Nadiadમાં જૂથ અથડામણ: શીતલ સિનેમા પાસે બે સમાજના લોકો વચ્ચે હિંસક મારામારી, પોલીસ કાફલો તૈનાત
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી જૂથ અથડામણની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. નડિયાદના વ્યસ્ત એવા શીતલ સિનેમા વિસ્તાર નજીક કોઈ અગમ્ય કે નજીવી બાબતને લઈને બે અલગ-અલગ સમાજના લોકો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી અને દલીલોથી શરૂ થયેલી આ બબાલ જોતજોતામાં હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી અને બંને પક્ષો વચ્ચે ભારે મારામારી અને પથ્થરમારો થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર બજાર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા બંને જૂથો વચ્ચે થયેલી આ હિંસક અથડામણમાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની ગંભીરતાને જોતાં, સ્થાનિકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. નડિયાદ ટાઉન પોલીસે મામલો થાળે પાડ્યો, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ઘટનાની જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસનો મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું અને સમયસૂચકતા વાપરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શીતલ સિનેમા અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તોફાની તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward