વસ્ત્રાલમાં માત્ર ટેસ્ટિંગ માટે જ રોડની સાઈડમાં ખાડો ખોદી અધૂરો છોડી દેવાયો
સ્થાનિક વહીવટી તંત્રનો ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મહાદેવનગર ટેકરાથી નિરાંત ચોકડી વચ્ચે ખાડો ખોદી છોડી દેવામાં આળ્યો તંત્ર દ્વારા રોડ ટેસ્ટિંગ અથવા અન્ય કોઈ સરકારી કામગીરી અર્થે રસ્તાની બિલકુલ સાઈડમાં એક મસમોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ આૃર્યની વાત એ છે કે, કામગીરી પૂર્ણ થયા બાદ આ જોખમી ખાડાનું પુરાણ કર્યા વગર જ તંત્રના જવાબદારો તેને આમ જ રેઢો મૂકીને ચાલતી પકડી છે.મહત્વનું છે કે નિયમ મુજબ જ્યારે પણ જાહેર માર્ગ પર કોઈ ખોદકામ કરવામાં આવે, ત્યારે ત્યાં સુરક્ષાના ભાગરૂપે બેરિકેડિંગ કરવું અથવા ચેતવણી આપતા સાઈનબોર્ડ મૂકવા ફ્રજિયાત છે. જો કે, આ કિસ્સામાં તંત્રએ તમામ નિયમોને નેવે મૂકી દીધા છે. રાત્રિના અંધારામાં આ ખાડો દેખાતો ન હોવાથી અહીંથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો ખાડામાં ખાબકે તેવી પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને વળાંક નજીક હોવાને કારણે અજાણ્યા વાહનચાલકો માટે આ સ્થળ અત્યંત જોખમી બન્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward