android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કીડિયાબેટમાં ગેરકાયદે બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ, 3200 લીટર જથ્થો જપ્ત!
calendar_today May 21, 2026

Surat News: કીડિયાબેટમાં ગેરકાયદે બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ, 3200 લીટર જથ્થો જપ્ત!

સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરૂદ્ધ પોલીસે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે સુરતના પ્રખ્યાત ડુમસ વિસ્તારમાંથી મોટો પર્દાફાશ થયો છે. ડુમસના દરિયાકાંઠા નજીક આવેલા કીડિયાબેટ પર પોલીસે મોડી રાત્રે ત્રાટકીને ઝીંગા તળાવની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલના સંગ્રહના મસમોટા કૌભાંડને ઝડપી પાડ્યું છે.ઝીંગા તળાવની આડમાં કાળો કારોબાર ઘટનાની મળતી વિગતો અનુસાર, કીડિયાબેટ વિસ્તારમાં આવેલા એક ઝીંગા તળાવની આડમાં કોઈ પણ મંજૂરી વિના મોટી માત્રામાં જોખમી જ્વલનશીલ પ્રવાહી (બાયોડીઝલ)નો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અચાનક રેડ પાડતા કૌભાંડીઓમાં નાસભાગ મચી ગઈ હતી. 2.40 લાખની કિંમતનું બાયોડીઝલ જપ્ત, એક પકડાયો પોલીસે આ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્થળ પરથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો કુલ 3200 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેની આશરે બજાર કિંમત રૂપિયા 2.40 લાખ જેટલી થાય છે. પોલીસે સ્થળ પરથી આ ગેરકાયદે નેટવર્કમાં સામેલ મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે. કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે? આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ આદરી છે. નદી અને દરિયાઈ પટ્ટી ધરાવતા આ વિસ્તારમાં ઝીંગા તળાવની આડમાં આટલો મોટો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં ડુમસ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Surat News: ઓલપાડમાં બે બોગસ ડોક્ટરો ઝડપાયા!

Read Full Story arrow_forward
Morbi News: ટંકારાના સરાયા ગામે દંપતીના ઝઘડાનો કરુણ અંત, પત્નીની હત્યા કરી પતિએ પીધી ઝેરી દવા
calendar_today May 21, 2026

Morbi News: ટંકારાના સરાયા ગામે દંપતીના ઝઘડાનો કરુણ અંત, પત્નીની હત્યા કરી પતિએ પીધી ઝેરી દવા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરાયા ગામે પતિ-પત્ની વચ્ચેના અણબનાવનો કરુણ અંત આવ્યો છે. વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ હત્યા અને આપઘાતના પ્રયાસ જેવી ગંભીર ઘટનાનું રૂપ ધારણ કર્યું હતું. માહિતી મુજબ પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પત્નીની હત્યા બાદ પતિએ પીધી ઝેરી દવા ઘટનામાં રૂકમા લક્ષ્મણભાઈ કટીજા નામની 40 વર્ષીય મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ લક્ષ્મણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેની હાલત ગંભીર બનતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, પોલીસ તપાસ શરૂ પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ટંકારા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: ઇમ્ફાલમાં મોર્ટાર અને એન્ટી-ડ્રોન જામર સહિત 29 હથિયારો જપ્ત કરાયા
calendar_today May 21, 2026

Gujarat Latest News Updated Live: ઇમ્ફાલમાં મોર્ટાર અને એન્ટી-ડ્રોન જામર સહિત 29 હથિયારો જપ્ત કરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward