android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ભાવનગરમાં ટેમ્પો ચાલકની હત્યા કરી1.20લાખ લૂંટનાર કુખ્યાત આરોપીને સુરત પોલીસે અમદાવાદથી દબોચ્યો
calendar_today May 19, 2026

Surat: ભાવનગરમાં ટેમ્પો ચાલકની હત્યા કરી1.20લાખ લૂંટનાર કુખ્યાત આરોપીને સુરત પોલીસે અમદાવાદથી દબોચ્યો

વર્ષ 2009માં ભાવનગરના વેળાવદર વિસ્તારમાં એક ટેમ્પો ચાલકની ઘાતકી હત્યા કરી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીને પોલીસે 17 વર્ષના લાંબા ગાળા બાદ અમદાવાદથી જીવતો ઝડપી પાડ્યો છે.ટેમ્પો ચાલકની હત્યા અને 1.20 લાખની લૂંટઆ ચકચારી કેસની વિગત એવી છે કે, આજથી આશરે 17 વર્ષ પહેલાં ભાવનગરના વેળાવદર પોલીસ મથકની હદમાં એક ટેમ્પો ચાલકને નિશાન બનાવવામાં આવ્યો હતો. લૂંટારૂઓએ ટેમ્પો ચાલકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને તેની પાસે રહેલા રૂપિયા 1.20 લાખની રોકડ રકમની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. આ જઘન્ય ગુના અંગે વેળાવદર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, પરંતુ મુખ્ય આરોપી પોલીસ પકડથી સતત દૂર ભાગી રહ્યો હતો અને પોતાની ઓળખ બદલીને જુદા-જુદા શહેરોમાં આશરો લઈ રહ્યો હતો.સુરત પીસીબીની બાતમી અને અમદાવાદમાં ઓપરેશનદરમિયાન, સુરત પીસીબી પોલીસને ચોક્કસ ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી અમદાવાદમાં છુપાયેલો છે અને સામાન્ય નાગરિકની જેમ જીવન વિતાવી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત પીસીબીની ટીમે તાત્કાલિક અમદાવાદમાં દરોડો પાડીને આરોપી નાગેન્દ્ર ઉર્ફે મોનુભાઇ સરોજ ને રંગેહાથ ઝડપી લીધો હતો.આ પણ વાંચો: Banaskantha: ઐતિહાસિક અંબા મહેલ પરિસરમાં આગ લાગતાં અફરાતફરી, ફિલ્મ સિટીના અનેક સેટ અને ઓરડા બળીને ખાખ

Read Full Story arrow_forward
Ahmedabad News : હોદેદારો વિહોણી AMCમાં અધિકારીઓ બેફામ બન્યાં, સિંધુભવન વિસ્તારમાંથી AMTS બસ સ્ટોપ હટાવાયુ
calendar_today May 19, 2026

Ahmedabad News : હોદેદારો વિહોણી AMCમાં અધિકારીઓ બેફામ બન્યાં, સિંધુભવન વિસ્તારમાંથી AMTS બસ સ્ટોપ હટાવાયુ

અમદાવાદ મહાનગર પાલિકામાં ચૂંટણી બાદ હજી હોદ્દેદારોની નિમણૂક થઈ નથી. હોદ્દેદારો વિહોણી મનપામાં હવે અધિકારીઓ બેફામ બન્યાં છે. શહેરના સિંધુભવન વિસ્તારમાંથી ટાઈમ્સ સ્ક્વેર સામેનું AMTSનું સ્ટોપ હટાવી દેવાયું છે. આ ઉપરાંત પાકું બાંધકામ હટાવી બસ સ્ટેન્ડ 70 મીટર દૂર ખસેડી દીધુ હતું.બસ સ્ટેન્ડ લગાવવા ટ્રી ગાર્ડ ફેંકી દીધેલી હાલતમાં મૂકી રખાયું હતું. AMTS બસ સ્ટોપ મૂળ સ્થાનેથી આશરે 60 થી 70 મીટર દૂર ખસેડવામાં આવતાં ખાનગી કોમર્શિયલ કોમ્પ્લેક્સને લાભ કરાવવાના આક્ષેપો વચ્ચે વિવાદ ઊભો થયો છે. સિંધુભવન વિસ્તારમાંથી AMTS બસ સ્ટોપ હટાવાયુ મનપાની આ કામગીરીને કારણે પાછળ આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સને ખુલ્લો ફ્રન્ટ વ્યુ મળતો હોવાના કારણે ખાનગી એકમને લાભ કરાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગેની માહિતી અનુસાર, બસ સ્ટોપ ખસેડવાની કામગીરી સાથે જ છોડને પણ ટ્રી-ગાર્ડ સાથે દૂર કરવામાં આવ્યા છે. તેમજ નવા બાંધકામના અવશેષો જોવા મળતા જાહેર સંપત્તિના ઉપયોગ અને પર્યાવરણ સંબંધિત નિયમોના પાલન અંગે પણ સવાલો ઊભા થયા છે. AMTSના જનરલ મેનેજર કહ્યું તપાસ કરાવશું AMTSના મેનેજર પાંડેના જણાવ્યા મુજબ, બસ સ્ટોપ હટાવવાના મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે કોઈ સત્તાવાર ફાઈલ પ્રક્રિયામાં હતી કે નહીં અને નિર્ણય માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવશે. જ્યારે તપાસમાં જો કોઈ અનિયમિતતા સામે આવશે તો બસ સ્ટોપને ફરી મૂળ સ્થાન પર મૂકવામાં આવશે અને તોડફોડ તથા ફેરબદલનો ખર્ચ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે. આ પણ વાંચોઃ Surat News : સાંઇદર્શન માર્કેટના વેપારીનું ઉઠમણું, 19 વેપારીના 1.41 કરોડ સલવાયા

Read Full Story arrow_forward
Rajkot News :  જંગલેશ્વરમાંથી ગાંજાના જથ્થા સાથે નામચીન બુટલેગર ઝડપાયો
calendar_today May 19, 2026

Rajkot News : જંગલેશ્વરમાંથી ગાંજાના જથ્થા સાથે નામચીન બુટલેગર ઝડપાયો

રાજકોટ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવવાના પોલીસના અભિયાન દરમ્યાન ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાં દરોડો પાડી નામચીન બુટલેગરને રૂ.86 હજારની કિંમતના 1.735 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ તેની પુછતાછ કરતા દારૂનો ધંધો બંધ કરી બુટલેગરે માદક પદાર્થનો ધંધો શરૂ કરી સુરતથી પહેલી વાર ગાંજો લાવ્યો હતો પરંતુ વેંચે તે પુર્વે પોલીસે દબોચી લીધો હતો. પીઆઈ પરમાર સહિતી ટીમે દરોડો પાડ્યો પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતો અને અગાઉ દારૂ, મારામારી,ચોરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો અને બે વખત પાસાની હવા ખાઈ ચુકેલો નામચીન બુટલેગર ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્પ્રુડો ભીખુભાઈ પઠાણ માદક પદાર્થની હેરાફેરી કરતો હોવાની માહિતીના આધારે પીઆઈ પરમાર સહિતી ટીમે તેના ઘેર દરોડો પાડયો હતો. છુટક પડીકીઓ બનાવી વેચે તે પહેલા જ પકડાયો પોલીસની તલાસીમાં મકાનમાંથી રૂ.86 હજરની કિંમતનો 1.735 કિ.ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી પુછતાછ કરી હતી. પોલીસની પુછતાછમાં આ ગાંજાનો જથ્થો સુરત રેલ્વે સ્ટેશન પાસેથી અજાણ્યા શખસ પાસેથી ખરીદી કરી રાજકોટ આવી છુટક પડીકીઓ બનાવી વેચે તે પહેલા જ પકડાયો હોવાનુ રટણ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. આ પણ વાંચોઃ Dang: પૂર્વ પટ્ટીના વનવિસ્તારમાં લાગી ભયાનક આગ, ભારે જહેમત બાદ વન વિભાગે સ્થિતિ થાળે પાડી

Read Full Story arrow_forward