android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway: ટ્રેનોને નિશાન બનાવતા અસામાજિક તત્વો સામે એક્શન, AI અને ડ્રોનથી થશે જાસૂસી!
calendar_today May 21, 2026

Railway: ટ્રેનોને નિશાન બનાવતા અસામાજિક તત્વો સામે એક્શન, AI અને ડ્રોનથી થશે જાસૂસી!

તાજેતરમાં ભારતીય રેલવેને નિશાન બનાવીને કરવામાં આવેલી કેટલીક શંકાસ્પદ ઘટનાઓ અને આગ અકસ્માતો બાદ રેલવે પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. નવી દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની અને ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે રાજ્ય મંત્રી વી. સોમન્ના, રવનીત સિંહ બિટ્ટુ અને રેલવે બોર્ડના ચેરમેન સહિત દેશભરના ફિલ્ડ ઓફિસરો ઓનલાઈન જોડાયા હતા. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે બેઠકમાં રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રેલવે નેટવર્ક, ટ્રેનો અને મુસાફરોની સુરક્ષા વધારવા માટે હવે આધુનિક ટેકનોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન અને સીસીટીવી (CCTV) નો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. AI-આધારિત સર્વેલન્સ સિસ્ટમ બેઠક દરમિયાન નોંધવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણી સામે આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ આ મામલે સઘન તપાસ કરી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, ફિલ્ડ લેવલ પરથી ગુપ્ત માહિતી એકત્રિત કરવાની સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. સાયબર સિક્યોરિટી મજબૂત કરવા, કેમેરા અપગ્રેડ કરવા અને AI-આધારિત સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત RPF અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનને વધુ ઝડપી બનાવાશે. રેલવે હેલ્પલાઇન નંબર 139 પર જાણ કરો આ સાથે જ ભારતીય રેલવેએ દેશભરના મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સતર્ક અને જાગૃત રહેવા અપીલ કરી છે. જો રેલવે સ્ટેશન પરિસર અથવા ટ્રેનની અંદર કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે, તો તેની તાત્કાલિક જાણ રેલવે હેલ્પલાઇન નંબર 139 પર કરવા જણાવાયું છે. મુસાફરોના સક્રિય સહકારથી મોટી આફતોને ટાળી શકાશે. તંત્રએ ખાતરી આપી છે કે અસામાજિક તત્વોના મનસૂબાને નાકામ કરવા માટે સમગ્ર રેલવે નેટવર્ક પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. આ પણ વાંચો----     Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward
Pulwama Attack: પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ઠાર, હમઝા બુરહાનને અજાણ્યા શખ્સોએ મારી ગોળી
calendar_today May 21, 2026

Pulwama Attack: પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ઠાર, હમઝા બુરહાનને અજાણ્યા શખ્સોએ મારી ગોળી

જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ઠાર મરાયો હોવાનું સામે આવ્યું છે. આજતકના અહેવાલ મુજબ માસ્ટર માઇન્ડ આતંકી હમઝા બુરહાનની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી.  પાકિસ્તાનમાં જ બુરહાનની હત્યાનું સામે આવ્યું છે. 2019 પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હમઝા બુરહાનને પાકિસ્તાનમાં એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી દીધી છે. સૂત્રો સૂચવે છે કે આ હુમલામાં આતંકવાદીનું મોત થયું છે. આતંકવાદી હમઝા બુરહાનને પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં ગોળી મારી દેવામાં આવી હતી. મુઝફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. 40થી વધુ સૈનિકો થયા હતા શહીદ આતંકવાદી હમઝા બુરહાન 2019 ના પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક હતો. આ વ્યક્તિ પાકિસ્તાનમાં શિક્ષક તરીકે ઓળખાતો હતો. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો, જ્યારે આતંકવાદીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 થી વધુ સૈનિકો શહીદ થયા હતા. ઑફિસમાં બેઠો હતો હમઝાઅહેવાલો અનુસાર, આતંકવાદી હમઝા બુરહાનને મુઝફ્ફરાબાદમાં એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તેની ઓફિસમાં બેઠો હતો. આ દરમિયાન કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને આતંકવાદી હમઝાને અનેક ગોળીઓથી ઠાર માર્યો. હમઝા બુરહાન પુલવામા હુમલાના ગુનેગારોમાંનો એક હતો. તેણે પાકિસ્તાનમાં શિક્ષક હોવાનો દાવો કર્યો હતો અને 2019 થી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. તે પીઓકે ક્ષેત્રમાં અનેક આતંકવાદી સંગઠનોને તાલીમ આપી રહ્યો હતો અને સરહદ પાર આતંકવાદીઓને ઘુસણખોરી કરવામાં પણ મદદ કરી રહ્યો હતો. આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી

Read Full Story arrow_forward
Ahmedabad-ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી, જાણો 22 મેથી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?
calendar_today May 21, 2026

Ahmedabad-ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી, જાણો 22 મેથી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં એકતરફ સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત છે, ત્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 22 મે થી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે.ગરમીનો પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેતા લોકો અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠશે.  બે દિવસ વરસાદી માહોલ જામશે જોકે, આ આકરી ગરમી વચ્ચે જ આગામી બે દિવસ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને 23 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના જીલ્લાઓમાં વરસાદની આગાહી આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના જીલ્લાઓમાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ સાથે જ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ પ્રિ-મોન્સૂન પવનો ફૂંકાવાને કારણે વરસાદી માહોલ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને પગલે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે, જેથી ગુજરાતીઓને ચામડી દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે. આ પણ વાંચો----     Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward