Prantij: પ્રાંતિજમાં અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ
પ્રાંતિજ ટોલટેક્સ નજીક આવેલી ભગત નિશાન અગરબત્તી બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પ્રાંતિજ તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફેકટરીમાં ઓઇલ ભરેલા તપેલા નજીક ગેસ બોટલની પાઇપમાં લીકેજ અથવા પંચર થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આગ ઝડપથી ફેલાતા અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં કંપની માલિકને લાખોનું નુકસાન થયું છે. ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો અને વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો હતો. ફેક્ટરીમાં અંદાજે 30 થી 40 જેટલા કામદારો કાર્યરત હતા, પરંતુ સદનસીબે તમામ કામદારોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ, અનીલ ગોસ્વામી પટેલ સહિત ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward