android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે મેટ્રો, જાણો નવું ટાઈમટેબલ
calendar_today May 16, 2026

Ahmedabad News: હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે મેટ્રો, જાણો નવું ટાઈમટેબલ

અમદાવાદ શહરેમાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા હળવી કરવા તથા પેટ્રોલ-ડીઝલ જેવા કિંમતી ઈંધણની બચત કરવાના હેતુથી અમદાવાદ મેટ્રો રેલ દ્વારા એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પહેલ કરવામાં આવી છે. મેટ્રો પ્રશાસન દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદીઓ મોડી રાત્રે પણ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે, જેને પગલે ખાનગી વાહનોનો વપરાશ ઘટશે અને ઈંધણની મોટી બચત થશે.વસ્ત્રાલ અને થલતેજથી છેલ્લી ટ્રેન 10ના બદલે 11 વાગ્યે ઉપડશે નવા કરવામાં આવેલા ફેરફાર મુજબ, મુસાફરો હવે રાત્રે 11 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી શકશે. વસ્ત્રાલ ગામ અને થલતેજ સ્ટેશનથી અત્યાર સુધી જે છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડતી હતી, તેના બદલે હવે રાત્રે 11:00 વાગ્યા સુધી ટ્રેન ઉપડશે. આ બંને સ્ટેશનોથી મોડી રાત્રે મુસાફરોની સુવિધા માટે ત્રણ નવા રૂટ પર ટ્રેન દોડાવવામાં આવશે. બંને સ્ટેશન (વસ્ત્રાલ અને થલતેજ) થી રાત્રે ઉપડવાનો નવો સમય રાત્રે 10:20 કલાકે રાત્રે 10:40 કલાકે રાત્રે 11:00 કલાકે (છેલ્લી ટ્રેન) APMC, કોટેશ્વર અને ગાંધીનગર રૂટના સમયમાં પણ ફેરફાર માત્ર પૂર્વ-પશ્ચિમ કોરિડોર જ નહીં, પરંતુ ઉત્તર-દક્ષિણ અને ગાંધીનગર રૂટ પર પણ મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને છેલ્લી ટ્રેનના સમય લંબાવવામાં આવ્યા છે: APMC સ્ટેશન: APMC થી મોડી રાત્રે છેલ્લી ટ્રેન 11:10 વાગ્યે ઉપડશે. કોટેશ્વર સ્ટેશન: કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 11:00 વાગ્યે ઉપડશે. મહાત્મા મંદિર (ગાંધીનગર): ગાંધીનગરના મહાત્મા મંદિરથી છેલ્લી ટ્રેનનો સમય રાત્રે 08:09 વાગ્યાનો હતો, જેમાં વધારો કરીને હવે રાત્રે 9:00 કલાકે કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની બચત સાથે મુસાફરોને મોટી રાહત અમદાવાદ મેટ્રોની આ પહેલથી નોકરીયાત વર્ગ, મોડી રાત્રે બજારોમાંથી પરત ફરતા નાગરિકો અને મુસાફરોને મોટી રાહત મળશે. રાત્રિના સમયે મેટ્રો ઉપલબ્ધ થવાથી લોકો પોતાના પ્રાઈવેટ વાહનો લાવવાનું ટાળશે, જેનાથી પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે અને પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં પણ મોટો ઘટાડો થઈ શકશે. આ પણ વાંચો - Ahmedabad News: લાંચ લેતા ASI ભાવેશ રાવલ અને GRD સભ્ય ઝડપાયા

Read Full Story arrow_forward
Tamilnadu Cabinet Portfolio : મુખ્યપ્રધાન વિજયે મંત્રીઓને વિભાગોની કરી વહેંચણી, ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું
calendar_today May 16, 2026

Tamilnadu Cabinet Portfolio : મુખ્યપ્રધાન વિજયે મંત્રીઓને વિભાગોની કરી વહેંચણી, ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું

મુખ્યમંત્રી સી. જોશેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકારમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયે ગૃહ, પોલીસ, સામાન્ય વહીવટ, મહિલા અને યુવા કલ્યાણ, બાળ કલ્યાણ, વૃદ્ધ અને દિવ્યાંગ કલ્યાણ, નગર પ્રશાસન અને શહેરી જળ પુરવઠા જેવા મહત્વપૂર્ણ વિભાગો પોતાના હાથમાં રાખ્યા છે.સેનગોટ્ટૈયનને નાણા વિભાગની જવાબદારી વરિષ્ઠ TVK નેતા કે.એ. સેનગોટ્ટૈયનને નાણા વિભાગની જવાબદારી આપવામાં આવી છે. તેઓ પેન્શન અને સંબંધિત નાણાકીય બાબતો સંભાળશે. મુખ્યમંત્રીની કેબિનેટની સૌથી યુવા મંત્રી સેલ્વી એસ. કીર્તનને ઉદ્યોગ વિભાગ અને રોકાણ પ્રોત્સાહન વિભાગ સોંપવામાં આવ્યો છે. એન. આનંદને ગ્રામ વિકાસ અને જળ સંસાધન મંત્રાલય આપવામાં આવ્યું છે. તેઓ ગ્રામ વિકાસ, પંચાયત, ગરીબી નિવારણ કાર્યક્રમો અને સિંચાઈ યોજનાઓ સંભાળશે. TVK પ્રવક્તા આધવ અર્જુનને જાહેર કાર્ય અને રમતગમત વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. વેંકટરામનનને ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય મળ્યું ડૉ. કે.જી. અરુણરાજને આરોગ્ય, ચિકિત્સા શિક્ષણ અને પરિવાર કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. પી. વેંકટરામનનને ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય મળ્યું છે. આર. નિર્મલકુમારને ઊર્જા અને કાયદા મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. રાજમોહનને શાળા શિક્ષણ, તમિલ વિકાસ અને માહિતી-પ્રચાર વિભાગ સોંપવામાં આવ્યો છે. ડૉ. ટી.કે. પ્રભુને કુદરતી સંસાધન અને ખાણ વિભાગની જવાબદારી મળી છે. આ વચ્ચે એઆઇએડીએમકેમાં આંતરિક વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. એડપ્પાડી કે. પલાનીસ્વામી (EPS) અને સિનિયર નેતા સી.વી. શણમુગમના સમર્થકો વચ્ચે વિલુપ્પુરમ ખાતે પાર્ટી ઓફિસ બહાર અથડામણ થઈ હતી, જે પાર્ટીમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષને વધુ ઊંડો બનાવે છે. આ પણ વાંચો : NTA એક્સપર્ટે જ કરાવ્યું નીટ પેપર લીક? CBIએ સીનિયર ટીચરની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Indian Army:નકશામાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે, પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ચેતવણી
calendar_today May 16, 2026

Indian Army:નકશામાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે, પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ચેતવણી

ભારતીય થલસેનાના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક અને સીધી ચેતવણી આપી છે. દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત 'સેના સંવાદ' કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ રાખશે અને ભારત વિરૂદ્ધ ષડયંત્રો રચશે, તો તેણે પોતે જ એ નક્કી કરવું પડશે કે તે વિશ્વના ભૂગોળ (નકશા) નો હિસ્સો રહેવા માંગે છે કે પછી ઇતિહાસ બની જવા માંગે છે. આર્મી ચીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ 'ઓપરેશન સિંદૂર'ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.શું હતું 'ઓપરેશન સિંદૂર'?ગયા વર્ષે 7 મેના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક ઘાતક આતંકવાદી હુમલો થયો હતો. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ અત્યંત ગુપ્ત અને આક્રમક 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. ભારતીય સૈનિકોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર સચોટ મિસાઈલ અને હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અનેક આતંકી ઠેકાણાઓ નેસ્તનાબૂદ થઈ ગયા હતા.આ દરમિયાન પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાના જડબાતોડ જવાબ સામે તે ટકી શક્યું નહીં. બંને દેશો વચ્ચે આ સૈન્ય સંઘર્ષ સતત ૮૮ કલાક સુધી ચાલ્યો હતો અને અંતે 10 મેની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ આ યુદ્ધ વિરામ થયો હતો. ઓપરેશન સિંદૂર એ ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું સૌથી મોટું ઉદાહરણ છે.જો ફરી આવી ભૂલ કરી તો...જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનની નાપાક હરકતોને આડે હાથ લેતા કહ્યું કે, પાકિસ્તાને હવે પોતાની જૂની નીતિઓ બદલવી જ પડશે. જો પાકિસ્તાન ફરી એકવાર ઓપરેશન સિંદૂર જેવી સ્થિતિનું નિર્માણ કરશે, તો ભારતીય સેના આ વખતે પહેલા કરતા પણ વધુ મજબૂત, ઘાતક અને ઝડપી જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય આર્મી, એરફોર્સ અને નેવી વચ્ચે અદભુત તાલમેલ જોવા મળ્યો હતો, જે ભારતની સંયુક્ત સૈન્ય તાકાત દર્શાવે છે.કેમ મહત્વનું છે આ નિવેદન?આર્મી ચીફનું આ નિવેદન વૈશ્વિક સ્તરે અને કૂટનીતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ ગયો છે કે ભારત પોતાના પર થયેલા હુમલાઓને ભૂલ્યું નથી. ભારત હંમેશા શાંતિ અને વિકાસ ઈચ્છે છે, પરંતુ જો રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા પર આંચ આવશે તો સેના આર્થિક, કૂટનીતિક અને સૈન્ય એમ ત્રણેય સ્તરે પાકિસ્તાનને બરબાદ કરવા સક્ષમ છે. હવે આખરી નિર્ણય પાકિસ્તાને કરવાનો છે કે તે શાંતિનો રસ્તો પસંદ કરે છે કે પછી ઇતિહાસના અંધકારમય પાનાઓમાં ખોવાઈ જવા માંગે છે.આ પણ વાંચો:Knowledge:જમીનની અંદર પાઇપ દાટીને AC-હીટર બંનેનું કામ!જાણો વિદેશની આ ખાસ ટેકનોલોજી વિશે

Read Full Story arrow_forward