક્ષ તરીકે ડો. આનંદકુમાર ઘડિયાળી, શાસક પક્ષના નેતા તરીકે સંજયકુમાર પૂનમચંદ રાણા અને દંડક તરીકે લાલાભાઇ ધીરાભાઈ ભીલની વરણી કરવામાં આવી હતી. જે બાદ આજે ગુરુવારે આ નવા હોદ્દેદારો સૌપ્રથમ ધારાસભ્ય સી.કે. રાઉલજીના શાંતિનિવાસ સોસાયટી ખાતેના કાર્યાલય ખાતે એકઠા થયા હતા. અને ત્યારબાદ ત્યાંથી ચાલતા નગર પાલિકા ખાતે પહોંચ્યા હતા. જેઓની સાથે ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. પાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખે વિજય મુહૂર્તમાં પદભાર સંભાળ્યો હતો. જેઓને લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે ઉપસ્થિત રહી પ્રમુખ અને ઉપ પ્રમુખને અભિ નંદન પાઠવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward