android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અમદાવાદ એરપોર્ટ પરથી 6.5 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે મુસાફરની ધરપકડ
calendar_today May 17, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી 6.5 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે મુસાફરની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટની ચકાસણીમાં થાઇ એરવેઝની ફ્લાઇટ TG-343 મારફ્તે બેંગકોકથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી અંદાજે 6.5 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતો કુલ 6.540 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. ગાંજા સાથે ઝડપાયેલો નદીમ નામનો મુસાફર છત્તીસગઢ રાજ્યના રાયપુરનો રહેવાસી હોવાનું અને તેની આ પ્રથમ વિદેશ યાત્રા હોવાનું જાણવા મળે છે. તે દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી ગાંજો છુપાવીને અમદાવાદ લાવી રહ્યો હોવાની બાતમી અગાઉથી મળી હતી.અમદાવાદ એરપોર્ટ પર કન્વેયર બેલ્ટ પર ફ્રતી તેની ટ્રોલી બેગ પર અધિકારીઓની નજર ગઈ હતી. જોકે, પેસેન્જર લાંબા સમય સુધી પોતાની બેગ લેવા આગળ આવ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રોલી બેગની બંને બાજુ 'ક્રોસ' નું નિશાન લગાવવામાં આવ્યું હતું. આ નિશાન એ દર્શાવતું હતું કે બેગનું કન્વેયર બેલ્ટની બહાર મૂકાયેલા એક્સ્ટ્રા સ્ક્રીનિંગ મશીનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે શંકાસ્પદ લાગી હતી. સામાન્ય રીતે આવા નિશાનનો અર્થ પેસેન્જરને ખબર હોતી નથી અને મુસાફરને પણ તેની જાણ નહોતી. કસ્ટમ અધિકારીઓએ શરૂઆતમાં પેસેન્જરને બહાર જવા દેવાની તક આપી હતી, જેથી તેની હરકતો પર નજર રાખી શકાય. આખરે મુસાફર ટ્રોલી બેગ લઈ એરપોર્ટ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારીઓએ તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગની અંદર બ્લેક કલરના પ્લાસ્ટિકમાં વેક્યૂમ પેકિંગ કરેલા બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલતા તેમાં લીલા રંગનો સૂકવેલો છોડ જેવા પદાર્થ મળી આવ્યો હતો. પ્રાથમિક ટેસ્ટમાં આ પદાર્થ હાઈબ્રિડ મેરિજુઆના (કેનાબિસ) હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નવસારીમાં CSCનો સંચાલક અને પત્ની સ્ટેમ્પ પેપરના વધુ રૂપિયા ખંખેરતા ઝડપાયા
calendar_today May 17, 2026

નવસારીમાં CSCનો સંચાલક અને પત્ની સ્ટેમ્પ પેપરના વધુ રૂપિયા ખંખેરતા ઝડપાયા

નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે આવેલા એક સી.એસ.સી. (CSC) સેન્ટરમાં સ્ટેમ્પ પેપરના નિયત દર કરતાં વધુ નાણાં લેતા સ્ટેમ્પ વેન્ડર અને તેની પત્નીને એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડયા હતા.એેસીબીની ટીમને માહિતી મળી હતી કે, નવસારીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની બિલકુલ સામે આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટના મકાન નંબર 3માં એક સી.એસ.સી. સેન્ટર કાર્યરત છે. આ સેન્ટર પર સ્ટેમ્પ પેપર ખરીદવા આવતા સામાન્ય નાગરિકો પાસેથી કાયદેસરની કિંમત કરતાં વધુ પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. જેના આધારે સુરત એકમના સુપરવિઝન હેઠળ નવસારી એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. તેમાં એક નાગરિક દ્વારા પાવર ઓફ્ એટર્ની, સોગંદનામું અને મકાન ભાડા-કરાર બનાવવાના બહાને ઉક્ત સેન્ટર પર પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર ખાનગી વ્યક્તિ કરિશ્માબેન કાનકાંટે પાસેથી રૂ. 50નો એક, રૂ. 300નો એક અને રૂ. 700નો એક મળીને કુલ રૂ. 1,050ની કિંમતના સ્ટેમ્પ પેપરની માંગણી કરી હતી. તેની સામે રૂ. 1,140 સીએસસી સેન્ટરના સંચાલકે માંગ્યા હતા. નાગરિક પાસેથી આ નાણાં સ્વીકારાતાની સાથે જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપી મહિલાને રંગેહાથ ઝડપી પાડી હતી. એસીબીની પ્રાથમિક તપાસમાં આ ગુનામાં આરોપી નંબર (2) તુકારામભાઇ મધુકરભાઇ કાનકાંટે (ઉ.વ.34), જેઓ વ્યવસાએ સત્તાવાર સ્ટેમ્પ વેન્ડર છે, તેમણે પોતાના નામે મળેલું સી.એસ.સી. લાયસન્સ પોતાની પત્ની કરિશ્માબેનને ગેરકાયદેસર રીતે વેપાર કરવા માટે આપ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કડોદરામાં ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 3 દબોચાયા
calendar_today May 17, 2026

કડોદરામાં ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 3 દબોચાયા

સમગ્ર દેશમાં જ્યારે પેટ્રોલ-ડીઝલની કરકસર અને યોગ્ય પુરવઠો જાળવી રાખવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ઈંધણ ચોરીના કૌભાંડનો પર્દાફશ કર્યો છે. કડોદરાના હરિઓમ પાર્કિંગમાં ડ્રાઇવરો સાથે મિલીભગત કરી ચાલતા આ નેટવર્ક પર ત્રાટકીને પોલીસે મુખ્ય સૂત્રધાર પાર્કિંગ માલિક સહિત ત્રણ સાગરીતોને દબોચી લીધા છે.પોલીસે ઘટનાસ્થળેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું ચોરીના ઈંધણ સાથેનું 28,200 કિલોગ્રામ પેટ્રોલ ભરેલું ટેન્કર પણ રિકવર કર્યું છે. સુરત વિભાગના આઇજી પ્રેમવીર સિંહ અને ઇન્ચાર્જ એસપી અક્ષેશ એન્જિનિયરની સૂચના હેઠળ એલસીબી પીઆઇ નરેશ પાંચાણીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન હેડ કો. ચિરાગ જયંતીલાલ અને પ્રહલાદસિંહ ભૂપતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, કડોદરા સ્થિત હરિઓમ પાર્કિંગનો માલિક હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકોને લાલચ આપી પાર્કિંગમાં બોલાવે છે અને માલિકોની જાણ બહાર પેટ્રોલ-ડીઝલની ચોરી કરાવે છે. દરમિયાન પોલીસે છાપો મારીને મુખ્ય સૂત્રધાર અને પાર્કિંગ માલિક નરેન્દ્રકુમાર મહેશપ્રસાદ બઘેલ (રહે. સાંઇપૂજન રેસિડન્સી, લિંબાયત, મૂળ બિહાર) ટેન્કર ચાલક સુજીત કુમાર ઝગડુપ્રસાદ યાદવ (ઉં.વ. 28)નો ચાલક (રહે. નક્ષત્ર ટાઉનશિપ, ડિંડોલી મૂળ યુ.પી.). મનોજ મોતીલાલ સેવક (ઉં.વ. 40, રહે. હરિઓમ પાર્કિંગ, કડોદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે ચોરી કરેલી પેટ્રોલ, ડીઝલના જથ્થા સાથેના બેરલ સહિત કુલ રૂ. 33,735નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward