android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Netherlands Visit: ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે થયા મહત્વના કરાર
calendar_today May 17, 2026

PM Modi Netherlands Visit: ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે થયા મહત્વના કરાર

ભારતના વિકાસને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. PM નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ જેટેન (Mr. Rob Jetten) સાથે ત્યાંના જગપ્રસિદ્ધ એન્જિનિયરિંગ અજાયબી સમાન અફસ્લુઈટડિજક (Afsluitdijk) ડાઈકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે જળ વ્યવસ્થાપન, ક્લાઈમેટ રેઝિલિઅન્સ અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.ગુજરાતના મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે થયા કરાર આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિઝનરી અને અત્યંત મહત્વકાંક્ષી 'કલ્પસર પ્રોજેક્ટ' (Kalpasar Project) માટે એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. ભારતના જલ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે ટેકનિકલ સહયોગ માટેના લેટર ઓફ ઈન્ટેન્ટ (Letter of Intent) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ભાગીદારીથી ગુજરાતમાં એડવાન્સ હાઈડ્રોલિક એન્જિનિયરિંગ, મીઠા પાણીનું સંરક્ષણ, પૂર નિયંત્રણ અને સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નવી તકોના દ્વાર ખુલશે. અફસ્લુઈટડિજક અને કલ્પસર પ્રોજેક્ટનું સામ્યતા અને વિઝન નેધરલેન્ડ્સનો અફસ્લુઈટડિજક ડેમ વોટર એન્જિનિયરિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક બેન્ચમાર્ક માનવામાં આવે છે, જેણે સમુદ્રના પડકારોને તકોમાં બદલી નાખ્યા છે. બરાબર આ જ વિઝન સાથે ગુજરાતનો કલ્પસર પ્રોજેક્ટ પણ ખંભાતના અખાતમાં એક વિશાળ મીઠા પાણીનું જળાશય બનાવવાની કલ્પના ધરાવે છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાત માટે સિંચાઈ, જળ સુરક્ષા, ભરતી ઊર્જા (Tidal Energy), કનેક્ટિવિટી અને પ્રાદેશિક વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. વૈશ્વિક ટેકનોલોજીથી ભારતનું ભવિષ્ય સુરક્ષિત બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રયાસથી દેશમાં ગ્લોબલ એક્સપર્ટાઈઝ અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીનો સમન્વય થશે. પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, ભારત આવનારી પેઢીઓ માટે જળ-સુરક્ષિત અને ક્લાઈમેટ-રેઝિલિઅન્ટ ભવિષ્યના નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના કાયાકલ્પ માટે નેધરલેન્ડ્સનો આ ટેકનિકલ સહયોગ ભારતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે. આ પણ વાંચો -  PM મોદીએ ડચ ડેમની મુલાકાત લીધી, કહ્યું 'નેધરલેન્ડ્સ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખવા જેવું છે'

Read Full Story arrow_forward
PM મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા, મળ્યો 31મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
calendar_today May 17, 2026

PM મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા, મળ્યો 31મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં યુરોપના ચાર દેશોની મુલાકાતે છે. આ પ્રવાસના બીજા તબક્કામાં તેઓ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ શહેર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વીડને પીએમ મોદીને વિશેષ રાજકીય સન્માન આપ્યું અને બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ. મોદીને આવકારવા સ્વીડનના વડાપ્રધાન એરપોર્ટ આવ્યા જેમ જ પીએમ મોદીનું વિમાન સ્વીડનની હવાઈ સીમામાં પ્રવેશ્યું, ત્યારે સ્વીડિશ એરફોર્સના Saab JAS 39 Gripen લડાકુ વિમાનો તેમના વિમાનની સુરક્ષા માટે સાથે જોડાયા હતા. આ ફાઇટર જેટ્સે પીએમ મોદીના વિમાનને ગોથેનબર્ગ એરપોર્ટ સુધી એસ્કોર્ટ કર્યું હતું. કોઈ પણ દેશના વડાપ્રધાનને આપવામાં આવતું આ પ્રકારનું એર એસ્કોર્ટ વિશેષ સન્માન માનવામાં આવે છે. ગોથેનબર્ગ એરપોર્ટ પર સ્વીડનના વડાપ્રધાન Ulf Kristersson પોતે હાજર રહી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. સામાન્ય રીતે કોઈ દેશના વડાપ્રધાન એરપોર્ટ પર મહેમાન નેતાને આવકારવા આવતા નથી, તેથી આ ઘટનાને વિશેષ રાજદ્વારી સન્માન તરીકે જોવામાં આવી રહી છે. વૈશ્વિક સહકાર વધારવામાં યોગદાન સ્વીડને પીએમ મોદીને પોતાના દેશના પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક Royal Order of the Polar Star, “કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ”થી સન્માનિત કર્યા. ભારત અને સ્વીડન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં અને વૈશ્વિક સહકાર વધારવામાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પીએમ મોદીને મળેલો 31મો આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુલાકાત દરમિયાન સ્વીડનમાં વસતા ભારતીય સમુદાયે પણ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝલક સાથે ભરતનાટ્યમ નૃત્ય અને “વૈષ્ણવ જન તો” ભજનની રજૂઆત કરવામાં આવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર બંગાળી સંસ્કૃતિની પ્રશંસા પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે વેપાર, ટેક્નોલોજી, ઈનોવેશન અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ પણ વાંચો : PM Modi Visit Sweden : વડાપ્રધાન મોદી પહોંચ્યા સ્વીડન, એરપોર્ટ પર પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસને કર્યું ભવ્ય સ્વાગત

Read Full Story arrow_forward
વાંચો 18 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 17, 2026

વાંચો 18 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

આજે 18 મેના રોજ દેશના રાજકારણ, વહીવટી તંત્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર લઈ રહી છે. પીએમ મોદીના વિદેશ પ્રવાસથી લઈને આઠમા પગાર પંચની હિલચાલ અને સ્થાનિક સ્તરે રાજકીય સમીક્ષાઓ સુધી, આજના દિવસના મુખ્ય સમાચાર અને ઘટનાઓ નીચે મુજબ છે.કોંગ્રેસની કારમી હાર બાદ નવસારીમાં સમીક્ષા બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ કારમી હાર બાદ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી બી.વી. શ્રીનિવાસની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો હાજર રહેશે અને પોતાની હારના સાચા કારણો રજૂ કરશે. કેરળમાં UDF સરકારનો શપથ ગ્રહણ સમારોહ કેરળમાં નવી સરકારની તાજપોશી થવા જઈ રહી છે. તિરુઅનંતપુરમના નેશનલ સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યે આયોજિત ભવ્ય સમારોહમાં વી.ડી. સતીશન સહિત 21 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ અને UDF ગઠબંધનના અનેક વરિષ્ઠ નેતાઓ ખાસ હાજર રહેશે. PM મોદી સ્વીડન પહોંચ્યા, નોર્ડિક કરાર પર નજર પાંચ દેશોના પ્રવાસે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સ્વીડનના ગુટનબર્ગ પહોંચ્યા છે. પીએમ મોદી 18 મે સુધી સ્વીડન અને નોર્વેના પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન ભારત અને નોર્ડિક દેશો વચ્ચે ઘણા મહત્વના દ્વિપક્ષીય કરારો તેમજ નોર્ડિક કરાર પર અંતિમ મહોર વાગે તેવી પ્રબળ સંભાવના છે. ગૃહમંત્રી અમીત શાહનો 3 દિવસનો છત્તીસગઢ પ્રવાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના છત્તીસગઢ પ્રવાસે જઈ રહ્યા છે, તેઓ રાત્રે રાયપુર પહોંચશે. સોમવારે તેઓ રાજ્યમાં નક્સલવાદ નાબૂદી અને વિકાસ કાર્યોની હાઈ-લેવલ સમીક્ષા કરશે તેમજ શહીદ જવાનોના પરિવારોની મુલાકાત લેશે. આ ઉપરાંત 19 મેના રોજ તેઓ મધ્ય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા પણ કરવાના છે. દિલ્હીમાં આજથી 'મેટ્રો મંડે' (Metro Monday) પહેલની શરૂઆત પીએમ મોદીની અપીલ બાદ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. 'મેટ્રો મંડે' અંતર્ગત દિલ્હી સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ મેટ્રોમાં મુસાફરી કરશે. ટ્રાફિક, પ્રદૂષણ અને ઈંધણ બચાવવાના આ હેતુ માટે દિલ્હી મેટ્રો દર સોમવારે 24 વધારાના ફેરા (એક્સ્ટ્રા ટ્રિપ્સ) દોડાવશે. આઠમા પગાર પંચનો ક્ષેત્રીય પ્રવાસ શરૂ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારા માટે રચાયેલા આઠમા પગાર પંચ (8th Pay Commission) નો ક્ષેત્રીય પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ કમિશનની ટીમ 18 અને 19 મેના રોજ હૈદરાબાદના પ્રવાસે રહેશે અને સંબંધિત પક્ષો સાથે બેઠક કરશે. ઓડિશામાં ભાજપ સંગઠનની સમીક્ષા અને યુપી કેબિનેટની બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 18 મેના રોજ ઓડિશાના પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ પક્ષના માળખાને મજબૂત કરવા ઉચ્ચ સ્તરીય સંગઠનાત્મક સમીક્ષા કરશે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલા કેબિનેટ વિસ્તાર બાદ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.આ પણ વાંચો - PM મોદીએ ડચ ડેમની મુલાકાત લીધી, કહ્યું 'નેધરલેન્ડ્સ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખવા જેવું છે'

Read Full Story arrow_forward