android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengalમાં સુરક્ષા કડક, 20 જૂન સુધી તૈનાત રહેશે CAPFની 500 કંપનીઓ!
calendar_today May 21, 2026

West Bengalમાં સુરક્ષા કડક, 20 જૂન સુધી તૈનાત રહેશે CAPFની 500 કંપનીઓ!

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 500 કંપનીઓને તૈનાત કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિની ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો કે રાજ્યમાંથી હવે કેન્દ્રીય દળોની કંપનીઓને તબક્કાવાર હટાવી લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં 100 કંપનીઓ એટલે કે 10 હજાર જવાનોને પશ્ચિમ બંગાળથી પરત બોલાવવાનો આદેશ જાહેર કરાયો હતો. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 180 દિવસ એટલે કે ઓક્ટોબર સુધી સીએપીએફની 500 કંપનીઓની તૈનાતીને યથાવત રાખવામાં આવે. ગૃહ મંત્રાલયે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના આગ્રહ પર વિચાર કર્યો અને 20 જૂન સુધી કેન્દ્રીય અર્ધસૈનિક દળો (CAPF) ની 500 કંપનીઓને રાજ્યમાં તૈનાત રાખવાનો આદેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે આપ્યો હતો આ આદેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપીને સંદેશ મોકલવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં તૈનાત કેન્દ્રીય અર્ધસૈનિક દળો 'CAPF' ની કંપનીઓને હવે તબક્કાવાર હટાવવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્રીય દળોના તમામ જવાનોને ત્યાંથી હટાવવામાં આવ્યા નહોતા. અગાઉ ચૂંટણી પૂરી થયા પછી રાજ્યના ઘણા ભાગોમાં હિંસાની ઘટનાઓ જોવા મળી હતી. આ વખતે તેવી ઘટનાઓ ન બને તે માટે ચૂંટણી સંપન્ન થયા પછી પણ બંગાળમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 500 કંપનીઓ તૈનાત રાખવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 100 કંપનીઓની વાપસી થવાની હતી ગૃહ મંત્રાલયમાં કેન્દ્રીય દળોની 500 કંપનીઓને તબક્કાવાર ઓછી કરવાનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ તબક્કા હેઠળ 100 કંપનીઓને બંગાળથી હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ. જેમાં સીઆરપીએફ (CRPF) ની 40, બીએસએફ (BSF) ની 30, સીઆઈએસએફ (CISF) ની 10, આઈટીબીપી (ITBP) ની 10 અને એસએસબી (SSB) ની 10 કંપનીઓ સામેલ હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે 15 મેથી આ કંપનીઓ કાયદો અને વ્યવસ્થાની ડ્યુટી પર રહેશે નહીં. સીઆરપીએફ અને બીએસએફ સહિત આ દળો તૈનાત બંગાળમાં બંને તબક્કાની વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ સીઆરપીએફની 200, બીએસએફની 150, સીઆઈએસએફની 50, આઈટીબીપીની 50 અને એસએસબીની 50 કંપનીઓને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ડ્યુટીમાં લગાવવામાં આવી હતી. ગયા અઠવાડિયે, રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમ બંગાળના ગૃહ વિભાગ સિવાય કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ રહી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગુપ્તચર એજન્સી પાસેથી પણ વિશેષ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. સમીક્ષા બેઠકમાં સામે આવ્યું કે ચૂંટણી પછી હવે રાજ્યમાં શાંતિ છે. રાજકીય કાર્યકર્તાઓના ઉગ્ર પ્રદર્શનો અત્યારે બંધ છે. પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી બાંગ્લાદેશની સરહદ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘૂસણખોરો પર સીમા સુરક્ષા બલ (BSF) ની બાજ નજર છે અને ખુલ્લી બોર્ડર પર ફેન્સિંગ (તારની વાડ) કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ પણ વાંચો- Emergency in India : ભારતમાં કેટલી રીતે લગાડી શકાય છે કટોકટી, જાણો કોણ કરે છે તેને લાગુ?

Read Full Story arrow_forward
'Melody' બાદ મેલોનીને PM મોદીએ આપી આ 2 ખાસ ગિફ્ટ
calendar_today May 21, 2026

'Melody' બાદ મેલોનીને PM મોદીએ આપી આ 2 ખાસ ગિફ્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પાંચ દેશોની તેમની સત્તાવાર વિદેશ યાત્રા દરમિયાન વિવિધ રાષ્ટ્રોના વડાઓને અત્યંત યાદગાર અને ખાસ ભેટો આપી છે. પીએમ મોદી દ્વારા પસંદ કરાયેલી આ તમામ ભેટો સંપૂર્ણપણે સ્વદેશી હતી, જે ભારતીય સંસ્કૃતિ, ભવ્ય પરંપરાઓ અને દેશના ખેડૂતો તેમજ કારીગરોની અથાણું મહેનતને વૈશ્વિક મંચ પર રજૂ કરે છે. જ્યોર્જિયા મેલોનીને પૂર્વોત્તર ભારતની ખાસ ભેટ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'મેલોડી' ટોફીના પેકેટ ઉપરાંત ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને બે ખૂબ જ સુંદર અને કિંમતી શાલ ભેટમાં આપી હતી. આ બંને શાલ ભારતની ઉત્તરપૂર્વીય સંસ્કૃતિનું પ્રતીક છે: શિરુઈ લીલી ડિઝાઈન શાલ: આ રેશમી શાલ મણિપુરના શિરુઈ કાશોંગ શિખર પર જોવા મળતા અત્યંત દુર્લભ 'શિરુઈ લીલી' ફૂલની ડિઝાઇનથી પ્રેરિત છે. આ આછા ગુલાબી-સફેદ રંગનું ઘંટડી આકારનું ફૂલ આખી દુનિયામાં માત્ર મણિપુરમાં જ ખીલે છે. મુગા સિલ્ક શાલ: આસામના પ્રખ્યાત "ગોલ્ડન સિલ્ક" (સોનેરી રેશમ) માંથી બનેલી આ શાલ બ્રહ્મપુત્રા ખીણના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે પોતાના કુદરતી સોનેરી ચમકતા રંગ માટે વિશ્વભરમાં જાણીતી છે. ઇટાલીના રાષ્ટ્રપતિને શાસ્ત્રીય સંગીતની ભેટ પીએમ મોદીએ ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો માટ્ટારેલાને ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાથી પરિચિત કરાવ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિને આરસપહાણ (માર્બલ) માંથી સુંદર રીતે કોતરેલું એક બોક્સ આપ્યું હતું, જે ભારતની મહાન સંગીત હસ્તીઓ પંડિત ભીમસેન જોશી અને એમ.એસ. સુબ્બુલક્ષ્મીની સંગીત સીડી (CDs) થી ભરેલું હતું. યુએન (UN) ના અધિકારીઓને ભારતીય અનાજ અને બાજરીનો સ્વાદ વડાપ્રધાને યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના ડિરેક્ટર જનરલ ડૉ. ક્યુ ડોંગ્યુને ભારતની કૃષિ સમૃદ્ધિની ઝાંખી કરાવી હતી. તેમણે ડૉ. ક્યુને મહારાષ્ટ્રના સોલાપુર, અહમદનગર અને મરાઠવાડામાં પાકતા જુવાર-બાજરીમાંથી બનેલા હેલ્ધી 'બાજરી બાર્સ' આપ્યા હતા, જે પોષક તત્વોથી ભરપૂર છે. આ ઉપરાંત, તેમણે ડૉ. ક્યુને ભારતના સર્વશ્રેષ્ઠ અને સુગંધિત અનાજનું એક પ્રીમિયમ બોક્સ પણ ભેટમાં આપ્યું હતું. આ બોક્સમાં કેરળના પલક્કડના લાલ ચોખા, પશ્ચિમ બંગાળના પ્રખ્યાત ગોવિંદભોગ ચોખા, ઉત્તર પ્રદેશના કલાનામક ચોખા, આસામના જોહા ચોખા અને ભારત-ગંગાના મેદાનોની સુગંધની રાણી ગણાતા બાસમતી ચોખા સામેલ હતા. આ પણ વાંચોઃ Trump-Netanyahu વચ્ચે ફોન પર થઇ ગરમા ગરમી, જાણો ક્યા મુદ્દા પર થઇ ચર્ચા?

Read Full Story arrow_forward
Bhavnagar : ખનિજ માફિયાઓનું હાઈટેક જાસૂસી નેટવર્ક ધ્વસ્ત, મૂવમેન્ટ ટ્રેક કરતા 4 વોટ્સએપ ગ્રુપ ઝડપાયા
calendar_today May 21, 2026

Bhavnagar : ખનિજ માફિયાઓનું હાઈટેક જાસૂસી નેટવર્ક ધ્વસ્ત, મૂવમેન્ટ ટ્રેક કરતા 4 વોટ્સએપ ગ્રુપ ઝડપાયા

ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને પરિવહન પ્રવૃત્તિ આચરતા ખનિજ માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરી છે. સરકારી અધિકારીઓ અને પોલીસ તંત્રની પળેપળની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ખનિજ માફિયાઓએ બનાવેલું એક આખું હાઈટેક જાસૂસી નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. આ માફિયાઓ 4 જેટલા ગુપ્ત વોટ્સએપ ગ્રુપ બનાવીને તંત્રની હિલચાલ ટ્રેક કરતા હતા. આ મામલે પોલીસે 61 આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.લોકેશનની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેતા મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર, જેસર અને ઘોઘા જેવા વિસ્તારોમાં ખનિજ માફિયાઓ ભારે સક્રિય હતા અને બેફામ ગેરકાયદેસર ખનન ચલાવી રહ્યા હતા. જ્યારે પણ ખાણ-ખનિજ વિભાગ કે પોલીસની ટીમ દરોડા પાડવા નીકળે, ત્યારે માફિયાઓના આ ગુપ્ત નેટવર્કના માણસો અધિકારીઓની ગાડીઓ અને લોકેશનની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેતા હતા. તંત્રની પળેપળની મૂવમેન્ટ ટ્રેક થવાના કારણે રેડ પડે તે પહેલા જ માફિયાઓ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહેતા હતા. બાતમીદારોની મદદથી આખા ગોરખધંધાનો પર્દાફાશ ભાવનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ આખા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. જાસૂસીના આ નેટવર્ક દ્વારા ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરીનું સામ્રાજ્ય ચલાવનારા 61 આરોપીઓ વિરૂદ્ધ પોલીસે સકંજો કસીને ચાર્જશીટ રજૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં હજુ પણ કેટલાક મોટા માથાઓ અને પડદા પાછળના સૂત્રધારો પકડાય તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકના ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો----    Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward