android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: મધુર ડેરીના રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું આવતીકાલે અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
calendar_today May 16, 2026

Gandhinagar News: મધુર ડેરીના રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું આવતીકાલે અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન

ગાંધીનગર અને તેની આસપાસના પશુપાલકો તેમજ ગ્રાહકો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરની પ્રખ્યાત 'મધુર ડેરી' ના બીજા એક અત્યંત આધુનિક અને વિશાળ પ્લાન્ટનું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ નવો પ્લાન્ટ અંદાજે રૂપિયા 128 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જે શરૂઆતમાં પ્રતિદિન 2.5 લાખ (અઢી લાખ) લીટર દૂધ પ્રોસેસિંગની પ્રચંડ ક્ષમતા ધરાવે છે. હાલ ગાંધીનગર શહેરમાં કાર્યરત જૂનો પ્લાન્ટ 2 લાખ લીટરની ક્ષમતા ધરાવે છે, જેની સરખામણીએ આ નવો પ્લાન્ટ ઘણો મોટો અને હાઈટેક છે.કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ બાદ પ્લાન્ટનું નિરીક્ષણ કરશે આ હાઈટેક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને રિબન કાપીને પ્લાન્ટને ખુલ્લો મૂકશે. લોકાર્પણ વિધિ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ડેરીના સત્તાધીશો અને ટેકનિકલ નિષ્ણાતો સાથે આ આધુનિક પ્લાન્ટની કાર્યપ્રણાલી સમજવા માટે તેનું વિસ્તૃત નિરીક્ષણ પણ કરવાના છે. આ પ્રસંગે સહકારિતા ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓ પણ હાજર રહેશે. દૂધ, દહીં અને આઈસક્રીમનું થશે ઉત્પાદન આ નવા પ્લાન્ટની સૌથી મોટી ટેકનિકલ વિશેષતા એ છે કે તેને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આગામી સમયમાં જો દૂધની આવક વધશે, તો કોઈ મોટા ફેરફાર વગર આ પ્લાન્ટની ક્ષમતાને અઢી લાખ લીટરથી વધારીને સીધી 5 લાખ લીટર સુધી એક્સપાન્ડ (વિસ્તરણ) કરી શકાશે. આ આધુનિક પ્રોસેસિંગ યુનિટ શરૂ થવાથી હવે મધુર બ્રાન્ડ હેઠળ દૂધ ઉપરાંત છાસ, પનીર, ઘી, દહીં, વિવિધ પ્રકારની મીઠાઈઓ અને આઈસક્રીમનું મોટા પાયે ગુણવત્તાયુક્ત ઉત્પાદન શરૂ કરવામાં આવશે, જેનો સીધો લાભ ગ્રાહકો અને પશુપાલકોને મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Delhi સરકારનો મોટો નિર્ણય એવિએશન ટર્બાઈન ફ્યૂલ પર VATમાં કર્યો ધરખમ ઘટાડો
calendar_today May 16, 2026

Delhi સરકારનો મોટો નિર્ણય એવિએશન ટર્બાઈન ફ્યૂલ પર VATમાં કર્યો ધરખમ ઘટાડો

દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા સરકાર દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર લાગતા વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે VATને 25%થી ઘટાડીને 7% કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે હવાઈ મુસાફરી સસ્તી થવાની શક્યતા છે.અગાઉ મહારાષ્ટ્રે પણ આવો જ ટેક્સ ઘટાડો કર્યો હતો સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયનો લાભ મુસાફરો અને એરલાઈન કંપનીઓ બંનેને મળશે. અગાઉ મહારાષ્ટ્રે પણ આવો જ ટેક્સ ઘટાડો કર્યો હતો, જેના કારણે ત્યાં એરલાઇન ઓપરેટર્સને ફાયદો થયો હતો અને ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. હાલ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીની આ નીતિ હવાઈ મુસાફરીને થોડી સસ્તી બનાવી શકે છે. દિલ્હીમાં લાંબા સમયથી ATF પર ઊંચો VAT લાગતો હોવાથી એરલાઇન ઉદ્યોગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. દિલ્હી એવિએશન હબ બનશે વિમાન ભાડા વધવાને કારણે મુસાફરોની સંખ્યા પર પણ અસર પડી હોવાનું માનવામાં આવે છે. હવે VAT ઘટાડવાના કારણે એરલાઇન્સને આર્થિક રાહત મળશે અને દિલ્હીનું એવિએશન હબ તરીકેનું સ્થાન વધુ મજબૂત થઈ શકે છે. વિમાન ઉદ્યોગના નિષ્ણાતો પણ લાંબા સમયથી ટેક્સ ઘટાડાની માગ કરી રહ્યા હતા. હાલમાં આ મુદ્દે ચર્ચા અંતિમ તબક્કામાં છે. જો આ નિર્ણય અમલમાં આવે તો આગામી સમયમાં હવાઈ ભાડાં ઘટી શકે છે અને એરપોર્ટ્સ પર મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. આ પણ વાંચો : Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભીષણ માર્ગ અકસ્માત, 5 લોકોના થયા મોત

Read Full Story arrow_forward
Population Policy : આ રાજ્યમાં ત્રીજા બાળક પર 30,000 અને ચોથા પર 40,000 રૂપિયાના આર્થિક પ્રોત્સાહનની જાહેરાત
calendar_today May 16, 2026

Population Policy : આ રાજ્યમાં ત્રીજા બાળક પર 30,000 અને ચોથા પર 40,000 રૂપિયાના આર્થિક પ્રોત્સાહનની જાહેરાત

આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુએ શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં હવે જે પરિવાર ત્રીજા બાળકને જન્મ આપશે તેમને સરકાર તરફથી 30,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે ચોથા બાળક માટે 40,000 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા આ જાહેરાત તેમણે શ્રીકાકુલમ જિલ્લાના નરસન્નાપેટામાં યોજાયેલી જાહેર સભામાં કરી. અગાઉ માર્ચ 2025માં નાયડુએ વિધાનસભામાં કહ્યું હતું કે સરકાર બીજા બાળક માટે 25,000 રૂપિયા આપવાની યોજના પર વિચાર કરી રહી છે. પરંતુ બાદમાં નીતિમાં ફેરફાર કરીને હવે આ યોજના ત્રીજા અને ચોથા બાળક સુધી વિસ્તરાવવામાં આવી છે. રાજ્યમાં સતત ઘટતો જન્મદર ચિંતાનો વિષય ‘સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર’ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નાયડુએ મંચ પરથી આ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે ત્રીજા બાળક માટે 30,000 રૂપિયા અને ચોથા બાળક માટે 40,000 રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં જન્મદર સતત ઘટી રહ્યો છે. વિશ્વભરમાં માન્ય માપદંડ મુજબ કોઈ પણ રાજ્ય અથવા દેશમાં સ્થિર વસ્તી માટે પ્રતિ મહિલા સરેરાશ 2.1 બાળકો હોવા જરૂરી છે. જો જન્મદર આનાથી પણ નીચે જશે તો રાજ્યની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી શકે છે. નાયડુએ કહ્યું કે આજકાલ ઘણા દંપતિઓ ઓછા બાળકો રાખવાનું પસંદ કરે છે, જેના કારણે વસ્તી વૃદ્ધિ ધીમી પડી રહી છે. સરકારનો આ નિર્ણય વસ્તી સંતુલન જાળવવા અને લાંબા ગાળે આર્થિક સ્થિરતા લાવવા માટે લેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Delhi સરકારનો મોટો નિર્ણય એવિએશન ટર્બાઈન ફ્યૂલ પર VATમાં કર્યો ધરખમ ઘટાડો

Read Full Story arrow_forward