android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajnath Singh 2 દેશના પ્રવાસ માટે થયા રવાના, સૈન્ય અને દરિયાઈ સહયોગ વધારવા પર થશે ચર્ચા
calendar_today May 18, 2026

Rajnath Singh 2 દેશના પ્રવાસ માટે થયા રવાના, સૈન્ય અને દરિયાઈ સહયોગ વધારવા પર થશે ચર્ચા

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવું, સૈન્ય સહકાર મજબૂત બનાવવો અને રક્ષા ઉદ્યોગોમાં ભાગીદારી વધારવાનો છે. પ્રવાસ પહેલા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત સૈન્ય અને દરિયાઈ સહકારને વધુ મજબૂત બનાવવા પર ખાસ ધ્યાન આપશે. ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે પ્રવાસના પ્રથમ તબક્કામાં રક્ષા મંત્રી 18 અને 19 મે દરમિયાન વિયેતનામની મુલાકાત લેશે. બંને દેશો વચ્ચેની ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ વિયેતનામના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ દરમિયાન આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવી હતી. રવાના થતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજનાથ સિંહે લખ્યું હતું કે તેઓ વ્યૂહાત્મક સૈન્ય સહકારને વધુ ગાઢ બનાવવાના, રક્ષા ઔદ્યોગિક ભાગીદારી મજબૂત કરવાની અને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે સમુદ્રી સહકાર વધારવાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રક્ષા ભાગીદારી વિઝન 2030 પર ચર્ચા વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ ત્યાંના રક્ષા મંત્રી જનરલ Phan Van Giang સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો વર્ષ 2022માં નક્કી કરાયેલા ‘રક્ષા ભાગીદારી વિઝન 2030’ હેઠળ આગળ વધવાની વ્યૂહરચના પર ચર્ચા કરશે. આ પહેલા વિયેતનામના રાષ્ટ્રપતિ To Lamએ 5થી 7 મે દરમિયાન ભારતની ત્રણ દિવસીય રાજકીય મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીના આમંત્રણ પર થયેલી આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને ‘Enhanced Comprehensive Strategic Partnership’ના સ્તરે લઈ જવાનો હતો. વિયેતનામ બાદ દક્ષિણ કોરિયાની મુલાકાત વિયેતનામનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ રાજનાથ સિંહ 20 મેના રોજ સાઉથ કોરિયા માટે રવાના થશે અને 21 મે સુધી ત્યાં રહેશે. ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને દક્ષિણ કોરિયાની ‘ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી’ વચ્ચેનું સમન્વય બંને દેશોના સંબંધોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સિયોલમાં પોતાના પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી Ahn Gyu-back સાથે બેઠક કરશે અને પરસ્પર સહકારના નવા માર્ગો અંગે ચર્ચા કરશે. ઉપરાંત તેઓ ડિફેન્સ એક્વિઝિશન પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશન (DAPA)ના મંત્રી Lee Yong-cheol સાથે મુલાકાત કરશે અને ભારત-કોરિયા બિઝનેસ રાઉન્ડટેબલની અધ્યક્ષતા પણ કરશે. આ પણ વાંચો : ED એકશનમાં AAP નેતા દીપક સિંગલાની 155 કરોડના બેંક કૌભાંડમાં ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : નેધરલેન્ડમાં કલ્પસર યોજના પર થયેલા કરાર બાદ મુખ્યમંત્રીએ બેઠક બોલાવી, કલ્પસર અને ભાડભુત યોજનાને લઈ સમીક્ષા થશે
calendar_today May 18, 2026

Gujarat Latest News Live : નેધરલેન્ડમાં કલ્પસર યોજના પર થયેલા કરાર બાદ મુખ્યમંત્રીએ બેઠક બોલાવી, કલ્પસર અને ભાડભુત યોજનાને લઈ સમીક્ષા થશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara : સાવલીના ખોખર ગામે ગૌશાળામાં તોડફોડની ઘટના બાદ લોકોમાં ભારે નારાજગી
calendar_today May 18, 2026

Vadodara : સાવલીના ખોખર ગામે ગૌશાળામાં તોડફોડની ઘટના બાદ લોકોમાં ભારે નારાજગી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાંથી ધાર્મિક સૌહાર્દ અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. ખોખર ગામે આવેલા પવિત્ર હનુમાનજી મંદિર પરિસરમાં નવી બની રહેલી ગૌશાળાને કેટલાક અજ્ઞાત અસામાજિક તત્વોએ નિશાન બનાવી છે. અજાણ્યા શખ્સો દ્વારા ગૌશાળામાં કરવામાં આવેલી તોડફોડની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો સહિત સંત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગૌશાળાના બાંધકામ અને સામગ્રીમાં તોડફોડ મળતી માહિતી મુજબ, ખોખર ગામના હનુમાનજી મંદિર ખાતે ગૌમાતાની સેવા અર્થે એક નવી આધુનિક ગૌશાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના અંધકારનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વોએ ગૌશાળાના બાંધકામ અને સામગ્રીમાં તોડફોડ કરી હતી. સવારે જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. ગૌશાળામાં તોડફોડના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ-સંતો અને ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.  કડક પગલાંની માંગ આ નિંદનીય ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંત સમાજ અને ગૌભક્તોએ એકસૂરે આ કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ગ્રામજનો દ્વારા પોલીસ તંત્રને તાત્કાલિક અસરથી આ મામલે મધ્યસ્થી કરવા અને તપાસ હાથ ધરવા લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત ગૌભક્તોની માંગ છે કે પવિત્ર જગ્યાએ તોડફોડ કરનાર તત્વોની ઓળખ કરી તેમની સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામાય અને તેમની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પંથકના તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ ઉઠી છે. હાલમાં ઘટનાસ્થળે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો સતર્ક બન્યો છે.આ પણ વાંચો----     Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

Read Full Story arrow_forward