android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દુષ્કાળની સ્થિતિ વચ્ચે વરસાદની રાહ જોતી સરકાર, જળ વિના ઝૂરતો જગતનો તાત
calendar_today September 10, 2026

દુષ્કાળની સ્થિતિ વચ્ચે વરસાદની રાહ જોતી સરકાર, જળ વિના ઝૂરતો જગતનો તાત

રાજ્યમાં ચોમાસાના અંતિમ તબક્કા સુધી મેઘરાજાએ હાથતાળી આપતા સમગ્ર ગુજરાતમાં અનાવૃષ્ટિ અને અછતની વિકટ સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસની સખત મહેનતથી ઉગાડેલો ખરીફ પાક હવે પાણી વિના આંખો સામે મુરઝાઈ રહ્યો છે. રાજ્યના ખૂણેખૂણેથી ખેડૂતો અને કિસાન સંઘો દ્વારા 'દુષ્કાળ' જાહેર કરવાની માગ ઉગ્ર બની છે. બીજી તરફ, સરકાર સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં વરસાદ આવી જાય તો અછતની ગંભીર પરિસ્થિતિમાંથી બચી શકાય તેવી આશા સાથે સ્થિતિ પર નજર રાખીને બેઠી છે.ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય કરતાં 20% ઓછો વરસાદહવામાન વિભાગના 1 જૂનથી 10 સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા અનુસાર, ગુજરાત રાજ્યમાં એકંદરે સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ નોંધાતાં અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ વિશેષ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 39% ની ગંભીર વરસાદી અછત જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા (-89%), પોરબંદર (-74%), કચ્છ (-62%) અને જામનગર (-60%) જેવા જિલ્લાઓમાં ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ થયો છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી (-49%), દાહોદ (-48%) અને સાબરકાંઠા (-47%) જિલ્લાઓમાં પણ વરસાદની મોટી નકારાત્મક ઘટ નોંધાઈ છે, જે આ પંથકોમાં સિંચાઈ અને પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ દર્શાવે છે.  સમગ્ર ગુજરાત રાજ્ય: સામાન્ય વરસાદ 643.7 મીમી સામે વાસ્તવિક વરસાદ 516.9 મીમી નોંધાયો છે (-20% અછત).  સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર: સામાન્ય વરસાદ 481.8 મીમી સામે માત્ર 294.8 મીમી વરસાદ પડ્યો છે (-39% અછત).  ગુજરાત પ્રદેશ (ઉત્તર, મધ્ય અને દક્ષિણ): સામાન્ય વરસાદ 846.5 મીમી સામે 797.8 મીમી વરસાદ નોંધાયો છે (-6% અછત).  સૌથી વધુ અછત ધરાવતા જિલ્લાઓદેવભૂમિ દ્વારકા: -89% પોરબંદર: -74% કચ્છ: -62% જામનગર: -60% અરવલ્લી: -49%  દાહોદ: -48%  સાબરકાંઠા: -47%  ગીર સોમનાથ: -41%જિલ્લાવાર પરિસ્થિતિ: સુકાતા પાક અને ખેડૂતોની લાચારીઅમરેલીના ધારી તાલુકાના ગોપાલગ્રામમાં કપાસનો પાક તળાઈ જતાં ખેડૂત સુરેશભાઈ વાળાએ 20 વીઘાના પાકમાં પશુઓ ચરાવીને ટ્રેક્ટર ફેરવી દીધું છે. બગસરા પંથકમાં 12,059 હેક્ટરની મગફળી, 9,770 હેક્ટરનો કપાસ અને 9,140 હેક્ટરનો સોયાબીનનો પાક વરસાદ વિના નિષ્ફળ જવાના આરે છે.ગીર સોમનાથના 1.47 લાખ હેક્ટરમાંથી 91,479 હેક્ટરની મગફળી, 26,787 હેક્ટરનું સોયાબીન અને 12,491 હેક્ટરનો કપાસ નિર્ણાયક અવસ્થામાં જ પીળો પડી રહ્યો છે. જૂનાગઢના કેશોદ પંથકમાં મગફળીમાં રોગચાળો ફાટી નીકળતાં અને કુંડાણમાં પાણી ન હોવાથી ખેડૂતો પાક ઉપાડી ફેંકી રહ્યા છે. માળિયા હાટીનાના ગીર સરહદી ગામોમાં પીવાના પાણી અને ચારાના ફાંફા પડી રહ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો માત્ર 6 ટકા જ વરસાદ નોંધાયો છે. ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે 30 વીઘાની મગફળી પર ટ્રેક્ટર ફેરવવું પડ્યું છે.વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધર, વેસનિયા સહિતના ગામોમાં 400 થી 500 વીઘાનો ડાંગરનો પાક અને તુવેર-કપાસ સુકાઈ રહ્યા છે. છોટાઉદેપુરના નસવાડી અને પાવીજેતપુરમાં વરસાદી વિરામથી 200 એકરથી વધુ ખેતી જોખમમાં મુકાઈ છે.ઉત્તર ગુજરાત અને ભાલ પંથક: વાવ, થરાદ, કાંકરેજ (બનાસકાંઠા) અને મેઘરજ (અરવલ્લી) માં ખરીફ પાક બળી રહ્યો છે. આણંદના ખંભાત અને ભાલ વિસ્તારમાં 50,000 હેક્ટરમાં રોપાયેલી ડાંગર પાણી વિના તડપી રહી છે.સિંચાઈના પાણી અને વીજળીના પ્રશ્ને વિરોધનો વંટોળધરણાં અને વિરોધ: ખંભાતમાં મહી સિંચાઈનું પાણી છેવાડાના ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોએ સિંચાઈ કચેરી સામે ધરણાં કર્યા હતા.પોસ્ટ મારફતે વિરોધ: ઉપલેટાના ગઢાળા અને કેરાળાના ખેડૂતોએ સુકાઈ ગયેલી મગફળી કવરમાં ભરી મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પોસ્ટ કરી ગાંધીનગર સુધી અવાજ પહોંચાડ્યો હતો.કેનાલના પાણીની માંગ: કાંકરેજના ખેડૂતોએ દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખી કેનાલ ચાલુ કરવાની માંગ કરી છે. છોટાઉદેપુરના નાલેજ તળાવ અને સુખી ડેમનું પાણી કેનાલની અધૂરી કામગીરીને કારણે ખેતરો સુધી ન પહોંચતા રોષ છે.વીજળીનો પ્રશ્ન: સાયલાના ફૂલગ્રામ વીજ ફીડરમાં ૪ દિવસથી ધાંધિયા હોવાથી ખેડૂતોએ મામલતદારને ઘેરાવ કર્યો હતો. તો બીજી તરફ, કરજણ-શિનોર ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે ખેતી વિષયક વીજળી 8 કલાકથી વધારીને 10 થી 12 કલાક કરવાની ખાતરી આપી છે.વરસાદને રીઝવવા આસ્થા અને ધાર્મિક અનુષ્ઠાનકુદરત આગળ લાચાર બનેલો ધરતીપુત્ર હવે શ્રદ્ધાના શરણે પહોંચ્યો છે.અંબાજી (કોટેશ્વર): ગુજરાત અને રાજસ્થાનના ૨૫ ગામોના આદિવાસી અને સ્થાનિક ખેડૂતોએ કોટેશ્વર મહાદેવ ખાતે માનવ સાંકળ બનાવી શિવલિંગને જળમાં ડૂબાડી ઈન્દ્રદેવને પ્રાર્થના કરી હતી.સંખેડા (બહાદરપુર): ઓરસંગ નદી કિનારે આવેલા ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ જળાભિષેક કરી શિવલિંગને જળમગ્ન કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો.કિસાન સંઘ, પક્ષો અને નેતાઓની ઉગ્ર માંગણીઓદુષ્કાળ જાહેર કરવો: સમગ્ર રાજ્યને અથવા ઓછા વરસાદવાળા 106 થી વધુ તાલુકાઓને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવા.પાક ધિરાણ અને વીજ બિલ માફી: ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું પાક ધિરાણ, સહકારી સોસાયટીઓની લોન અને 1 વર્ષનું ખેતીવાડી વીજ બિલ સંપૂર્ણ માફ કરવામાં આવે.રાહત પેકેજ અને સીધી સહાય: સેટેલાઈટ સર્વેના નામે વિલંબ કર્યા વિના જમીની સ્તરે પંચનામું કરી વીઘાદીઠ સીધી આર્થિક સહાય ચૂકવવામાં આવે.ઘાસચારો અને પશુધન સુરક્ષા: પશુપાલકો માટે દર 7 કિલોમીટરના અંતરે સરકારી મફત/રાહત દરે ઘાસ ડેપો શરૂ કરવા અને જંગલ બોર્ડરના પશુઓને ચરિયાણની છૂટ આપવી.કેનાલોમાં પાણી છોડવું: સૌની યોજના, સુજલામ-સુફલામ અને નર્મદા કેનાલ મારફતે ડેમો, ચેકડેમો અને તળાવો તાત્કાલિક ભરવામાં આવે.વિધાનસભાના ચોમાસુ સત્રમાં નિયમ 116 હેઠળ દુષ્કાળની સ્થિતિ પર ચર્ચારાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અંગેનો ગંભીર મુદ્દો 11 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં ગાજશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા નિયમ 116 હેઠળ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આ ચર્ચા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળ રાહત અને પશુપાલકો-ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કામોનો સત્તાવાર જવાબ આપવામાં આવશે.આમ, એક તરફ કુદરતનો માર અને બીજી તરફ તંત્રની ધીમી નીતિ વચ્ચે ગુજરાતનો ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, હાલ ચાલી રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર ખેડૂતોના હિતમાં શું નિર્ણય લે છે.આ પણ વાંચો: Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી

Read Full Story arrow_forward
Gandhinagar : GSTમાં મોટા સુધારા, વિધાનસભામાં વિધેયક સર્વાનુમતે પસાર, નાના વેપારીઓને 3 દિવસમાં નોંધણી,
calendar_today September 10, 2026

Gandhinagar : GSTમાં મોટા સુધારા, વિધાનસભામાં વિધેયક સર્વાનુમતે પસાર, નાના વેપારીઓને 3 દિવસમાં નોંધણી,

ગુજરાતના GST કાયદામાં મહત્વના સુધારા માટેનું વિધેયક ગાંધીનગરમાં મળેલી ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે કરવામાં આવેલા આ સુધારાનો મુખ્ય હેતુ વેપાર-ઉદ્યોગ માટે Ease of Doing Businessને વધુ પ્રોત્સાહન આપવાનો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં GST સુધારા વિધેયક રજૂ કર્યું હતું.નાના વેપારીઓને હવે માત્ર 3 દિવસમાં GST નોંધણી?સુધારા બાદ નાના વેપારીઓ માટે GST નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી અને ફેસલેસ બનશે. ફેસલેસ સિસ્ટમથી માત્ર 3 દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી વેપારીઓને સરકારી કચેરીઓમાં થતી દોડધામ અને પ્રક્રિયામાં લાગતો સમય ઘટશે.નિકાસકારોને 7 દિવસમાં 90% રિફંડનિકાસ ક્ષેત્ર માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. નિકાસના કિસ્સામાં 7 દિવસમાં 90% પ્રોવિઝનલ રિફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી નિકાસકારોની નાણાકીય જરૂરિયાતો અને કેશ ફ્લોમાં રાહત મળવાની શક્યતા છે.ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટની પ્રક્રિયા પણ સરળવેચાણ બાદ આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટ સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવહારુ બનાવવામાં આવશે. આથી વેપારીઓ માટે GST સંબંધિત હિસાબી અને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહેશે.રૂ.1,000ની રિફંડ મર્યાદા પણ દૂર કરાશેનિકાસ કરાયેલા માલના રિફંડ માટે લાગુ પડતી રૂ.1,000ની મર્યાદા દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ફેરફારથી નાના નિકાસકારોને પણ રાહત મળવાની શક્યતા છે.GST સુધારાથી વેપાર કરવો કેટલો સરળ બનશે?આ સમગ્ર સુધારાનો ઉદ્દેશ્ય GST વ્યવસ્થાને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવવાનો છે. સરકારના જણાવ્યા મુજબ, ઝડપી નોંધણી, સમયસર રિફંડ અને સરળ ક્રેડિટ નોટ પ્રક્રિયાથી વેપાર-ઉદ્યોગ માટે Ease of Doing Businessને વધુ વેગ મળશે. આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
ACBનો દાહોદથી નવસારી સુધી સપાટો, 3 લાંચીયા અધિકારી-કર્મચારી ઝડપાયા
calendar_today September 10, 2026

ACBનો દાહોદથી નવસારી સુધી સપાટો, 3 લાંચીયા અધિકારી-કર્મચારી ઝડપાયા

ગુજરાતમાં ACBએ લાંચિયા તત્વો સામે એકસાથે બે અલગ-અલગ ટ્રેપમાં કાર્યવાહી કરી છે. દાહોદમાં રેશનકાર્ડનું વિભાજન કરી આપવા રૂ.500ની લાંચ લેતા સંજય ડામોર ઝડપાયો છે, જ્યારે નવસારીમાં દિવાલના બિલની મંજૂરી માટે રૂ.40 હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયા અને મદદનીશ ઇજનેર નયન બલદાણીયા ACBના છટકામાં ઝડપાયા છે.દાહોદમાં પહેલા રૂ.2,500, પછી ફરી રૂ.500ની માંગણીદાહોદમાં અરજદારે રેશનકાર્ડનું વિભાજન કરાવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ કામ કરી આપવા સંજય ડામોરે અગાઉ રૂ.2,500 લીધા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ફરી રૂ.500ની લાંચ માંગવામાં આવતા અરજદારે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી રૂ.500 સ્વીકારતા સંજય ડામોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.નવસારીમાં રૂ.50 હજારની માંગણી, રૂ.40 હજારમાં સોદોનવસારીમાં દિવાલના બિલની મંજૂરી માટે રૂ.50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. બાદમાં રૂ.40 હજાર લેવાનું નક્કી થયું હતું. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને નક્કી કરેલી લાંચની રકમ સ્વીકારતા નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયા તથા મદદનીશ ઇજનેર નયન બલદાણીયાને ઝડપી પાડ્યા હતા.સરકારી કામમાં લાંચનો ખેલ કેટલો ઊંડો?એક તરફ સામાન્ય નાગરિકના રેશનકાર્ડના કામ માટે રકમ માંગવાનો આક્ષેપ છે, તો બીજી તરફ સરકારી બિલની મંજૂરી માટે ઇજનેરો દ્વારા મોટી રકમની માંગણીનો મામલો સામે આવ્યો છે. બંને કેસમાં ACBની કાર્યવાહી બાદ હવે તપાસમાં લાંચના આ ખેલ પાછળ અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે બહાર આવે છે કે નહીં તેના પર નજર રહેશે.  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward