android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને
calendar_today September 10, 2026

Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક શહેર કાનપુરમાં ચર્ચિત કરોડપતિ દવા વેપારી વિનિત મિનોચા હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ મામલો વધુ પેચીદો બની રહ્યો છે. પોલીસે મૃતકની વહુ શાલૂને મુખ્ય આરોપી બનાવી જેલ મોકલી છે અને ઝડપાયેલા હત્યારાઓએ પણ તેને કથિત રીતે કાવતરાની માસ્ટરમાઇન્ડ ગણાવી હોવાનું સામે આવ્યું છે. જોકે હવે શાલૂના પરિજનો અને તેના પતિએ પોલીસની થિયરી સામે સવાલો ઉઠાવ્યા છે.‘શાલૂ સામેના આરોપો પાયાવિહોણા’શાલૂના ભાઈ ધીરજ અરોરા, બહેન અને પરિવાર તરફથી કેસની કાનૂની પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ શિવકાંત દીક્ષિતે મીડિયા સમક્ષ શાલૂનો બચાવ કર્યો છે. પરિજનોનો દાવો છે કે શાલૂ પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને મીડિયા દ્વારા તેને એકતરફી રીતે નકારાત્મક રીતે રજૂ કરવામાં આવી રહી છે.પરિવારમાં કોઈ વિવાદ નહોતો?પરિજનોનું કહેવું છે કે શાલૂ અને પરિવાર વચ્ચે કોઈ પ્રકારનો પારિવારિક વિવાદ કે મનદુઃખ નહોતું. વકીલ શિવકાંત દીક્ષિતે જણાવ્યું કે પોલીસ પોતાની કાયદેસરની તપાસ કરી રહી છે અને પરિવારને પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ છે, પરંતુ સંપૂર્ણ સત્ય સામે આવ્યા પહેલાં શાલૂને વિલન તરીકે રજૂ કરવી યોગ્ય નથી.પતિએ પત્ની પર વિશ્વાસ વ્યક્ત કર્યોહત્યાકાંડમાં સૌથી મોટો વળાંક એ છે કે મૃતક વિનિત મિનોચાના પુત્ર અને શાલૂના પતિએ પણ પોતાની પત્નીનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. પતિનું કહેવું છે કે શાલૂ આ પ્રકારની જઘન્ય ઘટનાનો વિચાર પણ કરી શકે નહીં.‘સાચા આરોપી કોણ?’ હવે તપાસ પર નજરપરિવારના સભ્યોનું કહેવું છે કે વિનિત મિનોચાના માતા-પિતા આ ઘટનાથી માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા છે અને મીડિયા સામે આવવાની સ્થિતિમાં નથી. બીજી તરફ ભાઈ ધીરજ અને બહેને ન્યાયતંત્ર તથા પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે તપાસ આગળ વધે તેમ પોલીસની થિયરી અને પરિજનોના દાવા વચ્ચેનું સત્ય શું છે અને હત્યાના કાવતરાના પાછળના અસલી ચહેરા કોણ છે તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. આ પણ વાંચો   :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
11 સપ્ટેમ્બરે પુતિનથી ગુજરાતના દુષ્કાળ સુધી મોટા સમાચાર, BRICS સમિટ, બેંક હડતાળ અને વિધાનસભામાં મહત્વની ચર્ચા
calendar_today September 10, 2026

11 સપ્ટેમ્બરે પુતિનથી ગુજરાતના દુષ્કાળ સુધી મોટા સમાચાર, BRICS સમિટ, બેંક હડતાળ અને વિધાનસભામાં મહત્વની ચર્ચા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 11 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ત્યારબાદ પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી BRICS સમિટમાં હાજરી આપશે.દિલ્હીમાં BRICSને પગલે ટ્રાફિકનો કડક પ્લાનBRICS સમિટને કારણે દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કડક રહેશે. ટ્રાફિક પોલીસે 35થી વધુ રસ્તાઓ પર નિયંત્રણ અને 22 સ્થળોએ ડાયવર્ઝનની વ્યવસ્થા કરી છે. સમિટને કારણે 11 સપ્ટેમ્બરે સરકારી કચેરીઓ બંધ રહેશે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે પણ રજા જાહેર કરી છે.બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળબેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરે એક દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ ઉપરાંત 28થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળ અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચેતવણી આપવામાં આવી છે. 5 દિવસના બેંકિંગ સપ્તાહના અમલ સહિતની પડતર માંગણીઓ પર સરકાર પાસે કાર્યવાહી કરવાની માંગ છે.મુંબઈમાં BOCW પરિષદમાં શ્રમિકોના મુદ્દે મંથનકેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા 11 અને 12 સપ્ટેમ્બરે મુંબઈમાં રાષ્ટ્રીય BOCW પરિષદની અધ્યક્ષતા કરશે. કામદારોની નોંધણી, કલ્યાણ ભંડોળ, ડિજિટલ સેવાઓ, કૌશલ્ય વિકાસ, રોજગારની તકો અને બોર્ડ વચ્ચે સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.સિલ્વાસામાં ઉપપ્રમુખનો કાર્યક્રમઉપપ્રમુખ સી.પી. રાધાકૃષ્ણન 11 સપ્ટેમ્બરે સિલ્વાસાની મુલાકાત લેશે. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ખાતે બપોરે 3 વાગ્યે જાહેર કાર્યક્રમ યોજાશે.ગુજરાત વિધાનસભામાં દુષ્કાળ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ છે. સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગાર, સામાજિક ન્યાય તથા પુરવઠા વિભાગના પ્રશ્નો ચર્ચાશે.દુષ્કાળ મુદ્દે તુષાર ચૌધરી સરકારને પૂછશે સવાલરાજ્યમાં વરસાદની અછતથી ઉભી થયેલી દુષ્કાળ જેવી સ્થિતિનો મુદ્દો વિધાનસભામાં નિયમ 116 હેઠળ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ મુદ્દે સરકારનું ધ્યાન દોરશે અને રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવા સહિત સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગે જવાબ માંગશે.વિધાનસભામાં 3 સરકારી વિધેયક પણ રજૂ થશેઅંતિમ દિવસે અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા 3 સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. એટલે ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર દિવસ રાજકીય અને નીતિગત રીતે મહત્વનો બની રહેશે.આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Mumbai : ‘Special 26’ જેવી ફેક રેડનો ખેલ! IT-ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી પાસેથી રૂ.1 કરોડ માંગ્યા
calendar_today September 10, 2026

Mumbai : ‘Special 26’ જેવી ફેક રેડનો ખેલ! IT-ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી પાસેથી રૂ.1 કરોડ માંગ્યા

મુંબઈની અંધેરી પોલીસે ‘Special 26’ની તર્જ પર ફેક ઇન્કમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચ અધિકારી બની રેડ પાડતા ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ એક વેપારીના ઘરે પહોંચી પોતાને ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે ઓળખાવ્યા હતા અને તેની સામે વિભાગીય કાર્યવાહી ચાલી રહી હોવાનું કહી વેપારી અને તેની પત્નીને જબરદસ્તી કારમાં બેસાડ્યા હતા.ઓફિસમાં પહોંચ્યા, 11 કર્મચારીઓને પણ કેદ કર્યાઆરોપીઓ વેપારી અને તેની પત્નીને તેમના બિઝનેસ પરિસરમાં લઈ ગયા હતા. તે સમયે ઓફિસમાં વેપારીના 11 કર્મચારીઓ હાજર હતા. આરોપીઓએ ત્યાં પણ પોતાને ઇન્કમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી-કર્મચારી તરીકે રજૂ કર્યા હતા. નકલી સરકારી ઓળખપત્રો બતાવી સમગ્ર કાર્યવાહી અસલી સરકારી રેડ જેવી લાગે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.લૅન્ડલાઇન કાપી, મોબાઇલ જપ્ત કર્યાફેક રેડ દરમિયાન આરોપીઓએ ઓફિસના લૅન્ડલાઇન ફોનના તાર કાપી નાખ્યા હતા. વેપારી, તેની પત્ની અને તમામ 11 કર્મચારીઓના મોબાઇલ ફોન પણ પોતાના કબજામાં લઈ લીધા હતા. કર્મચારીઓને એક રૂમમાં બંધ કરી બહાર જવા પર રોક લગાવવામાં આવી હતી.રૂ.1 કરોડ આપો, નહીં તો કાર્યવાહી!આરોપીઓએ વેપારી અને તેની પત્નીને ઇન્કમ ટેક્સની કાર્યવાહીનો ડર બતાવી ગાળો આપી હતી. સમગ્ર મામલો પતાવી દેવાના બદલામાં રૂ.1 કરોડની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.3 મહિલાઓની હરકતથી વેપારીને શંકા ગઈફેક રેડ દરમિયાન વેપારીને ગેંગમાં સામેલ 3 મહિલાઓના વર્તન પર શંકા ગઈ હતી. તેમની વાતચીત અને હાવભાવ ઇન્કમ ટેક્સ અધિકારીઓ જેવા ન લાગતા વેપારીને રેડ નકલી હોવાની આશંકા થઈ હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને અંધેરી પોલીસે તપાસ શરૂ કરી.ટેક્નિકલ તપાસથી ગેંગ સુધી પહોંચી પોલીસપોલીસે ટેક્નિકલ તપાસના આધારે આરોપીઓની ઓળખ કરી અને ધરપકડ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 10 લોકો ઝડપાઈ ચૂક્યા છે. તપાસમાં સામે આવ્યું કે ગેંગમાં સામેલ 2 ઇન્કમ ટેક્સ અધિકારીઓ અને અન્ય 2 આરોપીઓએ બાકીના લોકોને ફેક રેડમાં અલગ-અલગ ભૂમિકા ભજવવા માટે તૈયાર કર્યા હતા.રૂ.50 હજાર આપવાનું વચન, કોઈ અધિકારી તો કોઈ કર્મચારી બન્યુંફેક રેડને અસલી સરકારી કાર્યવાહી જેવી દેખાડવા માટે દરેક વ્યક્તિને રૂ.50 હજાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. કોઈને અધિકારીની ભૂમિકા આપવામાં આવી હતી તો કોઈને કર્મચારી બનાવીને સમગ્ર ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું.મુંબઈ પહેલાં થાણેમાં પણ ‘ફેક રેડ’!પોલીસ તપાસમાં આ ગેંગની કથિત ગતિવિધિઓ માત્ર અંધેરી સુધી સીમિત ન હોવાનું સામે આવ્યું છે. અગાઉ થાણેના માનપાડા વિસ્તારમાં પણ આવી જ ફેક રેડ કરવામાં આવી હતી, જેમાં આશરે રૂ.25 લાખ પડાવાયા હોવાની માહિતી સામે આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પણ વાંચો  :    Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને

Read Full Story arrow_forward