android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM મોદીએ ડચ ડેમની મુલાકાત લીધી, કહ્યું 'નેધરલેન્ડ્સ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખવા જેવું છે'
calendar_today May 17, 2026

PM મોદીએ ડચ ડેમની મુલાકાત લીધી, કહ્યું 'નેધરલેન્ડ્સ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખવા જેવું છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન રવિવારે ડચ વડાપ્રધાન રોબ જેટન સાથે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk Damનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ વોટર મેનેજમેન્ટ, પૂર નિયંત્રણ, ક્લાઈમેટ ચેન્જની પડકારો અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો. નેધરલેન્ડે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વને ઉત્તમ ઉદાહરણ આપ્યું પીએમ મોદીની આ યુરોપ પ્રવાસ ચાર દેશોની મુલાકાતનો ભાગ છે, જેમાં સ્વીડન, નોર્વે અને ઈટાલી પણ સામેલ છે. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નેધરલેન્ડે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે અને તેના અનુભવમાંથી દુનિયાએ શીખવું જોઈએ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે Afsluitdijk ડેમ માત્ર એક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ નથી પરંતુ નવીનતા અને દૃષ્ટિકોણનું પ્રતિક છે. ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર પણ ચર્ચા થઈ આ ડેમ દરિયાઈ પાણી નિયંત્રણ, પૂરથી સુરક્ષા અને મીઠા પાણીના સંગ્રહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મુલાકાત દરમિયાન ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર પણ ચર્ચા થઈ. બંને દેશોએ ભવિષ્યમાં જળ ટેકનોલોજી, ક્લાઈમેટ રેઝિલિયન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંયુક્ત પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 5 દેશના પ્રવાસે છે અને નેધરલેન્ડસની મુલાકાત બાદ તેઓ સ્વીડન જવા માટે રવાના થયા છે. આ પણ વાંચો : PM Modi Sweden Visit: રોજગારમાં સમાનતા, સમૃદ્ધિમાં પ્રગતિ, જાણો સ્વીડન કેમ છે ખાસ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા પર ત્રાટક્યું તંત્ર
calendar_today May 17, 2026

Gujarat Latest News Live : સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા પર ત્રાટક્યું તંત્ર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Banaskantha News: અમીરગઢના કપાસિયા ઘોટા પાસે ડામર ભરેલી ટ્રકે બાઈકને કચડી, યુવકનું કમકમાટીભર્યું મોત
calendar_today May 17, 2026

Banaskantha News: અમીરગઢના કપાસિયા ઘોટા પાસે ડામર ભરેલી ટ્રકે બાઈકને કચડી, યુવકનું કમકમાટીભર્યું મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી એક અત્યંત દિલધડક અને ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. અમીરગઢ નજીક આવેલા કપાસિયા ઘોટા પાસે ડામર રોડનું નવીનીકરણ (નવું કામ) ચાલુ હતું, તે સમયે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડના કામમાં વપરાતી ડામર ભરેલી એક ભારેભરખમ ટ્રકે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક યુવકને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક સીધી યુવકના શરીર પર ફરી વળી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.મૃતક યુવક સ્થાનિક કપાસિયા ગામનો હોવાનું ખુલ્યું જાહેર માર્ગ પર બપોરના સમયે બનેલી આ ભયાનક ઘટનાને પગલે આસપાસના મજૂરો અને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતનો ભોગ બનનાર મૃતક યુવક સ્થાનિક કપાસિયા ગામનો જ રહેવાસી હતો. પોતાના જ ગામના આશાસ્પદ યુવકનું આ રીતે કાળજું કંપાવી દે તેવું મોત થતાં જ કપાસિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી આ કરુણ બનાવ અંગેની જાણ થતાં જ અમીરગઢ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી રોડ પર લાગેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે અમીરગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અમીરગઢ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, ઘટનાસ્થળની તપાસ કરીને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward