android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttar Pradesh : યોગી કેબિનેટના વિસ્તરણ બાદ વિભાગોની કરાઈ વહેંચણી, ભૂપેન્દ્ર ચૌધરી MSME વિભાગ સંભાળશે
calendar_today May 17, 2026

Uttar Pradesh : યોગી કેબિનેટના વિસ્તરણ બાદ વિભાગોની કરાઈ વહેંચણી, ભૂપેન્દ્ર ચૌધરી MSME વિભાગ સંભાળશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanathની કેબિનેટમાં તાજેતરમાં સામેલ કરાયેલા નવા મંત્રીઓ વચ્ચે વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે. કેબિનેટ વિસ્તરણ બાદ હવે નવા મંત્રીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.ભૂપેન્દ્ર ચૌધરીને કેબિનેટ મંત્રી તરીકે મળ્યું સ્થાન ભૂપેન્દ્ર ચૌધરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) વિભાગની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે મનોજ પાંડેને ખાદ્ય, નાગરિક પુરવઠા અને રાશન વિભાગ સોંપાયો છે. બંનેને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ ઉપરાંત Ajit Pal Singhને ફૂડ સેફ્ટી અને ઔષધિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સોમેન્દ્ર તોમરને રાજકીય પેન્શન, સૈનિક કલ્યાણ અને પ્રાંતીય રક્ષક દળ વિભાગ મળ્યો છે. બંને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે કાર્ય કરશે. 10 મેના રોજ કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું ક્રિષ્ના પાસવાનને પશુપાલન અને દુગ્ધ વિકાસ વિભાગ, કૈલાશસિંહ રાજપૂતને ઊર્જા અને વધારાના ઊર્જા સ્ત્રોત વિભાગ, સુરેન્દ્રા દિલેરને આવક વિભાગ અને હંસરાજ વિશ્વકર્માને MSME વિભાગમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. યોગી સરકારમાં 10 મેના રોજ કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આનંદીબેન પટેલએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. રાજકીય વિશ્લેષકો મુજબ, આ કેબિનેટ વિસ્તરણ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. ભાજપે આ વિસ્તરણ દ્વારા દલિત, OBC, જાટ, બ્રાહ્મણ અને અન્ય સામાજિક સમુદાયોને પ્રતિનિધિત્વ આપી પોતાનો સામાજિક આધાર મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. તેને સમાજવાદી પાર્ટીના PDA ફોર્મ્યુલાના જવાબ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : PM Modi Visit Sweden : વડાપ્રધાન મોદી પહોંચ્યા સ્વીડન, એરપોર્ટ પર પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસને કર્યું ભવ્ય સ્વાગત

Read Full Story arrow_forward
PM Modi Sweden Visit: 'આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો'
calendar_today May 17, 2026

PM Modi Sweden Visit: 'આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો'

સ્વીડનના ગુટનબર્ગ ખાતે આયોજિત 'યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રી'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને વૈશ્વિક ક્ષમતાનો સ્વીકાર કરાવતા અનેક ઐતિહાસિક જાહેરાતો કરી છે. PM મોદીએ વૈશ્વિક મંચ પરથી સ્વીડન અને યુરોપના રોકાણકારોને ભારતમાં સાથે મળીને કામ કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠક દરમિયાન ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગામી સ્તર પર લઈ જઈને 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'માં બદલવાનો મોટો નિર્ણય લેવાયો છે.PM મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર' એનાયત સ્વીડન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર'થી નવાજવામાં આવ્યા છે. PM મોદીએ આ સન્માન સ્વીકારતા જણાવ્યું હતું કે, આ માત્ર મારું સન્માન નથી, પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. ભારત અને સ્વીડનના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસન અને માનવ-કેન્દ્રીત વિકાસના મજબૂત પાયા પર ટકેલા છે. આતંકવાદ સામે લડત અને ભારત-EU FTA પર મહત્વની ચર્ચા PM મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પરથી આતંકવાદના મુદ્દે કડક વલણ અપનાવતા કહ્યું કે, ભારત અને સ્વીડન સહમત છે કે, આતંકવાદ સમગ્ર માનવતા માટે મોટો પડકાર છે. ગત વર્ષે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સ્વીડન તરફથી મળેલા સમર્થન બદલ તેમણે સ્વીડનના PM ક્રિસ્ટરસનનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનની હાજરીમાં PM મોદીએ ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને જલ્દી અમલમાં મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને 'મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવવામાં આવી છે. સાયન્સ-ટેક સેન્ટર અને ગ્રીન ટેકનોલોજી પર મોટો કરાર બંને દેશોના સ્ટાર્ટઅપ અને રિસર્ચ ઈકોસિસ્ટમને જોડવા માટે 'ઈન્ડિયા-સ્વીડન સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, લો-કાર્બન ઈન્ડસ્ટ્રિયલ ટ્રાન્સફોર્મેશન માટે લોન્ચ કરાયેલા વૈશ્વિક ઈનિશિએટિવના ત્રીજા તબક્કાની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. PM મોદીએ જણાવ્યું કે, સ્વીડનની એડવાન્સ ટેકનોલોજી અને ભારતના મોટા સ્કેલને સાથે મેળવીને ગ્રીન હાઈડ્રોજન, સર્ક્યુલર ઈકોનોમી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સમગ્ર વિશ્વ માટે ક્લાઈમેટ સોલ્યુશન્સ તૈયાર કરી શકાય છે. આ પણ વાંચો - PM Modi Netherlands Visit: ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે થયા મહત્વના કરાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સ્વીડનમાં PM નરેન્દ્ર મોદીને મળ્યું સર્વોચ્ચ સન્માન
calendar_today May 17, 2026

Gujarat Latest News Live: સ્વીડનમાં PM નરેન્દ્ર મોદીને મળ્યું સર્વોચ્ચ સન્માન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward