android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: NEET-UG પેપર લીક કૌભાંડમાં બે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: NEET-UG પેપર લીક કૌભાંડમાં બે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Sabarkantha News: કતપુર ટોલ પ્લાઝા પરથી લાખોના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
calendar_today May 16, 2026

Sabarkantha News: કતપુર ટોલ પ્લાઝા પરથી લાખોના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ગુજરાતમાં પ્રોહિબિશનના કાયદાની કડક અમલવારી વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવતા હોય છે. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ પોલીસે બુટલેગરોના આવા જ એક સ્માર્ટ કીમિયાનો પર્દાફાશ કર્યો છે. પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસેથી ફ્રૂટના કેરેટની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.ફ્રૂટના કેરેટ નીચે છુપાવી હતી દારૂની પેટીઓ ઘટનાની મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ પોલીસની ટીમ કતપુર ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક પીકઅપ વાનને અટકાવવામાં આવી હતી. પોલીસે જ્યારે વાનની પાછળ તપાસ કરી તો પ્રથમ દ્રષ્ટિએ તેમાં ફ્રૂટ ભરેલા પ્લાસ્ટિકના કેરેટ દેખાયા હતા. જોકે, પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ફ્રૂટના કેરેટની નીચે ગેરકાયદેસર વિદેશી દારૂની પેટીઓ છુપાવેલી હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ તરફ જઈ રહ્યો હતો જથ્થો, 2100 બોટલ જપ્ત પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ દારૂનો જથ્થો વાયા સાબરકાંઠા થઈને અમદાવાદ શહેર તરફ સપ્લાય કરવા માટે લઈ જવાતો હતો. પ્રાંતિજ પોલીસે પીકઅપ વાનમાંથી કુલ રૂ. 2.85 લાખની કિંમતની 2100 બોટલ વિદેશી દારૂનો જથ્થો, ફ્રૂટના કેરેટ અને પીકઅપ વાન સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. ચાલકની ધરપકડ, મંગાવનાર અને મોકલનારની શોધખોળ શરૂ પ્રાંતિજ પોલીસે પીકઅપ વાનના ચાલકની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો એટલે કે મોકલનાર કોણ હતો, અને અમદાવાદમાં આ જથ્થો કોને ડીલીવર કરવાનો હતો (મંગાવનાર બુટલેગર) તે દિશામાં પોલીસે પકડાયેલા ડ્રાઈવરની સઘન પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Sabarkantha News: ખેડબ્રહ્મા નજીક પ્રેમી યુગલનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસ તપાસ શરૂ

Read Full Story arrow_forward
Suratના પાલોદ અને કોસંબામાં આતંક મચાવનારા બે રીઢા સ્નેચરોની ધરપકડ
calendar_today May 16, 2026

Suratના પાલોદ અને કોસંબામાં આતંક મચાવનારા બે રીઢા સ્નેચરોની ધરપકડ

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને લૂંટ અને સ્નેચિંગની પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારોને ડામવામાં મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્ય વિસ્તારના પાલોદ અને કોસંબા રોડ પર અવારનવાર ચેન સ્નેચિંગ અને મોબાઈલ ઝૂંટવીને નાસી છૂટતી ગેંગના બે રીઢા સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ બંને સ્નેચરોને કામરેજ ચાર રસ્તા નજીકથી ઝડપી પાડવામાં આવ્યા છે.ઓલપાડના સાયણના રીઢા ગુનેગારોની ઓળખ થઈ પોલીસ પકડમાં આવેલા બંને આરોપીઓ ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા શખ્સોના નામ અમન મુલતાની અને નયન મૈંસુરિયા છે. આ બંને શખ્સો રીઢા ગુનેગાર છે અને લાંબા સમયથી સુરત ગ્રામ્ય તેમજ આસપાસના હાઈવે અને અવાવરૂ રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ, ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેઈન અને મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતા હતા. તેમની ધરપકડથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. રૂ. 3.83 લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય ગુનાઓ ઉકેલાવાની શક્યતા ધરપકડ બાદ પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ અને તલાશી લેતા તેમની પાસેથી ચોરીના ગુનાના અનેક પુરાવા મળી આવ્યા છે. LCB પોલીસે બંને સ્નેચરો પાસેથી આશરે રૂ. 3.83 લાખની કુલ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં બે સોનાની કિંમતી ચેઈન અને ચોરીના 4 નંગ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનાની કાયદેસરની નોંધ કરી છે. આ બંને રીઢા ગુનેગારોની વધુ પૂછપરછ દરમિયાન સુરત જિલ્લા અને શહેરના અન્ય કેટલાય વણઉકેલાયેલા લૂંટ અને ચોરીના ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward