android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની થીમ પર યોજાશે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ
calendar_today May 21, 2026

Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની થીમ પર યોજાશે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "દિવસમાં અડધો કલાક ફિટનેસનો એક ડોઝ" ના આહવાનને ચરિતાર્થ કરવા માટે દેશભરમાં ચાલી રહેલી સૌથી મોટી સમુદાય ફિટનેસ મુવમેન્ટ હવે તેના એક ઐતિહાસિક પડાવ પર પહોંચી ગઈ છે. 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ' ઝુંબેશના 75માં સંસ્કરણનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે. આ વખતની ઇવેન્ટ ખાસ એટલા માટે છે કારણ કે તેને "2030સુધી ફિટર ઇન્ડિયા પેડલિંગ માટે એક નવું ચિહ્ન" ની થીમ હેઠળ આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અને રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે જોડવામાં આવી છે. અમદાવાદમાં મુખ્ય ઇવેન્ટની સાથે દેશભરમાં 8000 થી વધુ સ્થળોએ એકસાથે સાયકલિંગ અને હેલ્થ ઇવેન્ટ્સ યોજાશે.રાજકીય, બોલિવૂડ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓનો મેળાવડોઅમદાવાદમાં યોજાનારા આ મહાકુંભનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા કરશે, જેમની સાથે ગુજરાતના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે. ઇવેન્ટમાં યુવાનોને પ્રેરિત કરવા માટે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આયુષ્માન ખુરાના ઉપરાંત દેશનું ગૌરવ વધારનારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ મેડલ વિજેતા ખેલાડીઓ પણ સાયકલ ટ્રેક પર ઉતરશે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની દિગ્ગજ ખેલાડીઓ ગુરજીત કૌર, રજની એતિમારપુ અને સોનિકા ટાન્ડી, જાણીતા શૂટર્સ અંકુર મિત્તલ અને અંજુમ મુદગિલ તેમજ બેડમિન્ટન સ્ટાર તૃપ્તિ મુરગુન્ડેનો સમાવેશ થાય છે.છેલ્લા 12 વર્ષના ભારતીય રમત જગતની સિદ્ધિઓનું પ્રદર્શનઆ કાર્યક્રમ માત્ર સાયકલિંગ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ અહીં આવનારા નાગરિકો માટે એક વિશેષ ડિજિટલ અને ફિઝિકલ એક્ઝિબિશન (પ્રદર્શન) નું આયોજન કરાયું છે. જેમાં છેલ્લા 12 વર્ષમાં ભારતે ઓલિમ્પિક, પેરાલિમ્પિક અને કોમનવેલ્થ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં મેળવેલી ઐતિહાસિક સિદ્ધિઓ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના 'ખેલો ઇન્ડિયા મિશન' અને મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં રમતગમતના આધુનિક સાધનોના ઉત્પાદનને વેગ આપતી સ્કીમ્સ મોડલ સ્વરૂપે રજૂ કરાશે.રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન ક્વિઝઇવેન્ટના પૂર્વ તૈયારીના ભાગરૂપે 'માય ભારત' (MY Bharat) ડિજિટલ પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન ક્વિઝ, રીલ-મેકિંગ અને મશાલ-ડિઝાઇનિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં દેશના 1 લાખથી વધુ ઉત્સાહી યુવાનોએ ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં આ ઝુંબેશ તેની 74 આવૃત્તિઓ દ્વારા દેશના ૩ લાખથી વધુ લોકેશન્સ પર પહોંચીને 7કરોડથી વધુ લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરી ચૂકી છે.આ પણ વાંચો: Rajkot: પડધરીના ખાખડાબેલા ગામના રસ્તે યુવકની હત્યા, કાર પાસેથી મળ્યો મૃતદેહ

Read Full Story arrow_forward
Bhuj : એક તરફ આકરો ઉનાળો અને બીજી તરફ એરપોર્ટ રોડ પર લાખો લીટર પાણીનો વેડફાટ
calendar_today May 21, 2026

Bhuj : એક તરફ આકરો ઉનાળો અને બીજી તરફ એરપોર્ટ રોડ પર લાખો લીટર પાણીનો વેડફાટ

સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં એક તરફ ઉનાળાની આકરી ગરમી વચ્ચે નાગરિકો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે લાખો લીટર પીવાના પાણીનો મોટો બગાડ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.એરવાલ્વમાં અચાનક મોટું લીકેજ ભુજના વ્યસ્ત એવા એરપોર્ટ રોડ પર મુખ્ય પાઇપલાઇનના એરવાલ્વમાં અચાનક મોટું લીકેજ સર્જાતા પાણીની વિશાળ છોળો ઊડી રહી છે. છેલ્લા 1 કલાકથી વધુ સમયથી હજારો ગેલન શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા તેને રોકવાના કોઈ પગલાં લેવાયા નથી. ખુલ્લો પ્લોટ પાણીથી ભરાઈ ગયો સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, એરવાલ્વમાંથી એટલી તીવ્ર ગતિએ પાણી બહાર ફેંકાઈ રહ્યું છે કે આસપાસમાં આવેલો એક મોટો ખુલ્લો પ્લોટ જોતજોતામાં સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે અને જાણે કૃત્રિમ તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.  રિપેરિંગ કામગીરી માટે કોઇ ફરક્યું નથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોએ આ અંગે તાત્કાલિક ભુજ નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગને જાણ કરી હતી અને રજૂઆતો પણ કરી હતી. તેમ છતાં, કલાકો વીતી જવા છતાં પાલિકાનો એક પણ કર્મચારી કે એન્જિનિયર ઘટનાસ્થળે રિપેરિંગ કામગીરી માટે ફરક્યો નથી, જેને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.  મેન્ટેનન્સની પોલ ખુલ્લી પડી ભુજ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી મળતું નથી, ત્યારે પમ્પિંગ સ્ટેશનથી સપ્લાય થતું લાખો લીટર પાણી આ રીતે નકામું વહી જતાં તંત્રની પ્રિ-મોન્સૂન સજ્જતા અને મેન્ટેનન્સની પોલ ખુલ્લી પડી ગઈ છે. વાલ્વ લીકેજના કારણે આસપાસના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે, જેના લીધે ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી છે. સ્થાનીય નાગરિકો હવે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે કડક પગલાં લેવામાં આવે અને પાણીનો આ અસહ્ય વેડફાટ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.આ પણ વાંચો----    Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: ગુજરાતમાં ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 22 મેથી ગાજવીજ સાથે વરસાદની આગાહી
calendar_today May 21, 2026

Gujarat Latest News Updated Live: ગુજરાતમાં ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 22 મેથી ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward