android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઇંધણનો ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં સરેરાશ 15 ટકા ભાવ વધારો થશે
calendar_today May 17, 2026

ઇંધણનો ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં સરેરાશ 15 ટકા ભાવ વધારો થશે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની અસ્થિરતા વચ્ચે સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાએ સુરતના ટેક્સ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં નવી ચિંતા ઊભી કરી છે. ઈંધણના વધેલા ભાવોની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર જોવા મળશે, જેના કારણે બંને ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા મોંઘી બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ યાર્નની હેરફેરથી લઈને ગ્રે કાપડ અને પ્રોસેસ્ડ ફેબ્રિકના પરિવહન સુધી દરેક તબક્કે ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને પ્રોસેસિંગ હાઉસોમાં બોઈલર અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધતા ઓવરઓલ પ્રોડક્શન ખર્ચ પર અસર પડશે. હાલ બજારમાં મંદીનો માહોલ હોવાને કારણે મિલ માલિકો માટે વધેલો ખર્ચ ગ્રાહકો પર પાસ-ઓન કરવો મુશ્કેલ બની રહ્યો છે. જેના કારણે વેપારીઓની વર્કિંગ કેપિટલ બ્લોક થવાની ભીતિ વચ્ચે આવનારા દિવસોમાં પ્રોસેસિંગ ચાર્જમાં 10થી 12 ટકા તથા વીવિંગ સેક્ટરમાં ગ્રે કાપડના ભાવમાં પ્રતિ મીટર આશરે 15 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ્, લક્ઝરી અને એક્સપોર્ટ આધારિત ડાયમંડ ઉદ્યોગ પર પણ તેની પરોક્ષ અસર જોવા મળી શકે છે. વૈશ્વિક મંદીના કારણે ઓર્ડરમાં ઘટાડો પહેલેથી જ જોવા મળી રહ્યો છે. તેમાં હવે લોજિસ્ટિક્સ ખર્ચ વધતા એક્સપોર્ટર્સની મુશ્કેલી વધી શકે છે. ઉપરાંત મોંઘા પેટ્રોલના કારણે રોજિંદા અવરજવર ખર્ચમાં વધારો થતાં રત્નકલાકારોનું માસિક બજેટ પણ ખોરવાઈ શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: દુધરેજ-માલવણ રોડ પર ગમખ્વાર અકસ્માત, શ્રમિકનું સારવાર દરમિયાન મોત
calendar_today May 17, 2026

Gujarat Latest News Updated: દુધરેજ-માલવણ રોડ પર ગમખ્વાર અકસ્માત, શ્રમિકનું સારવાર દરમિયાન મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Navsari News: ગણદેવીના ધકવાડા ગામે ફેબ્રિકેશનના કામ દરમિયાન જીવંત વીજતાર અડી જતાં શ્રમિકનું મોત, બે ગંભીર
calendar_today May 17, 2026

Navsari News: ગણદેવીના ધકવાડા ગામે ફેબ્રિકેશનના કામ દરમિયાન જીવંત વીજતાર અડી જતાં શ્રમિકનું મોત, બે ગંભીર

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી વીજ કરંટ લાગવાના કારણે એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત થયું હોવાની આંચકાજનક ઘટના સામે આવી છે. તાલુકાના ધકવાડા ગામે કેટલાક ખાનગી કામદારો ફેબ્રિકેશનનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન નજીકમાંથી પસાર થતો હાઈ-વોલ્ટેજ જીવંત વીજતાર અચાનક લોખંડના માળખા કે સાધન સાથે અડી ગયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તીવ્ર વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા.એકનું ઘટનાસ્થળે જ મોત, બે શ્રમિકો હોસ્પિટલમાં દાખલ આ ભયાનક અકસ્માતમાં એટલો જોરદાર કરંટ લાગ્યો હતો કે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કામ કરી રહેલા અન્ય બે કામદારો વીજ કરંટના કારણે ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક રહીશોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીલીમોરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી આ જીવલેણ દુર્ઘટના અંગેની જાણ થતાં જ બીલીમોરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક શ્રમિકના શબને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે જ બીલીમોરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, ફેબ્રિકેશનના કામ દરમિયાન સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે નહીં તે દિશામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward