Palghar Road Accident: લગ્નના મહેમાનોને લઈ જતા ટ્રકની કન્ટેનર સાથે ટક્કર, 12ના મોત, 25થી વધુ લોકો ઘાયલ
લગ્નના મહેમાનોને લઈ જતો ટ્રક કન્ટેનર સાથે અથડાતા 12ના મોત અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતથી ચકચાર પાલઘર જિલ્લાના ધનિવારી ગામ નજીક આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રક કન્ટેનર સાથે અથડાયો ત્યારે ટ્રકમાં આશરે 100 લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે, ટ્રક નિયંત્રણ બહાર જતા રસ્તા પર પલટી હતી. અકસ્માત પછી તરત જ ઘટનાસ્થળે અફડાતફડી મચી હતી. ઘાયલોની સારવાર શરુ વાહન નીચે અને અંદર ઘણા લોકો ફસાયા હતા. નજીકના ગ્રામજનો સૌથી પહેલા પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, ત્યારબાદ વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તમામ ઘાયલોને કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અહીં કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારી સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. પોલીસ તપાસ શરુ ટ્રકમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ અકસ્માત ઝડપી ગતિ, ડ્રાઇવરની બેદરકારી કે અન્ય કોઈ ટેકનિકલ કારણોસર થયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શક્ય તમામ તબીબી સહાયની ખાતરી આપી છે. આ અકસ્માતે ફરી એકવાર માલવાહક વાહનોમાં મોટી સંખ્યામાં લોકોની મુસાફરીની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. આ પણ વાંચોઃ બિહારના ખગરિયામાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
Read Full Story arrow_forward