Kheda News: કપડવંજ-ડાકોર રોડ પર બસ અને ટ્રક અથડાયા, બે ઘાયલ
ખેડા જિલ્લાના કપડવંજ-ડાકોર રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. કપડવંજ ડાકોર રોડ પર આજે સતત ત્રીજા દિવસે ત્રીજો અકસ્માત નોંધાતા વાહનચાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કપડવંજ નજીક આવેલા નવા મુવાડા ગામ પાસે એક મુસાફરો ભરેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.બંને બાજુ 2-2 કિલોમીટર સુધી લાગ્યો વાહનોનો જામ બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના કારણે કપડવંજ-ડાકોર માર્ગ પર વાહનોની ગતિ થંભી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તાની વચ્ચે હોવાને કારણે હાઈવેની બંને બાજુએ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી સેંકડો વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા, જેના કારણે મુસાફરો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કપડવંજ રૂરલ પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો ઘટનાની જાણ થતાં જ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સૌપ્રથમ ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડી, બંને બાજુનો ટ્રાફિક હળવો કરીને રસ્તો ખુલ્લો કરાવવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો - Kheda: મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના 251થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
Read Full Story arrow_forward