android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાતને ટીબી મુક્ત કરવા સરકારનો મોટો નિર્ણય
calendar_today May 18, 2026

Gandhinagar News: ગુજરાતને ટીબી મુક્ત કરવા સરકારનો મોટો નિર્ણય

ગુજરાતને સંપૂર્ણપણે ટીબી (ક્ષય) મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા એક બહુ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટીબીના દર્દીઓને ઝડપથી સ્વસ્થ કરવા અને તેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આરોગ્યલક્ષી ખાસ ન્યુટ્રીશન યોજનાને મંજૂરી આપવામાં આવી છે.કુપોષિત દર્દીઓ અને બાળકો માટે વિશેષ યોજના સરકારના નવા નિર્ણય મુજબ, ટીબીની બીમારીનો સામનો કરી રહેલા અને 42 કિલો કરતાં ઓછું વજન ધરાવતા તમામ પુખ્ત વયના દર્દીઓ તેમજ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ યોજનાનો સીધો લાભ આપવામાં આવશે. ટીબીના વાયરસ સામે લડવા માટે દર્દીના શરીરમાં પૂરતું પોષણ હોવું અનિવાર્ય હોવાથી, સરકાર દ્વારા આ તમામ નબળા દર્દીઓને સતત 6 મહિના સુધી 'રેડી ટુ ઇટ' ન્યુટ્રીશન (Ready-to-Eat Nutrition) એટલે કે પૌષ્ટિક આહાર કીટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા રાજ્યપાલની તાકીદ આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટીબીના રોગને જડમૂળથી ઉખાડવા માટે નશામુક્તિ અભિયાન પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, રાજ્યમાં નશાની નકારાત્મક અસરો સામે વ્યાપક જાગૃતિ લાવવામાં આવે, કારણ કે નશાની આદત માણસની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે અને ટીબી જેવા ગંભીર રોગોને નિમંત્રણ આપે છે. સરકારના આ સઘન પ્રયાસોથી ગુજરાત આગામી સમયમાં ટીબી મુક્ત બનવા તરફ ઝડપથી આગળ વધશે. આ પણ વાંચો - Gandhinagar News: વર્ગ-2નો અધિકારી રૂ. 50 હજાર લેતા રંગેહાથે ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabadના વટવામાં કૌટુંબિક ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ, 4 શખ્સોએ પરિવાર પર કર્યો જીવલેણ હુમલો
calendar_today May 18, 2026

Ahmedabadના વટવામાં કૌટુંબિક ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ, 4 શખ્સોએ પરિવાર પર કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના વટવા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચકચાર મચી ગઈ છે. વટવામાં આવેલી અલ-કુબ્રા સોસાયટી પાસે જૂની અદાવત અને કૌટુંબિક અણબનાવના કારણે એક પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હુમલાખોરોએ તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારોનો છૂટથી ઉપયોગ કરીને જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.સગા સાળાએ સાથીદારો સાથે મળીને મચાવ્યો આતંકકૌટુંબિક ઝઘડાની જૂની અદાવત રાખીને સગા સાળાએ પોતાના અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને કુલ ચાર શખ્સોએ આ આખા પરિવાર પર આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હતો. તલવાર અને ધોકાના આડેધડ ઘા વાગવાના કારણે પરિવારના બે સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્તો અને પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ બાદ સગા સાળા સહિત ચારેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વટવા પોલીસે આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Suvendu Adhikari PA Murder Case : સીબીઆઈને મળી મોટી સફળતા, મુખ્ય શૂટર રાજકુમાર સિંહની કરાઈ ધરપકડ
calendar_today May 18, 2026

Suvendu Adhikari PA Murder Case : સીબીઆઈને મળી મોટી સફળતા, મુખ્ય શૂટર રાજકુમાર સિંહની કરાઈ ધરપકડ

CBIએ મુઝફ્ફરનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરીને પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યા કેસમાં મુખ્ય આરોપી રાજકુમાર સિંહની ધરપકડ કરી છે. આરોપીને મુઝફ્ફરનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ એજન્સી હવે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને મંગળવારે કોલકાતાની વિશેષ CBI કોર્ટમાં રજૂ કરશે. 6 મેના રોજ બની હતી ઘટના ચંદ્રનાથ રથની 6 મેની રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બે દિવસમાં જ આ ઘટના બની હતી. રથ કોલકાતા જઈ રહ્યા હતા, ત્યારે નોર્થ 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામના દોલતલા વિસ્તારમાં બાઈક પર આવેલા હુમલાખોરોએ નજીકથી ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. બાદમાં કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. શુભેન્દુ અધિકારીએ રથના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ભાજપે ઘટનાનો આરોપ TMC પર મુક્યો આ પહેલા પણ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યને બક્સરમાંથી ઝડપાયા હતા, જ્યારે રાજ સિંહને બાલિયામાંથી પકડાયો હતો. આ કેસમાં અત્યાર સુધી કુલ ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હત્યાકાંડ બાદ ભાજપે આ ઘટનાનો આરોપ TMC પર મૂક્યો હતો. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપીઓને કડક સજા તેમજ પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી. ટીએમસીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપીને કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસની માગ કરી હતી, જેથી જવાબદાર લોકોને ઝડપથી કાયદા સામે લાવી શકાય. આ પણ વાંચો : Twisha Sharma Case : ફરાર પતિ સમર્થના આગોતરા જામીનની અરજી રદ, ધરપકડ માટે 10,000ના ઈનામની જાહેરાત

Read Full Story arrow_forward