Himatnagar: હિંમતનગર અને ખેડબ્રહ્માના ગુંદેલની સીમમાંથી રૂ.1.52 લાખનો દારૂ પકડાયો
હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે તથા ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલની સીમમાંથી એલસીબીએ બાતમીને આધારે બુધવારે અંદાજે રૂ.1.52 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈ બંને ઠેકાણેથી પોલીસે ત્રણ જણાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા બાદ તેમની વિરૂધ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.આ અંગે એ- ડિવીઝનના પીઆઈ કે.વાય.વ્યાસ, પીએસઆઈ એન.બી.વાઘેલા તથા સ્ટાફના જણાવાયા મુજબ, બુધવારે તેમને એવી બાતમી મળી હતી કે, મોતીપુરા બ્રિજ પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાં પાસ પરમીટ વિના રાજસ્થાનના સાગવાડાના વિનોદભારતી શંકરભારતી ગોસ્વામી અને સુરેશ જગન્નાથ પરમાર દારૂ લઈને હિંમતનગરમાંમાંથી પસાર થવાના છે જે આધારે એ-ડિવીઝન પોલીસે તરત જ બાતમી મુજબની ટ્રાવેલ્સને ઉભી રખાવી ડેકી ચેક કરી હતી જેમાંથી અંદાજે રૂ.1.22 લાખની કિંમતની 131 બોટલો મળી આવી હતી ત્યારબાદ એ-ડિવીઝન પોલીસે પકડાયેલા બંને પાસેથી રૂ.1 હજાર રોકડ તથા રૂ.8 હજારના બે મોબાઈલ મળી રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બંને વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. તેજ પ્રમાણે એલસીબીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુંદેલથી બનાસકાંઠા તરફ બાઈક નં.જીજે.32એલ.1053 પર બેસી કોટડા તાલુકાના ઝેર ગામનો જયંતિ કાના બુંબડીયા પાસ પરમીટ વિના બાઈક પર દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમીને આધારે એલસીબીએ ગુંદેલની સીમમાં આવેલ રોડ પર આડશ મુકી તેનો પીછો કરી ઝડપી લીધો હતો ત્યારબાદ પકડાયેલા જયંતિ બુંબડીયાની ઝડતી લઈને રૂ.21 હજારથી વધુની કિંમતની 168 દારૂની બોટલો અને રૂ.40 હજારનું બાઈક જપ્ત કરી લીધુ હતું. ત્યારબાદ એલસીબીએ તેની વિરૂધ્ધ ગુરૂવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward