android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  દિલ્હી એરપોર્ટ પર અમેરિકન નાગરિક પાસેથી મળ્યા 115 સોનાના બિસ્કિટ
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: દિલ્હી એરપોર્ટ પર અમેરિકન નાગરિક પાસેથી મળ્યા 115 સોનાના બિસ્કિટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujaratના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ: રૂ. 620 કરોડના વિકાસ કામોની આપશે ભેટ
calendar_today May 16, 2026

Gujaratના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ: રૂ. 620 કરોડના વિકાસ કામોની આપશે ભેટ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) વિસ્તારને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની મોટી ભેટ આપશે. ગૃહમંત્રીના હસ્તે ગાંધીનગરના નાગરિકોની સુવિધામાં વધારો કરતા અંદાજે રૂપિયા 620 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને લઈને ગાંધીનગરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તંત્રના અધિકારીઓ સાથે મળીને તમામ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી છે.કોલવડા ખાતે રૂ. 16.11 કરોડના આધુનિક STP પ્લાન્ટનું નિરીક્ષણ આ પ્રવાસના મુખ્ય આકર્ષણોમાં કોલવડા ખાતે નવનિર્મિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) નો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહ ખાસ કોલવડા પહોંચીને આ આધુનિક એસટીપી પ્લાન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરશે. આશરે રૂપિયા 16.11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યંત આધુનિક હોવાની સાથે સાથે સૌથી નાનો એસટીપી પ્લાન્ટ પણ માનવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા આ પ્લાન્ટની તમામ તકનીકી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગામનું ગંદુ પાણી શુદ્ધ કરી તળાવ અને ગાર્ડનમાં વપરાશે આ આધુનિક પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગામમાંથી એકત્ર થતા ગંદા પાણીને આધુનિક પદ્ધતિથી 100 ટકા શુદ્ધ (ટ્રીટ) કરવામાં આવશે. આ શુદ્ધ કરેલા પાણીનો વ્યય કરવાને બદલે તેનો પુનઃવપરાશ સામાજિક હેતુઓ માટે થશે. ટ્રીટ થયેલું શુદ્ધ પાણી સ્થાનિક તળાવમાં છોડવામાં આવશે, જેથી તળાવ બારેમાસ પાણીથી ભરેલું રહેશે. આ ઉપરાંત, આ પાણીનો ઉપયોગ આસપાસના ગાર્ડન (બગીચાઓ) અને હરિયાળી જાળવી રાખવા માટે કરવામાં આવશે, જે પર્યાવરણની દ્રષ્ટિએ એક ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: ચાંદખેડાની મિસ્ટીના મોતના રહસ્ય પરથી પડદો ઉઠ્યો, જાણો કારણ
calendar_today May 16, 2026

Ahmedabad News: ચાંદખેડાની મિસ્ટીના મોતના રહસ્ય પરથી પડદો ઉઠ્યો, જાણો કારણ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં થોડા સમય પહેલા 3 વર્ષની માસૂમ બાળકી મિસ્ટી પ્રજાપતિના થયેલા આકસ્મિક મૃત્યુના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બાળકીના પોસ્ટ મોર્ટમ (PM) રિપોર્ટમાં તેના મોતના કારણો સામે આવ્યા છે, જેમાં ઘાતક બેક્ટેરિયલ ઇન્ફેક્શન જવાબદાર હોવાનું ખુલ્યું છે.‘એશિનોબેક્ટર બાઉમાની’ બેક્ટેરિયાએ લીધો જીવ તબીબી પરીક્ષણમાં સામે આવ્યું છે કે, મિસ્ટીના શરીરમાં “Acinobacter Baumanii” (એશિનોબેક્ટર બાઉમાની) નામનો અત્યંત જોખમી બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર પ્રકારનો ચેપ ફેલાયો હતો. આ ચેપને કારણે તબીબી ભાષામાં સેપ્ટિસીમિયા (Septicemia) ની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઝેરી અસર લોહી મારફતે આખા શરીરમાં પ્રસરી ગઈ હતી. ફેફસામાં પાણી ભરાયા અને હૃદયે કામ કરવાનું બંધ કર્યું પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, આ ચેપની અસર બાળકીના મુખ્ય અંગો પર ખૂબ જ ગંભીર રીતે થઈ હતી. સેપ્ટિસીમિયાને કારણે બાળકીના ફેફસામાં સોજો આવી ગયો હતો અને તેમાં પાણી ભરાઈ ગયું હતું. આ સ્થિતિને લીધે માસૂમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. અંતે, બાળકીનું હૃદય અને શ્વાસ પ્રણાલી બંને કાર્ય કરતા બંધ થઈ ગયા હતા, જેને તબીબી ભાષામાં કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર (Cardiorespiratory Failure) કહેવામાં આવે છે. ચાંદખેડા પોલીસે તપાસ તેજ કરી 3 વર્ષની માસૂમ બાળકીનું આ રીતે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયા બાદ ચાંદખેડા પોલીસે હવે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે. બાળકીને આ ચેપ ક્યાંથી લાગ્યો અને તેની સારવારમાં કોઈ ખામી રહી ગઈ હતી કે, કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ શહેરમાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ બાળકોના સ્વાસ્થ્ય અને અચાનક થતા ઇન્ફેક્શન બાબતે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ પણ વાંચો - Ahmedabad : ચાંદખેડામાં બાળકીઓના રહસ્યમય મોતનો કેસ, FSL રિપોર્ટ બાદ હવે ડૉક્ટરોના અભિપ્રાય પર નજર

Read Full Story arrow_forward