android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka: ગોમતી નદીમાં ડૂબેલા રાજકોટના યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળ્યો, હસતો-રમતો પરિવાર શોકમાં ડૂબ્યો
calendar_today May 18, 2026

Dwarka: ગોમતી નદીમાં ડૂબેલા રાજકોટના યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળ્યો, હસતો-રમતો પરિવાર શોકમાં ડૂબ્યો

દ્વારકાના ગોમતીઘાટ ખાતે ગઈકાલે બે પ્રવાસી યુવકો ડૂબવાની બનેલી ચકચારી ઘટનામાં આખરે ભારે આઘાતજનક અંત આવ્યો છે. ગોમતી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા અને લાપતા બનેલા રાજકોટના યુવકની લાશને શોધવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી છે. મોડી રાત્રે સર્ચ ઓપરેશન દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક વહીવટી તંત્ર અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રસંગમાં આવેલો આશાસ્પદ યુવાન કાળનો કોળિયો બન્યોમળતી સત્તાવાર વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજકોટના રહેવાસી જીતુભાઇ પરમાર (ઉંમર વર્ષ ૨૧) તરીકે થઈ છે. જીતુ પોતાના પરિવાર સાથે રાજકોટથી દ્વારકા ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પ્રસંગ પૂર્ણ થયા બાદ તે અન્ય એક મિત્ર સાથે ગોમતી નદીમાં સ્નાન કરવા અને ન્હાવા માટે ગયો હતો. આ દરમિયાન પાણીના જોરદાર વહેણને કારણે બંને મિત્રો ડૂબવા લાગ્યા હતા. ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓએ ત્વરિત પગલાં ભરીને એક યુવકને તો આબાદ બચાવી લીધો હતો, પરંતુ કમનસીબે ૨૧ વર્ષનો જીતુ પરમાર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.મોડી રાત્રે ફાયર વિભાગને મળ્યો મૃતદેહઘટનાની ગંભીરતાને જોતા દ્વારકા ફાયર વિભાગની ટીમે બોટ અને આધુનિક સાધનો સાથે ગોમતી નદી અને દરિયાના સંગમ સ્થાન આસપાસ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની ભારે શોધખોળ અને જહેમત બાદ આખરે મોડી રાત્રે જીતુ પરમારનો નિષ્પ્રાણ દેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. સામાજિક પ્રસંગની ખુશીઓ વચ્ચે ઘરના આશાસ્પદ જુવાનજોધ દીકરાના મોતના સમાચાર રાજકોટ રહેતા પરિવારને મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.આ પણ વાંચો: Vadodara: એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ઘોર બેદરકારી, રનવે પર ફ્લાઇટમાં અડધો કલાક વીજળી ગુલ

Read Full Story arrow_forward
Gandhinagar News : શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ અપાશે એવોર્ડ, જિલ્લા અને તાલુકા કક્ષાએથી દરખાસ્ત મંગાવાશે
calendar_today May 18, 2026

Gandhinagar News : શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ અપાશે એવોર્ડ, જિલ્લા અને તાલુકા કક્ષાએથી દરખાસ્ત મંગાવાશે

રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને પ્રશંસનીય કામગીરી કરનારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પ્રતિષ્ઠિત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ એવોર્ડ પ્રક્રિયા અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તાલુકા અને જિલ્લા કક્ષાએથી લાયક શિક્ષકોની દરખાસ્તો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. દરખાસ્ત આગામી 15 જૂન સુધીમાં સબમિટ કરવાની રહેશે શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર,આ એવોર્ડ માટેની દરખાસ્તો રજૂ કરવા માટે બે અલગ-અલગ સમયગાળા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ પોતાની દરખાસ્ત આગામી 15 જૂન સુધીમાં સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તાલુકા અને જિલ્લા કક્ષાએથી આવેલી તમામ યોગ્ય દરખાસ્તોની ચકાસણી કરીને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા 30 જૂલાઈ સુધીમાં શિક્ષણ નિયામક કચેરીને અંતિમ દરખાસ્તો મોકલી આપવાની રહેશે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષકોનો ઉત્સાહ વધશે શિક્ષણ વિભાગના આ પગલાથી પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષકોનો ઉત્સાહ વધશે અને શિક્ષણ ક્ષેત્રે તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થશે. તમામ જિલ્લાઓમાં નિયત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા માટે DEO કચેરીઓને આદેશ આપી દેવાયા છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગે કમર કસી છે. આ પણ વાંચોઃ Gujarat News : સુરતથી અન્ય રાજ્યોમાં જતી ટ્રકોનો આંકડો 350થી ઘટીને 75એ પહોંચ્યો

Read Full Story arrow_forward
Gandhinagar News: પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવો વચ્ચે GSRTCના મુસાફરોને મોટી રાહત
calendar_today May 18, 2026

Gandhinagar News: પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવો વચ્ચે GSRTCના મુસાફરોને મોટી રાહત

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ વચ્ચે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન GSRTCના મુસાફરોને મોટી રાહત મળી છે. વિભાગ દ્વારા નવા હાઇવે રૂટથી ભાડામાં ઘટાડો કરાયો છે. લોકો જાહેર પરિવહન તરફ વળે તે માટે વિભાગ દ્વારા ભાડામાં મોટો ઘટાડો કરીને રાહત આપી છે. એસ.ટી. બસોના ભાડામાં નોંધપાત્ર ઘટાડો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મોટી રાહત આપતા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં બનેલા નવા એક્સપ્રેસ હાઇવે રૂટના એસ.ટી. બસોના ભાડામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા રૂટનો સીધો લાભ દૈનિક મુસાફરી કરતા હજારો પ્રવાસીઓને મળશે, જેનાથી તેમના સમયની સાથે પૈસાની પણ બચત થશે. નવા એક્સપ્રેસ રૂટના કારણે અમદાવાદથી ભાવનગર જતા મુસાફરોના ભાડામાં રૂપિયા 14નો ઘટાડો થયો છે. જેમાં જૂના રૂટનું ભાડું જે રૂપિયા 351 હતું તે હવે નવા હાઇવે પર ઘટીને રૂપિયા 337 થઈ ગયું છે. સુરત જતા મુસાફરોને સૌથી મોટો ફાયદો થયો આ જ રીતે નહેરૂનગર (અમદાવાદ)થી સુરત જતા મુસાફરોને સૌથી મોટો ફાયદો થયો છે, કારણ કે આ રૂટ પર સીધો રૂપિયા 61નો ઘટાડો ઝીંકાયો છે, જેથી અગાઉનું રૂપિયા 748નું જૂનું ભાડું હવે નવા એક્સપ્રેસ હાઇવે પર માત્ર રૂપિયા 687 થઈ ગયું છે. GSRTCના આ નિર્ણયથી લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. નવા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અંતર અને સમય ઘટતા નિગમ દ્વારા આ ટિકિટ દરો સુધારવામાં આવ્યા છે, જેનો અમલ આગામી દિવસોમાં મુસાફરોને સીધો આર્થિક ફાયદો કરાવશે. આ પણ વાંચોઃ Dwarka: ગોમતી નદીમાં ડૂબેલા રાજકોટના યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળ્યો, હસતો-રમતો પરિવાર શોકમાં ડૂબ્યો

Read Full Story arrow_forward