android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: તલોદની ભોલેનાથ ડેરીમાંથી ભેળસેળયુક્ત માવો ઝડપાયો, લાઈસન્સ સસ્પેન્ડ!
calendar_today May 21, 2026

Sabarkantha News: તલોદની ભોલેનાથ ડેરીમાંથી ભેળસેળયુક્ત માવો ઝડપાયો, લાઈસન્સ સસ્પેન્ડ!

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને તહેવારો-લગ્નસરાની સિઝનમાં મીઠાઈના નકલી માવાના કાળા કારોબાર કરતા ભેળસેળિયાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં આવેલી ‘ભોલેનાથ ડેરી’ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ડેરીની અંદર ચાલતા ભેળસેળના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.ભારે ગંદકી વચ્ચે બનતો હતો માવો, અધિકારીઓ પણ ચોંકી ગયા જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમ ડેરીની અંદર તપાસ માટે પહોંચી, ત્યારે ત્યાં અત્યંત કમકમાટીભરી ગંદકી જોવા મળી હતી. કોઈ પણ જાતની સ્વચ્છતા રાખ્યા વિના, માખી-મચ્છરો અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે આ માવો તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જે સીધો લોકોના પેટમાં જઈને ગંભીર બીમારીઓ નોતરી શકે તેમ હતો. મોટી કાર્યવાહી: 2548 કિલો માવો સિઝ, લાઈસન્સ રદ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ કડક પગલાં લેતા કારખાનામાંથી કુલ 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે, અને તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. માનવ વપરાશ માટે તદ્દન અયોગ્ય એવા 550 કિલો અખાદ્ય માવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. નિયમોના લીરેલીરા ઉડાડવા બદલ તંત્ર દ્વારા ભોલેનાથ ડેરીનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયું છે. સરકારની આ કડક કાર્યવાહીથી પંથકના અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આવી નકલી અને અખાદ્ય ચીજવસ્તુઓ બનાવતા એકમો પર રેડની કાર્યવાહી યથાવત રહેશે. આ પણ વાંચો - Sabarkanthaમાં વાવણી પહેલા ડીઝલની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી, ટ્રેક્ટરો બન્યા નિષ્ક્રિય

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: તલોદની ભોલેનાથ ડેરીમાં 2548 કિલો ભેળસેળયુક્ત માવો સિઝ, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ
calendar_today May 21, 2026

Gujarat Latest News Updated Live: તલોદની ભોલેનાથ ડેરીમાં 2548 કિલો ભેળસેળયુક્ત માવો સિઝ, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
RG કર કેસમાં કોલકાતા હાઈકોર્ટનો આદેશ, કહ્યું 'સમગ્ર મામલે નવેસરથી તપાસ થાય'
calendar_today May 21, 2026

RG કર કેસમાં કોલકાતા હાઈકોર્ટનો આદેશ, કહ્યું 'સમગ્ર મામલે નવેસરથી તપાસ થાય'

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલ સાથે જોડાયેલા ચર્ચિત કેસમાં કોલકાતા હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે પીડિતાના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા પુરાવા સાથે છેડછાડના આરોપોની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.3 સભ્યોની વિશેષ તપાસ ટીમ રચવા આદેશ હાઈકોર્ટે આ મામલાની ફરીથી વિગતવાર તપાસ માટે CBIને ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) રચવાનો આદેશ આપ્યો છે. આ SITનું નેતૃત્વ CBIના જોઇન્ટ ડિરેક્ટર (ઈસ્ટર્ન ઝોન) કરશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પીડિતાના પરિવાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ગંભીર છે અને તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે, જેથી સમગ્ર સત્ય સામે આવી શકે. ન્યાયમૂર્તિ શંપા સરકાર અને ન્યાયમૂર્તિ તીર્થંકર ઘોષની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં જણાવ્યું કે CBIએ ઘટનાની રાત્રે પીડિતાએ ભોજન લીધા બાદથી લઈને બીજા દિવસે અંતિમ સંસ્કાર સુધીની સમગ્ર ઘટનાઓની ફરીથી વિગતવાર તપાસ કરવી પડશે. 25 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવા કહ્યું કોર્ટે તપાસની પ્રગતિ અંગે રિપોર્ટ 25 જૂન સુધી રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે અને પીડિતાના પરિવારને ન્યાય મળવાની આશા ફરીથી જાગી છે. આ કેસને લઈને અગાઉથી જ દેશભરમાં ચર્ચા અને ચિંતા વ્યક્ત થઈ રહી હતી, ત્યારે હાઈકોર્ટના આ તાજા આદેશને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તપાસ ટીમ હવે નવા દૃષ્ટિકોણથી તમામ પુરાવા અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરશે. આ પણ વાંચો : India US Trade Deal: આગામી મહિને ભારત આવશે યુએસ પ્રતિનિધિમંડળ, મહત્ત્વના કરારોની શક્યતા

Read Full Story arrow_forward