android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bullet Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રેલ્વે મંત્રાલયે તસવીર શેર કરી
calendar_today May 18, 2026

Bullet Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રેલ્વે મંત્રાલયે તસવીર શેર કરી

ભારતમાં પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનને લઈને મોટી અપડેટ સામે આવી છે. ભારતીય રેલવેના ઈતિહાસમાં નવા અધ્યાયની શરૂઆત કરતા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પ્રોજેક્ટની તસવીર રેલ મંત્રાલયના ગેટ નંબર 4 પર પ્રદર્શિત કરવામાં આવી છે, જે સામાન્ય નાગરિકોનું ધ્યાન ખેંચી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 508 કિમી લાંબા રૂટ પર બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. 2 કલાકમાં મુસાફરી થશે પૂર્ણ જેના કારણે મુંબઈથી અમદાવાદની મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થઈ જશે. હાલ આ મુસાફરીમાં લગભગ 6થી 8 કલાક લાગે છે. આ પ્રોજેક્ટને જાપાનની ટેકનિકલ અને આર્થિક સહાયથી આગળ વધારવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે, જેમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનમાં ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન અને આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ હશે. 2017માં પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં પ્રોજેક્ટની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આ ભારતને વિકસિત દેશ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. હાલમાં સુરત, વડોદરા અને અમદાવાદમાં વાયડક્ટ, બ્રિજ અને સ્ટેશનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપાનના વડાપ્રધાન શિન્જો આબે દ્વારા અમદાવાદમાં શિલાન્યાસ કરીને કરવામાં આવી હતી. શરૂઆતમાં 2023 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય હતો, પરંતુ કોરોના મહામારી અને અન્ય પડકારોને કારણે હવે 2027-28 સુધી કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે. રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને દરિયા નીચે ટનલનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પણ વાંચો : UP: રસ્તા પર નમાજને મંજૂરી નહીં..CM યોગી આદિત્યનાથની કડક ચેતવણી

Read Full Story arrow_forward
Bihar Khagaria Accident: બિહારના ખગરિયામાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
calendar_today May 18, 2026

Bihar Khagaria Accident: બિહારના ખગરિયામાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

રોંગ સાઇડથી આવતી ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં સાત લોકોના મોત થયા અને 4 લોકો ઘાયલ થયા હતા. NH 31 પર અકસ્માત બિહારના ખગરિયામાં ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા. માનસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH 31 પર થાથા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી ચકચાર ઘાયલોને સારવાર માટે ખગરિયા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, એક યુવતી, બે યુવાનો અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો ઘાયલોને બચાવવા દોડી આવ્યા હતા. ત્યારે ટ્રકના ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા ટ્રક અને કારને પણ ટક્કર મારી હતી. માહિતી મળતાં જ માનસી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પરિસ્થિતિને કાબુમાં લીધી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. સ્થાનિકોમાં રોષનો માહોલ અકસ્માતને કારણે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુમાં ખસેડવાની પણ ફરજ પડી હતી. જેથી ટ્રાફિક સુચારુ રીતે ચાલુ રહે છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો છે. તેમણે ટ્રક ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ચાલક પોતાનું વાહન છોડીને ભાગી ગયો હતો. છે. પોલીસ તેની તપાસ શરુ કરી છે. આ પણ વાંચોઃ Russiaના આ મિત્રને મળશે 10 પરમાણુ શસ્ત્રો, જાણો કેવી રીતે?

Read Full Story arrow_forward
PM મોદીને નોર્વેના સર્વોચ્ચ સન્માન 'ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ'થી સન્માનિત કરાયા
calendar_today May 18, 2026

PM મોદીને નોર્વેના સર્વોચ્ચ સન્માન 'ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ'થી સન્માનિત કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ જોડાઈ છે. યુરોપિયન દેશ નોર્વેએ તેમને પોતાના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત કર્યા છે. ઓસ્લોના કાર્યક્રમમાં 18 મે, સોમવારે આ સન્માન આપવામાં આવ્યું. આ સાથે વડાપ્રધાન મોદીને વિદેશથી મળેલું આ 32મું મોટું આંતરરાષ્ટ્રીય સન્માન બની ગયું છે. ભારતની વૈશ્વિક સ્તરે વધી રહેલી પ્રતિષ્ઠાનું પ્રતિક તરીકે આ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે. ઈટાલીના પ્રવાસે પણ જશે વડાપ્રધાન મોદી વડાપ્રધાન મોદી હાલમાં પાંચ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ પર છે. આ પ્રવાસની શરૂઆત 15 મેના રોજ UAEથી થઈ હતી, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ નેધરલેન્ડ્સ થઈને નોર્વે પહોંચ્યા હતા. અહીં ત્રીજા ભારત-નોર્ડિક સમિટ અને દ્વિપક્ષીય બેઠકમાં તેમની હાજરી રહી, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ. નોર્વે બાદ વડાપ્રધાન મોદીનો આગામી કાર્યક્રમ ઈટાલીનો પ્રવાસ છે. આ મુલાકાતો દરમિયાન વેપાર, ટેકનોલોજી, રોકાણ અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. 43 વર્ષ બાદ ભારતના કોઈ વડાપ્રધાન નોર્વેની સત્તાવાર મુલાકાતે આ પ્રવાસની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે લગભગ 43 વર્ષ બાદ ભારતના કોઈ વડાપ્રધાન નોર્વેની સત્તાવાર મુલાકાતે ગયા છે. આ લાંબા સમય પછીની મુલાકાતને લઈને નોર્વેમાં વસતા ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ વડાપ્રધાન મોદીના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ પણ કરી રહ્યા છે. આ સમગ્ર પ્રવાસને ભારતની વિદેશ નીતિ અને વૈશ્વિક સ્તરે વધતી ભૂમિકાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે, જે ભારત-યુરોપ સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ પણ વાંચો : USA-Iran યુદ્ધ વચ્ચે મોટો ખુલાસો, પાકિસ્તાને સાઉદી અરબ મોકલ્યા ફાઈટર જેટ્સ અને 8000 સૈનિક

Read Full Story arrow_forward