Kutch News: ભુજમાં દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ
કચ્છના મુખ્ય મથક ભુજમાંથી મહિલા શક્તિની સરાહનીય કામગીરી સામે આવી છે. ભુજના જયનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા દારૂના અડ્ડાથી પરેશાન સ્થાનિક મહિલાઓએ એક થઈને દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી દીધી છે. ખુલ્લેઆમ વેચાઈ રહેલા દારૂના આ કાળા કારોબારનો મહિલાઓએ પર્દાફાશ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જયનગર પાસે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હતો દારૂ ઘટનાની મળતી માહિતી અનુસાર, ભુજના જયનગર પાસે કેટલાક બુટલેગરો દ્વારા કોઈપણ જાતના ડર વગર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિક સ્તરે અસામાજિક તત્વોનો ત્રાસ વધતા આખરે મહિલાઓનો પિત્તો ગયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહિલાઓએ પોતે જ હિંમત બતાવી અને દારૂના અડ્ડા પર અચાનક ત્રાટકીને જનતા રેડ કરી દીધી હતી. મહિલાઓની આ આક્રમક કામગીરી જોઈને દારૂ વેચનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ શરૂ મહિલાઓએ જનતા રેડ કરીને સ્થળ પરથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ભુજ એ-ડિવિઝન પોલીસની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો તમામ જથ્થો પોતાના કબ્જે લીધો હતો. હાલ આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને દારૂ વેચનારા બુટલેગરોની ધરપકડ કરવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Kutch News: મુન્દ્રા પોર્ટ પર 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું
Read Full Story arrow_forward