android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagarના લખતરમાં દુધરેજ-માલવણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
calendar_today May 17, 2026

Surendranagarના લખતરમાં દુધરેજ-માલવણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાંથી પસાર થતા દુધરેજ-માલવણ હાઈવે પર મોઢવાણા ગામ નજીક એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૂળ પાટણના વતની અને હાલ દુધરેજ ખાતે એક ખેડૂતની વાડી રાખીને ખેતીકામ કરતા શ્રમિક જામાજી કેશાજી ઠાકોર પોતાના વતનથી વ્યવહારિક કામ પૂરું કરીને બાઈક પર દુધરેજ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર એક કાર ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકે દમ તોડ્યો આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને બાઈક બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે શ્રમિક જામાજીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત શ્રમિકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક જામાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પરિવારના મોભી અને કમાઉ સભ્યનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના અંગે મૃતક શ્રમિકના પુત્રએ લખતર પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. લખતર પોલીસે કાર ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધીને અકસ્માત સંદર્ભે આગળની સઘન તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Supreme Courtમાં જજની સંખ્યા વધારવામાં આવી, હવે 34ની જગ્યાએ હશે 38 જજ
calendar_today May 17, 2026

Supreme Courtમાં જજની સંખ્યા વધારવામાં આવી, હવે 34ની જગ્યાએ હશે 38 જજ

ભારતના સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહત્વપૂર્ણ અધ્યાદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ સુપ્રીમ કોર્ટમાં ચાર નવા ન્યાયાધીશોના પદ વધારવામાં આવ્યા છે. હવે મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત કુલ ન્યાયાધીશોની સંખ્યા 34માંથી વધીને 38 થઈ ગઈ છે.પડતર કેસો વધુ હોવાને લઈને લેવાયો નિર્ણય હાલ દેશમાં અનેક મહત્વપૂર્ણ કેસો વર્ષોથી લંબિત છે અને સુપ્રીમ કોર્ટ પર કેસોનું ભારે ભારણ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા અને બાકી કેસોના વહેલા નિરાકરણ માટે આ પગલું ભર્યું છે. થોડા મહિના પહેલા કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં ચાર નવા ન્યાયાધીશોની નિમણૂક માટે મંજૂરી આપી હતી, જેના આધારે હવે રાષ્ટ્રપતિએ અધ્યાદેશ બહાર પાડ્યો છે. આ નિર્ણયથી કેસોની ઝડપી સુનાવણી થશે ભારતમાં 1950માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારે મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ માત્ર 8 ન્યાયાધીશો હતા. બાદમાં વધતા કેસો અને ન્યાયિક કાર્યના ભારને ધ્યાનમાં રાખીને સમયાંતરે સંખ્યા વધારવામાં આવી હતી. 1956માં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારીને 10 કરવામાં આવી હતી. ત્યારબાદ 1960માં આ સંખ્યા 13 થઈ, 1977માં 17 અને 1986માં મુખ્ય ન્યાયાધીશ સિવાય 25 ન્યાયાધીશો સુધી વધારો થયો હતો. 2008માં સંખ્યા 30 સુધી પહોંચી અને 2019માં તેને વધારીને 33 કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશને ઉમેરતા કુલ સંખ્યા 34 થઈ હતી. હવે નવા અધ્યાદેશ બાદ સુપ્રીમ કોર્ટમાં કુલ 38 ન્યાયાધીશો રહેશે. માનવામાં આવે છે કે આ નિર્ણયથી કેસોની ઝડપી સુનાવણી અને ન્યાય પ્રણાલીની કાર્યક્ષમતા વધશે. આ પણ વાંચો : 205 કેસ, 15 કરોડની ઠગાઈ, દેશભરના લોકોને લૂંટનારા આરોપીની બિહારથી કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: PM નરેન્દ્ર મોદી અને સ્વીડિશ PM ઉલ્ફ ક્રિસ્ટરસન વચ્ચે ડેલિગેશન સ્તરની દ્વિપક્ષીય બેઠક
calendar_today May 17, 2026

Gujarat Latest News Live: PM નરેન્દ્ર મોદી અને સ્વીડિશ PM ઉલ્ફ ક્રિસ્ટરસન વચ્ચે ડેલિગેશન સ્તરની દ્વિપક્ષીય બેઠક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward