Godhra: ગોધરામાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ચપ્પલ વિતરણ
ગોધરા : ગોધરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી રોટરી ક્લબ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ તેમજ ભામૈયા નાયક ફ્ળિયા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચપ્પલ વિતરણ કરાયું હતું. ઉનાળાની ગરમીમાં પગમાં ચપ્પલ વગર ફરી રહેલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ સેવા કાર્ય આશીર્વાદરૂપ સાબિત થયું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ચપ્પલ મેળવી રોટરી ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકીય કાર્યમાં રોટરી ક્લબના સિનિયર મેમ્બર જોગીન્દર કાલરા, ભરતભાઈ મેહતા,ટ્રેઝરર ભવાની ત્રિપાઠી, તેમજ પ્રોજેક્ટ ચેરમેન ગિરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward