Gir Somnath News : સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી, માત્ર એક બેઠકની બહુમતિએ ચિંતા વધારી
ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોને સંતાડવામાં આવતા હતાં. હવે ભાજપે પોતાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકામાં સત્તા મુદ્દે ધમાસાણ મચી જવા પામી છે. ભાજપના પ્રમુખ પદે નામ જાહેર કરવામાં સસ્પેન્સ ચાલ્યું છે. જેને લઈને આજે નગર સેવકોની બેઠક બોલાવાઈ હતી. બંધ કવરમાં નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. 24 નગર સેવકોને સુરક્ષિત સ્થળે ખસેડવા કવાયત એક બેઠકની બહુમતિ હોવાથી ભાજપમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. જેથી 24 નગર સેવકોને સુરક્ષિત સ્થળે ખસેડવા કવાયત કરાઈ છે. આવતીકાલે 11 વાગ્યે ભાજપની બેઠક યોજાશે. ગીર સોમનાથમાં ભાજપના નગર સેવકો કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વેરાવળ નગર પાલિકામાં 4 બેઠકો સાથે ભાજપ બહુમતિમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ એક બેઠક યોજી હતી. ખાનગી ફાર્મ હાઉસમાં કોંગ્રેસના નગર સેવકો સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ બેઠકમાં ભાજપના અમુક નગર સેવકો કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તલાલા તાલુકા પંચાયતમાં પણ સત્તાનો સંગ્રામ બીજી તરફ ગીર સોમનાથમાં તલાલા તાલુકા પંચાયતમાં પણ સત્તાનો સંગ્રામ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના સાત સદસ્યોની પ્રભારી સાથે મુલાકાત થઈ છે. તલાલાના માધુપુર ગીર ગામમાં મુલાકાત થઈ હતી. આગામી 23મી તારીખે તાલુકા પંચાયતના નવા સુકાનીઓની બેઠક મળશે. આ પંચાયતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને સત્તામાં આવે તેવી શક્યતાઓ છે. આ તાલુકા પંચાયતમાં 22 બેઠકો પૈકીની 9 બેઠકો પર ભાજપ, સાત બેઠકો પર આમ આદમી પાર્ટી અને બે બેઠકો પર કોંગ્રેસના સદસ્યો જીત્યા છે. સત્તામાં આવવા માટે ભાજપ કે આમ આદમી પાર્ટી પાસે બહુમતિ નથી. જેથી ભાજપની તડજોડની નીતિ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ પણ વાંચોઃ Gold Silver Rate Today : ટ્રમ્પે આપ્યુ અલ્ટીમેટમ, ઘટી ગયો સોનાનો ભાવ, જાણો લેેેટેસ્ટ રેટ
Read Full Story arrow_forward