android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારાઈ, હવે 38 જજ હશે
calendar_today May 17, 2026

Gujarat Latest News Live: સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારાઈ, હવે 38 જજ હશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Chhota Udepur News: સુખી ડેમમાં ન્હાવા પડેલો ગઢ ભીખાપુરાનો યુવક ડૂબ્યો
calendar_today May 17, 2026

Chhota Udepur News: સુખી ડેમમાં ન્હાવા પડેલો ગઢ ભીખાપુરાનો યુવક ડૂબ્યો

છોટાઉદેપુર જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના પ્રસિદ્ધ સુખી ડેમમાં ન્હાવા ગયેલો એક આશાસ્પદ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.ગઢ ભીખાપુરા ગામનો યુવક પાણીમાં ગરકાવ ઘટનાની મળતી વિગતો અનુસાર, છોટાઉદેપુરના ગઢ ભીખાપુરા ગામનો રહેવાસી મિતેશ લુહાર નામનો યુવક સુખી ડેમ ખાતે આવ્યો હતો. ઉનાળાની ગરમી વચ્ચે ડેમના પાણીમાં તે નાહવા માટે પડ્યો હતો. જો કે, ન્હાતા સમયે પાણીના ઊંડા પ્રવાહનો અંદાજ ન આવતા મિતેશ અચાનક જ ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ શરૂ સ્થાનિક લોકોએ યુવકને ડૂબતો જોઈને તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી અને આ અંગે વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ સુખી ડેમ ખાતે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ડેમના ઊંડા પાણીમાં મિતેશની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, કલાકોની જહેમત બાદ પણ હાલ યુવકનો મૃતદેહ લાપતા છે, અને તેની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પણ વાંચો - 

Read Full Story arrow_forward
Ahmedabad News: રખિયાલમાં લગ્નપ્રસંગમાં રૂ.2.50 લાખની લેતીદેતી મુદ્દે બે પિતરાઈ પરિવારો વચ્ચે ધીંગાણું
calendar_today May 17, 2026

Ahmedabad News: રખિયાલમાં લગ્નપ્રસંગમાં રૂ.2.50 લાખની લેતીદેતી મુદ્દે બે પિતરાઈ પરિવારો વચ્ચે ધીંગાણું

અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી લગ્નપ્રસંગ દરમિયાન કૌટુંબિક પરિવારો વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રૂ.2.50 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના મામલે બે પિતરાઈ પરિવારો સામસામે આવી ગયા હતા. લગ્નના માહોલ વચ્ચે જ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી.પાઈપ-ડંડા અને ડીસમીસ વડે જીવલેણ હુમલો આ હિંસક ઝઘડા દરમિયાન એક પક્ષ દ્વારા પાઈપ, લાકડાના ડંડા અને ડીસમીસ (સ્ક્રુ-ડ્રાઈવર) જેવા હથિયારો વડે ફરિયાદી પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકનો આક્ષેપ છે કે તેણે સામેવાળા પક્ષને વ્યાજ સહિત 4 લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવી દીધી હોવા છતાં, તેમની પાસે હજુ પણ પઠાણી ઉઘરાણી કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ખેલાયો લોહીયાળ જંગ જાહેરમાં થયેલી આ મારામારીના કારણે લગ્નપ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રખિયાલ પોલીસે બંને પક્ષોની દલીલો સાંભળીને સામસામે (ક્રોસ) ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને હુમલો કરનારા શખ્સોની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward