android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi : ધોળાદિવસે મની ટ્રાન્સફરના વેપારીને છરી બતાવી 8 લાખની સનસનાટીભરી લૂંટ
calendar_today May 18, 2026

Morbi : ધોળાદિવસે મની ટ્રાન્સફરના વેપારીને છરી બતાવી 8 લાખની સનસનાટીભરી લૂંટ

મોરબીના ઉદ્યોગ નગર ગણાતા સરતાનપર રોડ પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીપૂર્ણ લૂંટની ઘટના સામે આવી છે. ફિલ્મી સ્ટાઈલથી બનેલી આ ઘટનામાં એક કાર સવાર ટોળકીએ મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા યુવકને નિશાન બનાવ્યો હતો. લૂંટારુઓએ ધોળાદિવસે યુવકની એક્ટિવાને કારથી જોરદાર ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ છરીની અણીએ આશરે 8 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ લૂંટીને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા.એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી મળતી માહિતી મુજબ, ફારૂક સુમરા નામનો યુવાન મોરબીમાં મની ટ્રાન્સફર (નાણાંની હેરફેર) નું કામકાજ કરે છે. તે પોતાની એક્ટિવા પર મોટી રકમની રોકડ લઈને સરતાનપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ રેકી કરીને ટાંપીને બેઠેલા ત્રણ અજ્ઞાત શખ્સો કાર લઈને તેની પાછળ પડ્યા હતા. લૂંટારુઓએ પીછો કરીને ફારૂકની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેથી ફારૂક રોડ પર ફંગોળાયો હતો અને તેને શરીરે ઈજાઓ પહોંચી હતી.  8 લાખથી વધુની રોકડ ભરેલી બેગ આંચકી લીધી ફારૂક નીચે પડતા જ કારમાંથી ત્રણ શખ્સો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. તેમણે ફારૂક સુમરાને ઘેરી લઈ તેના ગળા પર તીક્ષ્ણ છરી ધરી દીધી હતી અને જીવથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલી અંદાજિત 8 લાખથી વધુની રોકડ ભરેલી બેગ આંચકી લીધી હતી. લૂંટના આ મિશનને અંજામ આપી ત્રણેય તસ્કરો પોતાની કારમાં બેસી ગણતરીની સેકન્ડોમાં હાઇવે પર ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવક સિવિલ ખસેડાયો આસપાસના લોકો તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ફારૂકની મદદે દોડ્યા હતા અને તેને તાબડતોબ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાઇવે પર આટલી મોટી લૂંટની ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભોગ બનનારની પ્રાથમિક પૂછપરછના આધારે સમગ્ર જિલ્લામાં અને હાઇવે પર ચુસ્ત 'નાકાબંધી' ઓર્ડર કરી દીધી છે. લૂંટારુઓ કઈ કારમાં આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો----    Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

Read Full Story arrow_forward
Viral Video: ટ્રેન મોડી પડે તો કોનો વાંક? લોકો-પાયલટે વીડિયો બનાવીને જણાવ્યું મોટું રહસ્ય
calendar_today May 18, 2026

Viral Video: ટ્રેન મોડી પડે તો કોનો વાંક? લોકો-પાયલટે વીડિયો બનાવીને જણાવ્યું મોટું રહસ્ય

ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરી દરમિયાન ઘણીવાર ટ્રેન અધવચ્ચે કલાકો સુધી ઉભી રહી જાય ત્યારે મુસાફરો કંટાળીને લોકો-પાયલટ (ડ્રાઈવર)ને દોષ આપવા લાગે છે. પરંતુ, શું ખરેખર ટ્રેન મોડી પડવા પાછળ લોકો-પાયલટ જવાબદાર હોય છે? તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર @Divya_Tripa23 નામના એકાઉન્ટ પરથી શેર થયેલા એક વાયરલ વીડિયોએ આ ભ્રમ દૂર કર્યો છે, જેમાં ખુદ એક લોકો-પાયલટે ટ્રેન લેટ થવાનું સાચું કારણ જણાવ્યું છે.વીડિયોમાં લોકો-પાયલટે શું કહ્યું? વાયરલ વીડિયોમાં ટ્રેનની કેબિનમાં બેઠેલો લોકો-પાયલટ કહે છે, "મિત્રો, અત્યારે અમારું સિગ્નલ લાલ છે અને જ્યાં સુધી તે લાલ રહેશે, ત્યાં સુધી અમારે અહીં જ થોભવું પડશે. સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે ડ્રાઈવરના કારણે ટ્રેન મોડી પડે છે, પરંતુ સત્ય એ છે કે લોકો-પાયલટના લીધે ટ્રેન એક મિનિટ પણ લેટ નથી થતી. અમે હંમેશાં તૈયાર જ હોઈએ છીએ કે જેવું સિગ્નલ પીળું કે લીલું થાય, અમે તરત જ ટ્રેન આગળ વધારીએ. આખરે અમારે પણ સમયસર ઘરે પહોંચવું હોય છે." રેલવે કંટ્રોલ બોર્ડ અને સ્ટેશન માસ્ટરની ભૂમિકા તેણે આગળ સમજાવ્યું કે ટ્રેન ક્યારે ચાલશે તે ડ્રાઈવર નક્કી નથી કરતો, પરંતુ રેલવે કંટ્રોલ બોર્ડ નક્કી કરે છે. કંટ્રોલ બોર્ડમાં બેઠેલા અધિકારીઓ સ્ટેશન માસ્ટરને કઈ ટ્રેન પહેલાં છોડવી અને કઈ ટ્રેનને રોકી રાખવી તેની સૂચના આપે છે. વીઆઈપી કે સુપરફાસ્ટ ટ્રેનોને રસ્તો આપવા માટે ઘણીવાર પેસેન્જર ટ્રેનોને આઉટર પર ઊભી રાખવામાં આવે છે. વાયરલ વીડિયો પર હજારો લોકોની પ્રતિક્રિયા લોકો-પાયલટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને હજારો લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. જેમાં એક યુઝરે લખ્યું, "આજે આટલું મોટું સત્ય સામે આવ્યું," જ્યારે અન્ય એકે લખ્યું કે, "હવે ખબર પડી કે ટ્રેન કલાકો સુધી કેમ પડી રહે છે." આ વીડિયોએ સાબિત કર્યું છે કે ટ્રેન મોડી પડવામાં ડ્રાઈવરનો કોઈ વાંક હોતો નથી.નોંધ: આ સમાચારમાં તમને આપવામાં આવેલી બધી માહિતી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે અને સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  PM મોદીની નોર્વેના પીએમ જોનાસ સાથે દ્વિપક્ષીય બેઠક
calendar_today May 18, 2026

Gujarat Latest News Live : PM મોદીની નોર્વેના પીએમ જોનાસ સાથે દ્વિપક્ષીય બેઠક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward