સાવરકુંડલાના યુવાનનો આંધ્રપ્રદેશથી મોબાઈલ હેક કરી ઓનલાઇન છેતરપિંડીં
સાવરકુંડલાના આઝાદ ચોક વિસ્તારમાં રહેતા પ્રૌઢના મોબાઇલ ફેનને હેક કરી અજાણ્યા શખ્સે ગુગલ પે મારફ્તે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂા.1.30 લાખની ઓનલાઇન ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમ અંગે પોલીસ ફ્રિયાદ નોંધાઈ છે. સાવરકુંડલાના દારૂગડા શેરી વિસ્તારમાં રહેતા હુસેનભાઇ ફ્કરૂદીનભાઇ લોકાટે પોલીસમાં નોંધાવેલી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે તેમના મોબાઇલ ફેન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી અજાણ્યા શખ્સે ગુગલ પે એપ્લીકેશનનો ઉપયોગ કરીને અલગ અલગ તારીખે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ તમામ ટ્રાન્ઝેક્શન તેમની જાણ બહાર થયા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે ફેન હેક કરીને ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બનાવમાં નિઝામાબાદ, આંધ્રપ્રદેશ ખાતે રહેતા અડરલા નિતિન નામના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી khulશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward