સાત સ્વરૂપો પૈકી પુરુષોત્તમરાયજીનું તામ્રમૂર્તિ સ્વરૂપ દામોકુંડે બિરાજમાન
આજથી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે, ત્યારે જુનાગઢ શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં મહિલાઓ દ્વારા ગોરમાનું પૂજન, પાઠ, ભજન, કીર્તન સહિતના કાર્યક્રમોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. પુરુષોતમ માસ દરમિયાન ભગવાન પુરુષોતમનો દામોદરકુંડ સાથે અનેરો નાતો છે. કારણ કે, અહી એક એવું મંદિર છે, જ્યાં ભગવાન પુરુષોતમજીની પૂજા કરવા દુર દુરથી ભાવિકો આવે છે. આ સમગ્ર માસ દરમિયાન સાત ધાન, શૈયાદાન સાથે મંડળનું સ્થાપન કરી પુણ્યનું બાથું બાંધવામાં આવે છે. અને આ પુરુષોત્તમ મહિનાનું અનેરુ મહત્વ રહેલું છે, ત્યારે દામોદર કુંડ ખાતે આવેલા એકમાત્ર પુરુષોત્તમ ભગવાનના મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. દામોદરજીના સાત સ્વરૂપમાંના એક એવા પુરુષોત્તમ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉટી પડયા હતા. ગીરી તળેટીમાં આવેલું પૌરાણિક રાધા દામોદરજી મંદિરનું અનેરૂ મહત્વ છે. પૌરાણિક કથા પ્રમાણે શ્રીકૃષ્ણના પુત્ર વજ્રનાભેએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં કુલ સાત ઈશ્વરીયા સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ એટલે પુરુષોત્તમરાયજી પવિત્ર પુરુષોત્તમ માસમાં પૂજનીય પુરુષોત્તમરાયજીનું તામ્રમૂર્તિ સ્વરૂપ એકમાત્ર દામોદર કુંડ ખાતે બિરાજમાન છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward