android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: અટલાદરાની મધુનગર સોસાયટીમાં ફ્લેટના લિફ્ટ રૂમમાંથી 2 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો
calendar_today May 19, 2026

Vadodara: અટલાદરાની મધુનગર સોસાયટીમાં ફ્લેટના લિફ્ટ રૂમમાંથી 2 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી શંકાસ્પદ મોતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અટલાદરાની મધુનગર સોસાયટીમાં આવેલા ફ્લેટના લિફ્ટ રૂમમાંથી એક ૨૫-૩૦ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવતા ફ્લેટના રહીશો અને આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. લિફ્ટના પેસેજ કે રૂમમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.બે દિવસથી શોધતો હતો પરિવારમળતી વિગતો અનુસાર, લિફ્ટ રૂમમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ વિજય સોલંકી તરીકે થઈ છે, જે આ જ મધુનગર સોસાયટીનો રહેવાસી હતો. વિજય છેલ્લા બે દિવસથી અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનો અને મિત્રો તેની જુદી-જુદી જગ્યાએ આતુરતાપૂર્વક શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગતો ન હતો. દરમિયાન, ગઈકાલે ફ્લેટના લિફ્ટ રૂમમાંથી વિજયની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કઢાયોલિફ્ટ રૂમ જેવા સાંકડા અને જોખમી ભાગમાં લાશ ફસાયેલી હોવાની જાણ થતાં જ સ્થાનીય લોકોએ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ અને અટલાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને લિફ્ટના રૂમમાંથી યુવકના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. લાશ બે દિવસ જૂની હોવાથી કોહવાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી.આ પણ વાંચો: Surat: ભાવનગરમાં ટેમ્પો ચાલકની હત્યા કરી1.20લાખ લૂંટનાર કુખ્યાત આરોપીને સુરત પોલીસે અમદાવાદથી દબોચ્યો

Read Full Story arrow_forward
Morbi: મની ટ્રાન્સફરના વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 8.38 લાખની લૂંટ
calendar_today May 19, 2026

Morbi: મની ટ્રાન્સફરના વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 8.38 લાખની લૂંટ

મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક અતિ ગંભીર અને સનસનાટીભરી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીને આંતરીને અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ આંચકીને નાસી છૂટ્યા છે. લૂંટારુઓએ ગુનાને અંજામ આપવા માટે વેપારીની આંખમાં મરચાની ભૂકી અને હથિયારનો ઉપયોગ કર્યો હતો.એક્ટિવાને કાર ભટકાડી નીચે પાડ્યોમળતી વિગતો અનુસાર, મોરબીમાં મની ટ્રાન્સફરનો બિઝનેસ કરતા ફારુક સુમરા નામના વેપારી યુવાન પોતાની એક્ટિવા મોટરસાયકલ પર રૂપિયા ૮,૩૮,૦૦૦ ની રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા લૂંટારુઓએ એક સ્વિફ્ટ કાર (જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 36 AN 1126 હોવાનું ખુલ્યું છે) ફારુકના એક્ટિવા સાથે ભટકાડી દીધી હતી. કાર અથડાવાના કારણે ફારુક રોડ પર નીચે પટકાયા હતા.મરચાની ભૂકી નાખી, છરી બતાવી લૂંટ ચલાવીફારુક સુમરા નીચે પડતાની સાથે જ સ્વિફ્ટ કારમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા. આ લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઈલ અપનાવીને સૌપ્રથમ ફારુકની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી જેથી તેઓ કંઈ જોઈ ન શકે. ત્યારબાદ તીક્ષ્ણ છરીની અણી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની પાસે રહેલી 8.38 લાખની રોકડ ભરેલી બેગ આંચકી લીધી હતી અને પળભરમાં જ પોતાની સ્વિફ્ટ કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા હતા.તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાઆ ધોળાદિવસે બનેલી લૂંટની ઘટનાના પગલે મોરબી વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર ફારુક સુમરાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને લૂંટારુઓને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાઇવે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ કારના નંબરના આધારે આરોપીઓનું પગેરું મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Read Full Story arrow_forward
India Press Freedom: અજ્ઞાની NGOના રિપોર્ટ વાંચીને.. નોર્વેની મીડિયાને વિદેશ મંત્રાલયનો જડબાતોડ જવાબ
calendar_today May 19, 2026

India Press Freedom: અજ્ઞાની NGOના રિપોર્ટ વાંચીને.. નોર્વેની મીડિયાને વિદેશ મંત્રાલયનો જડબાતોડ જવાબ

ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને માનવાધિકારના મુદ્દાઓ પર વિદેશ મંત્રાલયે (MEA) સોમવારે આકરૂ વલણ અપનાવ્યું છે. મંત્રાલયે નોર્વેના મીડિયા અને કેટલાક બિન-સરકારી સંગઠનો (NGO) દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો સખત જવાબ આપતા કહ્યું કે, ઘણા લોકો અજ્ઞાની સંગઠનો દ્વારા પ્રકાશિત અહેવાલો વાંચીને ભારત વિશે ખોટી ધારણાઓ બાંધી લે છે અને વાસ્તવિકતાથી અજાણ રહે છે.ખોટા અહેવાલો વાંચીને વાસ્તવિકતાથી અજાણ નોર્વેની રાજધાની ઓસ્લોમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રાલયના સચિવ (વેસ્ટ) સિબી જ્યોર્જે એક પત્રકાર સાથેની તીખી ચર્ચા દરમિયાન ભારતીય મીડિયા તંત્રની વ્યાપકતા અને તેની સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વ ભારતના મીડિયા જગતની વિશાળતાને યોગ્ય રીતે સમજી શક્યું નથી.'એકલા દિલ્હીમાં જ 200થી વધુ ટીવી ચેનલો છે'ભારતીય મીડિયાની પહોંચનો ઉલ્લેખ કરતા સિબી જ્યોર્જે જણાવ્યું કે, "તમે કદાચ જાણતા નથી કે ભારતમાં દરરોજ કેટલા વિપુલ માત્રામાં સમાચારો પ્રકાશિત થાય છે. રોજ સાંજે કેટલીય બ્રેકિંગ ન્યૂઝ સામે આવે છે. માત્ર દિલ્હીમાં જ અંગ્રેજી, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓની ઓછામાં ઓછી 200 ટીવી ચેનલો કાર્યરત છે. વૈશ્વિક સ્તરે લોકોને ભારતના આ વિશાળ કદ અને સ્કેલનો કોઈ અંદાજ જ નથી.તેમણે ઉમેર્યું કે, લોકો ભારતના કદ અને લોકતાંત્રિક વ્યવસ્થાને સમજ્યા વિના પ્રશ્નો પૂછે છે. કેટલાક અજ્ઞાન અને સમજણ વગરના બિન-સરકારી સંગઠનો (NGO) ના એક-બે અહેવાલો વાંચીને તેઓ ભારતની લોકશાહી પર ટિપ્પણી કરવા લાગે છે, જે તદ્દન ખોટું છે.'ભારત સમાનતા અને માનવાધિકારમાં દ્રઢપણે માને છે'વિદેશ મંત્રાલયના સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે અને અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં કાયદાકીય ઉપાયો પણ પ્રદાન કરે છે. ભારતના લોકતાંત્રિક મૂલ્યો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, દેશે આઝાદીના સમયથી જ મહિલાઓ માટે સમાન મતાધિકાર સુનિશ્ચિત કર્યો છે. મતદાન કરવાનો અને લોકશાહી ઢબે સરકાર બદલવાનો અધિકાર એ સ્વતંત્રતાનું સૌથી મોટું અને મજબૂત ઉદાહરણ છે.મહિલા અધિકારો અને બંધારણીય તાકાતનો ઉલ્લેખસિબી જ્યોર્જે મહિલાઓના અધિકારો અંગે પશ્ચિમી દેશોને અરીસો બતાવતા કહ્યું કે આપણું બંધારણ નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરે છે. વર્ષ 1947માં આઝાદીની સાથે જ અમે દેશની મહિલાઓને સમાન મતાધિકાર આપ્યો હતો. જ્યારે વિશ્વના એવા ઘણા દેશો છે, જેમણે ભારત કરતા કેટલાય દાયકાઓ પછી મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો. આ એ વાત સાબિત કરે છે કે આપણે સમાનતા અને માનવાધિકારમાં વિશ્વાસ રાખીએ છીએ. લોકશાહીમાં સરકાર બદલવાનો અને પોતાની મરજીથી વોટ આપવાનો અધિકાર જ માનવાધિકારનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે અને ભારતમાં આ પ્રક્રિયા પર આપણને ગર્વ છે. મીડિયા સ્વતંત્ર રીતે જ કામ કરે છેતેમણે અંતમાં સ્પષ્ટ કર્યું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જ્યાં મીડિયા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરે છે અને જનતાને પોતાની વાત રજૂ કરવાની પૂરેપૂરી આઝાદી છે. ભારતની લોકતાંત્રિક પ્રણાલી અને બંધારણ દેશની સૌથી મોટી તાકાત છે, અને સરકાર તેની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

Read Full Story arrow_forward