android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM MODIનો 5 દેશનો પ્રવાસ રહ્યો સુપરહિટ, ભારતને મળશે 3.5 લાખ કરોડનું રોકાણ
calendar_today May 21, 2026

PM MODIનો 5 દેશનો પ્રવાસ રહ્યો સુપરહિટ, ભારતને મળશે 3.5 લાખ કરોડનું રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમની પાંચ દેશોની અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક વિદેશ યાત્રા પૂર્ણ કરી છે. ભારતમાં વિદેશી સીધા રોકાણ (FDI) ને પ્રોત્સાહિત કરવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત કરવાના આશય સાથે યોજાયેલી આ રાજદ્વારી મુલાકાત દેશ માટે આર્થિક મોરચે અભૂતપૂર્વ સફળતા લઈને આવી છે. આ પ્રવાસના સકારાત્મક પરિણામ સ્વરૂપે, વૈશ્વિક કંપનીઓ અને સોવરિન વેલ્થ ફંડ્સ તરફથી ભારતમાં વિવિધ ક્ષેત્રો માટે આશરે ₹3.5 લાખ કરોડ (લગભગ $40 બિલિયન) ના રોકાણ પ્રસ્તાવોને લીલી ઝંડી મળી ગઈ છે. આ પ્રચંડ આર્થિક રોકાણથી દેશના જીડીપી (GDP) ગ્રોથને નવી ગતિ મળશે, સ્થાનિક સ્તરે રોજગારીની લાખો તકોનું સર્જન થશે અને સાથે જ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ને પણ મજબૂતાઈ મળશે.$૩ ટ્રિલિયનની આર્થિક શક્તિ ધરાવતી કંપનીઓ સાથે સીધો સંવાદઆ વ્યૂહાત્મક મુલાકાત દરમિયાન, વડાપ્રધાને વિશ્વની 50 થી વધુ ટોચની બહુરાષ્ટ્રીય કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEOs) અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી.કંપનીઓનું કદ: આ બેઠકોમાં સામેલ થયેલી વૈશ્વિક કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય આશરે $2.7  ટ્રિલિયનથી $3  ટ્રિલિયન જેટલું વિશાળ છે, જે આ પ્રવાસના વ્યાપારી મહત્વને દર્શાવે છે.હાલની સ્થિતિ: આ યાદીમાં સામેલ મોટાભાગની કંપનીઓ ભારતમાં પહેલેથી જ સક્રિય છે અને ભારતીય બજારમાં તેમનું વર્તમાન રોકાણ આશરે $180 બિલિયન જેટલું છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના મજબૂત આર્થિક ગ્રોથ રેટ અને સતત વધી રહેલી આંતરિક ગ્રાહક માંગને જોતાં આ કંપનીઓ હવે ભારતમાં પોતાના બિઝનેસ ઓપરેશન્સનો મોટા પાયે વિસ્તાર કરવા આતુર છે.આ રોકાણ કયા ક્ષેત્રોમાં કરવામાં આવશે?આ પ્રવાસ દરમિયાન થયેલી મંત્રણાઓ માત્ર આશ્વાસન પૂરતી સીમિત નથી, પરંતુ આગામી સમયમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ પાવર અને હાઇ-ટેક ટેકનોલોજી જેવા દેશના ચાવીરૂપ અને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ્સ તરીકે જમીન પર ઉતરશે.યુએઈ (UAE) ની મોટી જાહેરાત: આ પ્રવાસની સૌથી મોટી સફળતાઓમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી મળેલી પ્રતિબદ્ધતા છે. UAE એ ભારતમાં પાયાની સુવિધાઓ અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે $૫ બિલિયન (આશરે ₹45000 કરોડ) ના નવા રોકાણની સત્તાવાર જાહેરાત કરી છે.વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત શાખની મહોરવરિષ્ઠ સરકારી અધિકારીઓ અને આર્થિક વિશ્લેષકો આ પ્રવાસના પરિણામોને વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્ર પ્રત્યે વધેલા અતુટ વિશ્વાસ તરીકે જોઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે ગમે તેવા ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ ચાલતા હોય, પરંતુ વૈશ્વિક રોકાણકારો માટે ભારત આજે પણ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી સુરક્ષિત, સ્થિર અને નફાકારક વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. પીએમ મોદીના આ પ્રવાસે એ સાબિત કર્યું છે કે ભારતની આર્થિક વિકાસ યાત્રાને વિશ્વ સ્તરે સબળ સમર્થન મળી રહ્યું છે.આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી

Read Full Story arrow_forward
Vadodara: ચોમાસા માટે કેટલું સજ્જ? મ્યુનિ.કમિશનરનો દાવો, આ વર્ષે પૂરની સ્થિતિથી 80% બચાવ થશે
calendar_today May 21, 2026

Vadodara: ચોમાસા માટે કેટલું સજ્જ? મ્યુનિ.કમિશનરનો દાવો, આ વર્ષે પૂરની સ્થિતિથી 80% બચાવ થશે

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની સજ્જતા અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી 31 મે થી 10 જૂન સુધીમાં શહેરની તમામ પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવશે. હાલમાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી કાંસ અને કેચપીટની સફાઈ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય. 71 સંવેદનશીલ સ્થળો પર માઈક્રો ટનલ ડ્રેનેજની કામગીરી  વડોદરામાં આવેલા ભયાનક પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વખતે માઈક્રો ટનલ ડ્રેનેજનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો. કમિશનરના જણાવ્યા મુજબ, વડોદરાના જુદા જુદા 71 સંવેદનશીલ સ્થળો પર માઈક્રો ટનલ ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાંથી 11 સ્થળોએ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે આગામી 20 દિવસની અંદર બાકીની 60 માઈક્રો ટનલના કામો પણ આટોપી લેવામાં આવશે. આ કામગીરીને કારણે જે વિસ્તારોમાં રોડ ખોદવામાં આવ્યા છે, તેને પણ ચોમાસું બેસે તે પહેલાં સમાંતર (રીપેર) કરી દેવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. પૂરની પરિસ્થિતિથી 80 ટકા જેટલો બચાવ મળશે જોકે, કમિશનરે પારદર્શકતા દાખવતા સ્વીકાર્યું હતું કે, સમય મર્યાદા ઓછી હોવાને કારણે આ વર્ષે માત્ર 80 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ કરી શકાશે. બાકી બચેલા કામોને આગામી ચોમાસું પૂર્ણ થયા બાદ ફરી હાથ પર લેવામાં આવશે. તેમ છતાં, અત્યાર સુધી થયેલી કામગીરી એટલી મજબૂત છે કે આ વર્ષે વડોદરાને પૂરની પરિસ્થિતિથી 80 ટકા જેટલો મોટો બચાવ મળશે તેવી આશા છે. કલેક્ટર અને કોર્પોરેશનની આ સંયુક્ત કામગીરીથી વડોદરાવાસીઓને આ ચોમાસે જળબંબાકારની સ્થિતિમાંથી મોટી રાહત મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે.આ પણ વાંચો ----    Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward
Ahmedabad : EV વાહનોની ડિમાન્ડમાં 50%નો તોતિંગ ઉછાળો, કાર ખરીદવા 3 મહિનાનું વેઇટિંગ
calendar_today May 21, 2026

Ahmedabad : EV વાહનોની ડિમાન્ડમાં 50%નો તોતિંગ ઉછાળો, કાર ખરીદવા 3 મહિનાનું વેઇટિંગ

અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે લોકોમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને વાહનોના રોજના વધતા જતા મેન્ટેનન્સ ખર્ચથી કંટાળીને હવે અમદાવાદીઓ ઝડપથી ઈકો-ફ્રેન્ડલી અને ખિસ્સાને પરવડે તેવા EV ઓપ્શન તરફ વળી રહ્યા છે. તાજેતરના માર્કેટ સર્વે મુજબ, શહેરમાં EV વાહનોની ડિમાન્ડમાં સીધો 50 ટકાનો જંગી વધારો નોંધાયો છે, જેમાં ઇલેક્ટ્રિક કાર અને ટુ-વ્હીલર (સ્કૂટર-બાઇક) બંનેનો સમાવેશ થાય છે. 200થી વધુ ગ્રાહકોની રોજ ઇન્ક્વાયરી શહેરના વિવિધ ઓટોમોબાઈલ શોરૂમ્સના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનોની પૂછપરછમાં ભારે ઉછાળો આવ્યો છે. માત્ર ઈન્કવાયરીની વાત કરીએ તો, દરરોજ 200થી વધુ ગ્રાહકો EV વાહનોની માહિતી મેળવવા અને ટેસ્ટ ડ્રાઈવ માટે શોરૂમની મુલાકાત લઈ રહ્યા છે. ટુ-વ્હીલરમાં 15 દિવસથી 1 મહિના સુધી રાહ ડિમાન્ડ એટલી હદે વધી ગઈ છે કે સપ્લાય ચેઈન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. હાલમાં જો કોઈ ગ્રાહક EV કાર બુક કરાવે છે, તો મોડેલના આધારે 1 થી 3 મહિના સુધીનું લાંબુ વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યું છે. જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ગ્રાહકોએ વાહન મેળવવા માટે દિવસથી લઈને 1 મહિના સુધીની રાહ જોવી પડી રહી છે. ઈલેક્ટ્રિક સ્કૂટર હવે વધુ પસંદ નિષ્ણાતોના મતે, સરકાર દ્વારા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરાયેલો વધારો અને સબસિડીની નીતિઓને કારણે પણ લોકોનો ભરોસો EV પર વધ્યો છે. મધ્યમ વર્ગ હવે લાંબા ગાળાના આર્થિક ફાયદાને જોઈને પરંપરાગત ઈંધણ વાહનોના બદલે ઈલેક્ટ્રિક સ્કૂટરને વધુ પસંદ કરી રહ્યો છે. આગામી તહેવારોની સિઝનમાં આ ડિમાન્ડ હજુ પણ નવો રેકોર્ડ સર્જે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ઓટોમોબાઈલ કંપનીઓ પણ પોતાના પ્રોડક્શન અને ડિલિવરી નેટવર્કને વધુ ઝડપી બનાવવા માટે કવાયત હાથ ધરી રહી છે.આ પણ વાંચો----     Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward