android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, લાખોના ખર્ચ પછી પણ પરિણામ શૂન્ય
calendar_today May 21, 2026

Surat: તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, લાખોના ખર્ચ પછી પણ પરિણામ શૂન્ય

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરની ઓળખ સમાન તાપી નદીની જે દયનીય સ્થિતિ પ્રવર્તી રહી છે, તેનાથી સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાપી નદીમાં પલસાણા અને કતારગામથી લઈને છેક રાંદેર સુધીના વિસ્તારોમાં મોટા પાયે જળકુંભી (લીલી વનસ્પતિ) ની ચાદર પથરાઈ ગઈ છે. આ જળકુંભીના કારણે નદીનું પાણી રીતસરનું દૂષિત અને કાળું પડી રહ્યું છે, જે પાણી સીધું જ ફિલ્ટર પ્લાન્ટ્સમાં જઈને લોકોના ઘરો સુધી પહોંચે છે. પરિણામે, શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા બગડી છે અને મનપાના વોટર સપ્લાય વિભાગ સામે સવાલો ઉભા થયા છે.દર વર્ષે લાખોનો ધુમાડો, પરિણામ શૂન્યચોંકાવનારી બાબત એ છે કે, સુરત મનપા દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી અને નદી શુદ્ધિકરણના નામે હાઇડ્રોલિક ક્રેન અને મશીનરી પાછળ લાખો-કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. અગાઉ પણ વિરોધ પક્ષ અને સ્થાનિક પર્યાવરણવાદીઓ દ્વારા આ કામગીરીમાં થતા ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ એજન્સીઓ અને અધિકારીઓની જુગલબંદીને કારણે કામગીરી માત્ર કાગળ પર જ સમેટાઈ ગઈ હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. લાખો રૂપિયા ચૂકવાઈ ગયા પછી પણ નદીમાંથી જળકુંભીનો એક મોટો ભાગ હજી સુધી સાફ કરી શકાયો નથી.આગામી ચોમાસામાં પૂર લાવશે આ જળકુંભી?પર્યાવરણના નિષ્ણાતોના મતે, જળકુંભી નદીના ઓક્સિજનના સ્તરને તો ઘટાડે જ છે, પરંતુ તેની સાથે તેના મૂળ એટલા મજબૂત હોય છે કે તે નદીના કુદરતી વહેણને અવરોધે છે. જૂન મહિનામાં જો ઉપરવાસમાંથી તાપી નદીમાં ઉકાઈ ડેમ દ્વારા પાણી છોડવામાં આવે, તો આ જળકુંભીના લીધે પાણીનો નિકાલ ઝડપથી થઈ શકશે નહીં. પરિણામે, લો-લાઇંગ એરિયા (નીચાણવાળા વિસ્તારો) માં પૂરના પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. સુરતના જાગૃત નાગરિકો માગ કરી રહ્યા છે કે ચોમાસું સત્તાવાર બેસે તે પહેલા જ યુદ્ધના ધોરણે આખી નદી સાફ કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનમાલની હોનારત અટકાવી શકાય.આ પણ વાંચો: Vadodara: ગત પૂરની આપત્તિમાંથી પણ તંત્ર ન શીખ્યું, ચોમાસા પહેલા ઠેર-ઠેર ખોદકામથી જનતા ત્રાહિમામ

Read Full Story arrow_forward
Gir Somnath : વેરાવળમાં તુરક સમાજના અગ્રણીની જાહેરમાં ગોળી મારી હત્યા કરનારા 4 ઝડપાયા
calendar_today May 21, 2026

Gir Somnath : વેરાવળમાં તુરક સમાજના અગ્રણીની જાહેરમાં ગોળી મારી હત્યા કરનારા 4 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. બુધવારે વેરાવળમાં તુરક સમાજના અગ્રણી જાવીદ તાજવાની પર જાહેરમાં બાઇક સવારોએ અંધાધૂંધ ફાયરિંગ કરતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. આ સમગ્ર રૂવાડા ઊભા કરી દેતા હત્યાકાંડના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મુખ્ય આરોપી ફારૂક મૌલાના બર્ગમેન મોપેડ પર આવ્યો મળતી વિગતો અનુસાર, વેરાવળમાં તુરક સમાજના પટેલ જાવીદ તાજવાની સાથે કોઈ અગમ્ય કારણોસર માથાભારે તત્વોને બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 5 થી વધુ મોપેડ અને બાઇક પર સવાર થઈને આવેલા હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારો અને બંદૂક સાથે હુમલો કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મુખ્ય આરોપી ફારૂક મૌલાના બર્ગમેન મોપેડ પર આવ્યો હતો અને સામાન્ય બોલાચાલી બાદ જાવીદ તાજવાની પર ફાયરિંગ કરી તમામ હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા જાવીદ તાજવાનીને તત્કાલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફારૂક મૌલાના સહિત 4 આરોપીઓને દબોચી લેવાયા આ ઘટના બાદ રાજકોટ ખાતે પેનલ પીએ કર્યા બાદ આજે મૃતદેહને ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે વેરાવળ લાવવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતા ગીર સોમનાથ પોલીસે તાબડતોબ ચક્રો ગતિમાન કર્યા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર ફારૂક મૌલાના સહિત કુલ ૪ આરોપીઓને દબોચી લીધા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર ઘટનાસ્થળ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કડક પેટ્રોલિંગ શરૂ કરાયું છે.આ પણ વાંચો----     Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Read Full Story arrow_forward
Rajkot: પડધરીના ખાખડાબેલા ગામના રસ્તે યુવકની હત્યા, કાર પાસેથી મળ્યો મૃતદેહ
calendar_today May 21, 2026

Rajkot: પડધરીના ખાખડાબેલા ગામના રસ્તે યુવકની હત્યા, કાર પાસેથી મળ્યો મૃતદેહ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે ગઈકાલે મધરાત્રે એક યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. ખાખડાબેલા ગામ જવાના મુખ્ય રસ્તા પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોને એક વ્યક્તિનો લોહીથી લથબથ મૃતદેહ જોવા મળ્યો હતો, જે અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.કાર પાસે જ મળી આવ્યો લોહીલુહાણ મૃતદેહઘટનાની ગંભીરતાને જોઈને પડધરી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા મૃતકની ઓળખ ખાખડાબેલા ગામના જ વતની ૪૦ વર્ષીય યુવરાજસિંહ જાડેજા તરીકે થઈ હતી. યુવરાજસિંહનો મૃતદેહ તેમની જ કારની બિલકુલ નજીક અત્યંત કમકમાટીભરી અને લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેમના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા કરવામાં આવ્યા હોવાના નિશાનો મળી આવ્યા હતા, જેના પરથી સ્પષ્ટ થાય છે કે અજાણ્યા હુમલાખોરોએ પૂરેપૂરા આયોજન સાથે તેમના પર ઓચિંતો હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલોઆ ચકચારી મર્ડર કેસમાં પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓનું પગેરું મેળવવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર પડધરી તાલુકામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશોમાં થતી ચર્ચા મુજબ, માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં પડધરીમાં આ બીજી હત્યાની ઘટના છે. બેક-ટુ-બેક બનેલા મર્ડરના બનાવોથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસના અપૂરતા પેટ્રોલિંગ અને નિષ્ક્રિયતાના કારણે જ ગ્રામ્ય વિસ્તારોમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. પોલીસે હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી અંગત અદાવત, નાણાકીય લેણદેણ કે અન્ય કોઈ કારણસર હત્યા થઈ છે કે કેમ, તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, લાખોના ખર્ચ પછી પણ પરિણામ શૂન્ય

Read Full Story arrow_forward