android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai : ‘Special 26’ જેવી ફેક રેડનો ખેલ! IT-ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી પાસેથી રૂ.1 કરોડ માંગ્યા
calendar_today September 10, 2026

Mumbai : ‘Special 26’ જેવી ફેક રેડનો ખેલ! IT-ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી પાસેથી રૂ.1 કરોડ માંગ્યા

મુંબઈની અંધેરી પોલીસે ‘Special 26’ની તર્જ પર ફેક ઇન્કમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચ અધિકારી બની રેડ પાડતા ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ એક વેપારીના ઘરે પહોંચી પોતાને ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે ઓળખાવ્યા હતા અને તેની સામે વિભાગીય કાર્યવાહી ચાલી રહી હોવાનું કહી વેપારી અને તેની પત્નીને જબરદસ્તી કારમાં બેસાડ્યા હતા.ઓફિસમાં પહોંચ્યા, 11 કર્મચારીઓને પણ કેદ કર્યાઆરોપીઓ વેપારી અને તેની પત્નીને તેમના બિઝનેસ પરિસરમાં લઈ ગયા હતા. તે સમયે ઓફિસમાં વેપારીના 11 કર્મચારીઓ હાજર હતા. આરોપીઓએ ત્યાં પણ પોતાને ઇન્કમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી-કર્મચારી તરીકે રજૂ કર્યા હતા. નકલી સરકારી ઓળખપત્રો બતાવી સમગ્ર કાર્યવાહી અસલી સરકારી રેડ જેવી લાગે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.લૅન્ડલાઇન કાપી, મોબાઇલ જપ્ત કર્યાફેક રેડ દરમિયાન આરોપીઓએ ઓફિસના લૅન્ડલાઇન ફોનના તાર કાપી નાખ્યા હતા. વેપારી, તેની પત્ની અને તમામ 11 કર્મચારીઓના મોબાઇલ ફોન પણ પોતાના કબજામાં લઈ લીધા હતા. કર્મચારીઓને એક રૂમમાં બંધ કરી બહાર જવા પર રોક લગાવવામાં આવી હતી.રૂ.1 કરોડ આપો, નહીં તો કાર્યવાહી!આરોપીઓએ વેપારી અને તેની પત્નીને ઇન્કમ ટેક્સની કાર્યવાહીનો ડર બતાવી ગાળો આપી હતી. સમગ્ર મામલો પતાવી દેવાના બદલામાં રૂ.1 કરોડની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.3 મહિલાઓની હરકતથી વેપારીને શંકા ગઈફેક રેડ દરમિયાન વેપારીને ગેંગમાં સામેલ 3 મહિલાઓના વર્તન પર શંકા ગઈ હતી. તેમની વાતચીત અને હાવભાવ ઇન્કમ ટેક્સ અધિકારીઓ જેવા ન લાગતા વેપારીને રેડ નકલી હોવાની આશંકા થઈ હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને અંધેરી પોલીસે તપાસ શરૂ કરી.ટેક્નિકલ તપાસથી ગેંગ સુધી પહોંચી પોલીસપોલીસે ટેક્નિકલ તપાસના આધારે આરોપીઓની ઓળખ કરી અને ધરપકડ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 10 લોકો ઝડપાઈ ચૂક્યા છે. તપાસમાં સામે આવ્યું કે ગેંગમાં સામેલ 2 ઇન્કમ ટેક્સ અધિકારીઓ અને અન્ય 2 આરોપીઓએ બાકીના લોકોને ફેક રેડમાં અલગ-અલગ ભૂમિકા ભજવવા માટે તૈયાર કર્યા હતા.રૂ.50 હજાર આપવાનું વચન, કોઈ અધિકારી તો કોઈ કર્મચારી બન્યુંફેક રેડને અસલી સરકારી કાર્યવાહી જેવી દેખાડવા માટે દરેક વ્યક્તિને રૂ.50 હજાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. કોઈને અધિકારીની ભૂમિકા આપવામાં આવી હતી તો કોઈને કર્મચારી બનાવીને સમગ્ર ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું.મુંબઈ પહેલાં થાણેમાં પણ ‘ફેક રેડ’!પોલીસ તપાસમાં આ ગેંગની કથિત ગતિવિધિઓ માત્ર અંધેરી સુધી સીમિત ન હોવાનું સામે આવ્યું છે. અગાઉ થાણેના માનપાડા વિસ્તારમાં પણ આવી જ ફેક રેડ કરવામાં આવી હતી, જેમાં આશરે રૂ.25 લાખ પડાવાયા હોવાની માહિતી સામે આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પણ વાંચો  :    Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને

Read Full Story arrow_forward
Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી
calendar_today September 10, 2026

Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી

ગુજરાતના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓ માટે મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ વિધાનસભામાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે આ વિધેયક રજૂ કર્યું હતું.જમીનનો સાચો દસ્તાવેજ હશે તો એ જ દિવસે કામ પૂરું?નવા સુધારાની સૌથી મહત્વની જોગવાઈ ‘Same Day Certification’ છે. જો ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તેની નોંધ એ જ દિવસે પાડીને પ્રમાણિત કરવામાં આવશે. આથી જમીનના વેચાણ બાદ નોંધ પ્રમાણિત કરાવવા માટે સરકારી કચેરીઓમાં દિવસો સુધી રાહ જોવાની જરૂર નહીં રહે.બોગસ વાંધા અને બિનજરૂરી અરજીઓ પર લાગશે બ્રેક?સરકારના જણાવ્યા મુજબ, અગાઉ જમીન વેચાણની નોંધ પ્રમાણિત કરાવવામાં વિલંબ થતો હતો. કેટલાક લેભાગુ તત્વો સરકારી પ્રક્રિયાની જટિલતાનો લાભ લઈને બિનજરૂરી અરજીઓ અને બોગસ વાંધાઓ ઊભા કરતા હોવાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. હવે આ કાયદાકીય સુધારા દ્વારા આવી પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કોર્ટ કે સક્ષમ સત્તાધિકારીનો હુકમ હશે તો નોટિસની રાહ નહીંઅન્ય એક મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલના હુકમના આધારે ફેરફાર નોંધ કરવાની હોય તો હુકમ પ્રાપ્ત થતાં જ નોંધ પાડીને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી નોંધ માટે અલગથી નોટિસ આપવાની જરૂર નહીં રહે.વચેટિયાઓનો રસ્તો બંધ કરવાનો સરકારનો દાવોસરકારે e-Dhara જેવા ડિજિટલ માધ્યમો દ્વારા જમીન વહીવટમાં પારદર્શિતા લાવ્યા બાદ હવે કાયદાકીય સુધારા મારફતે વચેટિયાઓ અને નાગરિકોને બિનજરૂરી હેરાન કરનારા તત્વો સામે પ્રક્રિયા સરળ કરવાનો દાવો કર્યો છે.તાત્કાલિક અસરથી અમલમાંઆ સુધારો અગાઉ વટહુકમ દ્વારા તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો હતો અને હવે વિધાનસભામાં વિધેયક પસાર થતાં તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.ખેડૂતો અને Genuine Buyer માટે ‘Ease of Living’નો દાવોમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સુધારાનો મુખ્ય હેતુ સાચા વ્યવહાર કરનારા ખેડૂતો, સામાન્ય નાગરિકો અને Genuine Buyerના હિતોનું રક્ષણ કરવાનો છે. આ સુધારાથી જમીન સંબંધિત વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે, પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે તેવો સરકારનો દાવો છે. આ પણ વાંચો :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું 

Read Full Story arrow_forward
Surat : 35થી વધુ ગુનાના ખૂંખાર વોન્ટેડ બારકુ પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, પોલીસથી ભાગવાની કોશિશ કરતા પગમાં ગોળી વાગી
calendar_today September 10, 2026

Surat : 35થી વધુ ગુનાના ખૂંખાર વોન્ટેડ બારકુ પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, પોલીસથી ભાગવાની કોશિશ કરતા પગમાં ગોળી વાગી

સુરત ક્રાઈમ બ્રાન્ચે સચિન GIDC વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધરી કુખ્યાત અને વોન્ટેડ આરોપી સામે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. બુડિયા ગામના નાકા પાસે પોલીસે 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી જયેશ ઉર્ફે બારકુ પાટીલને ઝડપી પાડવા કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસથી ભાગી જવાની કોશિશ કરતાં તેના પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.ઘેરાબંધી વચ્ચે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યોમળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે ઘેરાબંધી કરી હતી. ટીમ દ્વારા કુખ્યાત આરોપી બારકુ, પિતા યુવરાજ વાઘને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી હતી.આરોપીએ પોલીસથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યોઆ દરમિયાન આરોપીએ પોલીસથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી છે. પોલીસે તેને રોકવા માટે ફાયરિંગ કરતાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી.ગોળી વાગતાં આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયોફાયરિંગની ઘટનામાં આરોપી ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. હાલ સમગ્ર ઓપરેશનને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.35થી વધુ ગંભીર ગુનાઓનો આરોપી, પોલીસની રડારમાં હતોજયેશ ઉર્ફે બારકુ પાટીલ સામે 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં સંડોવણી હોવાની પોલીસ માહિતી સામે આવી છે. લાંબા સમયથી વોન્ટેડ રહેલા આ આરોપી સામે ક્રાઈમ બ્રાન્ચે ઘેરાબંધી કરીને કાર્યવાહી કરી હતી.હિસ્ટ્રીશીટર સામે ફાયરિંગથી ગુનેગારોમાં ફફડાટકુખ્યાત હિસ્ટ્રીશીટર સામે પોલીસની આ કાર્યવાહી બાદ સુરતના ગુનાખોરીના વર્તુળમાં ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે. હવે આરોપી સામેના અગાઉના ગુનાઓ અને હાલની ઘટનામાં તેની ભૂમિકા અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.   આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું 

Read Full Story arrow_forward