android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: અકસ્માતની એક સેકન્ડ પહેલાં સીટબેલ્ટ બાંધનાર યુવાન જીવતો બચ્યો, 2 મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
calendar_today May 18, 2026

Mahisagar: અકસ્માતની એક સેકન્ડ પહેલાં સીટબેલ્ટ બાંધનાર યુવાન જીવતો બચ્યો, 2 મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

મહીસાગર જિલ્લાના કડાણાથી સંતરામપુર માર્ગ પર થોડા દિવસો અગાઉ બનેલા એક ભયાનક કાર અકસ્માતનો વીડિયો આજે વાહનચાલકોની આંખો ઉઘાડી રહ્યો છે. કારની અંદર સવાર યુવાનોની સહેજ અમથી બેદરકારી અને સ્પીડની મજા કેવી રીતે બે પરિવારોના વહાલસોયા દીકરાઓને કાળનો કોળિયો બનાવી ગઈ, તેનો જીવતો-જાગતો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ અકસ્માતમાં કારમાં સવાર ૫ યુવકોમાંથી બેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે."ગાડી ધીમી ચલાવ..." અને કાર ઝાડ સાથે અથડાઈવાયરલ વીડિયો અનુસાર, કારની અંદર પાંચ મિત્રો સવાર હતા અને કાર ખૂબ જ ઊંચી ઝડપે (ઓવર સ્પીડ) દોડી રહી હતી. કારની અંદર યુવાનો મોજ-મસ્તી કરી રહ્યા હતા અને વીડિયો શૂટ થઈ રહ્યો હતો. આ દરમિયાન કારની સ્પીડ જોખમી જણાતા એક યુવકે ડ્રાઇવરને ગાડી ધીમી ચલાવવા માટે ટોક્યો પણ હતો. પરંતુ ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અને જોતજોતામાં એક મોટા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.1 સેકન્ડ પહેલા લગાવેલો સીટબેલ્ટ જીવતદાન આપી ગયો!આ સમગ્ર દુર્ઘટનામાં કુદરતનો એક ચમત્કાર અને ટ્રાફિક નિયમોનું મહત્વ સાબિત કરતો કિસ્સો જોવા મળ્યો. ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલા યુવકને જોખમનો અહેસાસ થતાં જ તેણે એકાએક સીટબેલ્ટ (Seat belt) લગાવી દીધો હતો. સીટબેલ્ટ લોક થયાની બરાબર એકાદ સેકન્ડની અંદર જ કાર ઝાડ સાથે અથડાઈ પડી હતી. સીટબેલ્ટ લગાવેલો હોવાના કારણે અકસ્માત થતાં જ કારની એરબેગ (Airbag) સમયસર ખૂલી ગઈ હતી અને તે યુવક લોખંડી કબાટ બનેલી કારમાંથી પણ સુરક્ષિત અને જીવતો બહાર નીકળી આવ્યો હતો.ટ્રાફિક પોલીસની વાહનચાલકોને માર્મિક અપીલઆ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ટ્રાફિક પોલીસે તેને વાહનચાલકોની જાગૃતિ માટેનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. ટ્રાફિક પોલીસે અપીલ કરતાં જણાવ્યું છે કે, પોલીસ દંડ વસૂલવા માટે નહીં પરંતુ તમારો જીવ બચાવવા માટે સીટબેલ્ટ અને હેલ્મેટ આગ્રહ રાખે છે. આ અકસ્માત સાબિત કરે છે કે જો બાકીના યુવાનોએ પણ સીટબેલ્ટ પહેર્યો હોત તો કદાચ આજે બે આશાસ્પદ યુવાનોના મોત ન થયા હોત.આ પણ વાંચો: Rajkot: પતિના અફેર અને સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પોલીસ ફરિયાદ નોંધાઈ

Read Full Story arrow_forward
Ahmedabad : વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો, કાર ચાલકને માર માર્યો
calendar_today May 18, 2026

Ahmedabad : વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો, કાર ચાલકને માર માર્યો

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જ એક રક્ષકે નશાના ઓઠા હેઠળ ભક્ષક બનીને જાહેર રસ્તા પર આતંક મચાવ્યો હોવાની શરમજનક ઘટના વિરમગામ શહેરમાંથી સામે આવી છે. વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર આવેલી ભરી બજારમાં કાયદાના નશા કરતા દારૂના નશામાં વધુ ધૂત એવા એક પોલીસ કોન્સ્ટેબલે ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ કોન્સ્ટેબલે માત્ર સામાન્ય નાગરિક સાથે જ ગુંડાગર્દી નથી કરી, પરંતુ બચાવવા આવેલા પોતાના જ અધિકારી PSI સામે પણ સરેઆમ ખાખીનો રોફ જમાવ્યો હતો. કાર ચાલક સાથે જાહેર રસ્તા પર મારામારી મળતી વિગતો અનુસાર, ગોલવાડી દરવાજા સર્કલ પાસેથી એક કાર પસાર થઈ રહી હતી. આ સમયે સાદા કપડામાં અને નશાની હાલતમાં ચૂર જયંતીભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલે અચાનક જ કાર ચાલક સાથે કોઈ નજીવી બાબતે માથાકૂટ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે નશામાં ધૂત કોન્સ્ટેબલે કાયદાનું ભાન ભૂલીને કાર ચાલક સાથે જાહેર રસ્તા પર મારામારી શરૂ કરી દીધી હતી અને આવેશમાં આવીને કારના કાચ પણ તોડી નાખ્યા હતા. ભરબજારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પીએસઆઈ સામે પણ ઉગ્ર બોલાચાલી કરી આ હંગામાની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના જ સાથી કર્મચારીને આ સ્થિતિમાં જોઈ પીએસઆઈએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશામાં અંધ બનેલા કોન્સ્ટેબલ જયંતીભાઈએ પીએસઆઈ સામે પણ સરેઆમ ઉગ્ર બોલાચાલી કરીને રોફ જમાવ્યો હતો.  કોન્સ્ટેબલ જયંતીભાઈની અટકાયત જાહેર રસ્તા પર પબ્લિક ડ્રામા વધતો જોઈ વિરમગામ પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ટાઉન પોલીસે નશાની હાલતમાં આતંક મચાવનાર પોતાના જ કોન્સ્ટેબલ જયંતીભાઈની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અને ભોગ બનનાર કાર ચાલક બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે, જ્યાં ગુનો નોંધીને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની અને ખાતાકીય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો----    Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

Read Full Story arrow_forward
Vadodara : હવે મારાથી ભણાતું નથી..કહીને પોલીટેક્નિકના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today May 18, 2026

Vadodara : હવે મારાથી ભણાતું નથી..કહીને પોલીટેક્નિકના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા શહેરમાંથી વિદ્યાર્થીઓમાં વધી રહેલા ભણતરના તણાવ અને ડિપ્રેશનનો વધુ એક અત્યંત દિલધડક કિસ્સો સામે આવ્યો છે. શહેરના બાપોદ પોલીસ મથકની હદમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાના આઘાતમાં અને પરિવારના સપના પૂરા ન કરી શકવાના બોજ હેઠળ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ એક અત્યંત ભાવુક વીડિયો પણ બનાવ્યો હતો, જેણે તેના પરિવાર સહિત સમગ્ર વડોદરાવાસીઓની આંખો ભીની કરી દીધી છે. માતા-પિતા અને પરિવારના સપના પૂરા કરી શક્યો નથી મળતી વિગતો અનુસાર, મૂળ કિરણ મકવાણા નામનો આ યુવક વડોદરામાં પોલીટેક્નિકના બીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં જ કોલેજનું પરિણામ આવ્યું હતું, જેમાં કિરણ નાપાસ થયો હતો. પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ તે ભારે નાસીપાસ થઈ ગયો હતો અને સતત માનસિક તણાવમાં જીવી રહ્યો હતો. તેને એ વાતનો પસ્તાવો હતો કે તે તેના માતા-પિતા અને પરિવારના સપના પૂરા કરી શક્યો નથી. આપઘાત પહેલા બનાવ્યો છેલ્લો વીડિયો કિરણે મોતને વહાલું કરતા પહેલા પોતાના મોબાઈલમાં એક સેલ્ફી વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે ભારે હૈયે પોતાની બહેન, ભાઈ અને માતા-પિતાની માફી માંગી હતી. તેણે રડતા સાદે વીડિયોમાં જણાવ્યું હતું કે, "હવે મારાથી ભણાતું નથી..." આ શબ્દો કહ્યા બાદ તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. બાપોદ પોલીસે તપાસ શરુ કરી ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે વિદ્યાર્થીનો મોબાઈલ અને વીડિયો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક જગતમાં ફરી એકવાર ચર્ચા જાગી છે કે વાલીઓએ બાળકો પર ભણતરનું કે સપનાઓનું એટલું દબાણ ન બનાવવું જોઈએ કે તેઓ આવું આત્યંતિક પગલું ભરવા મજબૂર થઈ જાય.આ પણ વાંચો----    Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

Read Full Story arrow_forward